કંકુનું તિલક કર્યા પછી શા માટે લગાવવામાં આવે છે ચોખા ? જાણી લો આ પ્રશ્નનો જવાબ…

શુભ પ્રસંગ હોય, તહેવાર હોય કે પછી ઘરમાં પૂજા-પાઠ થતાં હોય. ગોર મહારાજ પૂજા શરૂ કરાવે તે પહેલાં યજમાનના કપાળ પર કંકુ ચોખાથી ચાંદલો કરે છે. આ કામ કર્યા પછી જ પૂજા કે વિધિ આગળ વધે છે. આ પ્રથા વર્ષો જૂની છે. કપાળ પર તિલક કે ચાંદલો કર્યા વિના પૂજા થતી નથી. કપાળ પર કંકુ કરવાનું તો સમજી શકાય પરંતુ શું તમે જાણો છો કે કંકુનો ચાંદલો કર્યા પછી તેના પર ચોખા શા માટે લગાડવામાં આવે છે? નથી જાણતાં તો આજે જાણી લો ચોખાનું શું છે મહત્વ.

કંકુનું તિલક કે ચાંદલો કર્યા પછી તેના પર ચોખા લગાવવાનું એક વૈજ્ઞાનિક કારણ છે. માનવામાં આવે છે કે તિલક લગાવવાથી મન શાંત થાય છે અને એકાગ્રતા જળવાઈ રહે છે. જ્યારે તેના પર લગાવેલા ચોખા શુદ્ધતા અને પવિત્રતા લાવે છે. હિન્દૂ ધર્મમાં ચોખાને સૌથી વધારે પવિત્ર માનવામાં આવ્યા છે. વળી ચોખા સકારાત્મકતાનું પ્રતિક પણ છે. ધાર્મિક વિધિ-વિધાનોમાં ચોખાનો ઉપયોગ સકારાત્મકતા વધારવા માટે કરવામાં આવે છે. ઊર્જા મળે છે. આવી જ રીતે જ્યારે કંકુનું તિલક કર્યા પછી કપાળ પર ચોખા લગાવવામાં આવે છે ત્યારે વ્યક્તિની આસપાસની નકારાત્મક ઊર્જા દૂર થઈ જાય છે અને ત્યારપછી પૂજા પાઠ કરવાથી વ્યક્તિના મનમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક જાણવા જેવી રસપ્રદ વાતો વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી