આજે જાણો ઇન્સ્ટીટયુટના ડાયરેક્ટરે CEO ના કામ કરવાની રીત વિશે …..તમને પણ નવાઈ લાગશે …

એક ઇન્સ્ટીટયુટના ડાયરેક્ટરે CEOના કામ કરવાની રીત ઉપર રીસર્ચ કર્યું જેના ઉપરથી તારણ નીકળ્યું કે એક CEO અઠવાડીયા દરમિયાન ૬૨.૫ કલાક કામ કરે છે, આટલું જ નહિ, તેમણે લાંબા સમય સુધી અભ્યાસ ચાલુ રાખ્યો.

તેમણે મોટી મોટી કંપનીઓના CEO રીક્વેસ્ટ કરી કે તે કલાક દરમિયાન જે કામ કરે છે, તેનો રીપોર્ટ સતત ૩ મહિના સુધી લખી રાખે અને ૨૭ CEOનો ૬૦૦૦૦ કલાક જેટલો ડેટા મેળવ્યો.

રીસર્ચ પ્રમાણે CEO વિક એન્ડના દિવસો દરમિયાન ૪ કલાક જેટલું કામ કરે છે અને વેકેશન દરમિયાન ૨.૫ કલાક જેટલું.

૧. મીટીંગ કેવી હોવી જોઈએ?

CEOના અનુભવ પ્રમાણે તેમની ૪૨% મીટીંગ ૧ કલાક જેટલી ચાલતી હોય છે અને ૩૮% જેટલી મીટીંગ લાંબી ચાલે છે.

પરંતુ CEOની કાર્યક્ષમતા વધે તે માટે બને એટલી ટૂંકી મીટીંગ રાખવા પ્રયત્ન કરતા હોય છે.

૨. વાતચીત કરવાની રીત

એનાલીસીસ પ્રમાણે એક CEO તેનું ૬૧% કામ ફેસ ટુ ફેસ કમ્યુનિકેશનથી કરે છે જયારે ૨૪% ઇલેક્ટ્રોનિક કમ્યુનિકેશનથી.

આ ઉપરાંત તેમનું એવું માનવું છે કે લોકોને બહુ બધા ઈમેલ મોકલવા એ કંપનીની ઈમેજ અને CEOની પ્રોડકટીવીટી, બંને ઉપર અસર કરે છે.

૩. સમયપત્રક

CEOનું એવું માનવું છે કે દિવસની દરેક મિનીટ અને દરેક કલાકનું સમયપત્રક ન બનાવવું. કારણ કે CEO સમગ્ર દિવસ દરમિયાન ૩૬% જેટલી એવી ઘટનાઓમાંથી પસાર થાય છે જે અણધારી હોય છે.

લીડર, એક્ઝીક્યુટીવ ઓફિસર્સની પોસ્ટ ઉપરના લોકો ઘણી વાર ખુબ જ બીઝી સમયપત્રકને લીધે બહુ બધા લોકોને ના પણ પાડી દેતા હોય છે.

૪. કર્મચારીઓ સાથેનો સમય

એક CEO તેનો ૧૪% જેટલો સમય લો લેવલ મેનેજર સાથે અને ૬% જેટલો સમય અન્ય કર્મચારીઓને ફાળવે છે.

‘કર્મચારીઓ સાથેનો સંબંધ અને તેમની વિચારસરણી તેમનો વિશ્વાસ જીતવી શકે છે. કર્મચારી દરેક કંપનીની સૌથી મહત્વની કડી છે જેના વગર કંપની આગળ નઈ આવી શકે.’

૫. એકાંત

એક CEOનું જે તે કંપની માટેની એક અલ દ્રષ્ટિ હોય છે જે કારણે તેઓ ઘણો ખરો સમય એકલા વિતાવે છે. એક એવરેજ પ્રમાણે CEO કામ કરવાના સમયના ૨૮%, એકલા રહેતા હોય છે અને બાકીના સમયમાં મીટીંગ અને અન્ય કામ.

કેવું લાગ્યું આ એનાલીસીસ? અને કેવી લાગી એક CEOની લાઈફ? કમેન્ટમાં લખવાનું ભૂલતા નઈ.

લેખ.સંકલન : યશ મોદી