જલ્સા કરોને જેંતીલાલ

શિલ્પા શેટ્ટીનો આ TikTok વિડીયો જોઇને થઇ ગયા એક જ દિવસમાં દસ લાખ ફોલોઅર્સ, જોઇ લો તમે પણ આ હટકે VIDEO

શિલ્પા શેટ્ટીએ સલમાનના 30 વર્ષ જૂના સોંગ પર બનાવી જબરજસ્ત ટીકટોક વિડિયોઃ એક જ દિવસમાં દસ લાખ ફોલોઅર્સ થઈ ગયા

image source

શિલ્પા શેટ્ટી સોશિયલ મિડિયા પર સતત એક્ટિવ રહેતી સેલેબ્રિટી છે. તેણી અવારનવાર પોતાના પર્સનલ તેમજ પ્રોફેશનલ વિડિયોઝ તેમજ તસ્વીરો સોશિયલ મિડિયા પર શેર કરતી રહે છે જેને લાખો વ્યૂઝ તેમજ લાઇક્સ મળે છે.

તેણી ફેસબુક, ટ્વિટર તેમજ ઇન્સ્ટાગ્રામ પર અકાઉન્ટ ધરાવે છે પણ હાલમાં જ તેણીએ પોતાનું એક ટિકટોક અકાઉન્ટ ખોલ્યું છે જેમાં એક જ દિવસમાં લાખો ફોલોઅર્સ થઈ ગયા છે. તેની પાછળ શિલ્પાનો નહીં પણ સલમાનના આ ત્રીસ વર્ષ જુના સોંગની કરામત છે.

image source

તાજેતરમાં શિલ્પાએ સલમાન ખાનના એક 30 વર્ષ જૂના ગીત પર સુંદર ટીકટોક વિડિયો બનાવી છે. આ ત્રીસ વર્ષ જૂનું બીજું સોંગ કોઈ નહીં પણ સલમાનની સુપરડુપર હીટ ફિલ્મ મેને પ્યાર કિયાનું છે.

આ ફિલ્મ મુખ્ય અભિનેતા તરીકે સલમાનની પ્રથમ ફિલ્મ હતી. જે રાજશ્રી પ્રોડક્શન હેઠલ બની હતી.

તેનું દીગ્દર્શન કર્યું હતું સૂરજ બડજાત્યાએ. આ ફિલ્મના આજે પણ તમને લાખો ચાહકો મળી રહેશે.

image source

આ ફિલ્મ 29 ડિસેમ્બર 1989ના રોજ રિલિઝ થઈ હતી જેમાં સલમાન ખાન સાથે ભાગ્યશ્રીએ પણ પ્રથમવાર ફિલ્મમાં કામ કરવાની શરૂઆત કરી હતી.

આ ફિલ્મને ત્રીસ વર્ષ પૂર્ણ થઈ ગયા છે. અને આ અવસર પર શિલ્પા શેટ્ટીઆ ફિલ્મના સુપર હિટ સોંગ દ્વારા પતિ રાજ કુન્દ્રાને ટ્રીબ્યુટ આપતી હોય તેવી ટીકટોક વિડિયો બનાવી છે.

image source

અને તેને તેના ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે અને તે ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ પણ થઈ રહી છે.

ફિલ્મનું સૌથી સુપર હિટ ગીત ‘દીલ દીવાના બિન સજના કે….’ પર લિપસિંક કરીને શિલ્પાએ વિડિયો શેર કરી છે પણ તેમાં તેણીએ એક ફની ટ્વિસ્ટ પણ ઉમેર્યો છે અને માટે જ વિડિયો ઓર વધારે વાયરલ થઈ રહી છે.

તેણીએ આ વિડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો છે જેના કેપ્શનમાં લખ્યું છે, ‘આશાઓ વિરુદ્ધ વાસ્તવિકતા. કળયુગ છે ભાઈ. જે બાબતની મેં ક્યારેયે આશા નહોતી રાખી તે વાત એ છે કે મારા ટિટકોટ અકાઉન્ટ પર 10 લાખ ફોલોઅર્સ થઈ ગયા છે અને તે પણ માત્ર એક જ દિવસમાં.

હે ભગવાન, મારું તો હાર્ટફેલ્ટ થઈ ગયું, બધાનો ખુબખુબ આભાર.’ સાથે તેણીએ મેને પ્યાર કિયા ફિલ્મને પણ ટેગ કરી છે અને લખ્યું છે મેને પ્યાર કિયાના 30 વર્ષની ઉજવણી. મારી ઓલટાઇમ ફેવરીટ ફિલ્મ’

મેને પ્યાર કિયા ફિલ્મ સલમાન ખાનની યાદગાર ફિલ્મોમાંની એક છે. પ્રથમ જ ફિલ્મમાં સલમાન અને ભાગ્યશ્રીએ લોકો પર જાદૂ કરી મૂક્યો હતો.

તે જમાનામા એટલે કે 1989માં જ્યારે આ ફિલ્મ રિલિઝ થઈ ત્યારે તેનું બોક્ષઓફિસ કલેક્શન 46 કરોડ રૂપિયા રહ્યું હતું અને તે 46 કરોડને જો આજના સમયમાં કન્વર્ટ કરવા જઈએ તો તેની કીંમત 350 કરોડ ફિલ્મ કરતાં પણ વધારે થાય છે.

image source

સલમાન ખાને થોડા દિવસ પહેલાં પોતાના 55 વર્ષ પૂર્ણ કર્યા. તમને જાણીને આશ્ચર્ય થશે પણ સલમાન ખાન 16 વર્ષની ઉંમરથી પરદા પર આવી રહ્યો છે. તેણે સૌ પ્રથમ કામ એક ટીવી કમર્શિયલમા કર્યું હતું. તે એડ હતી કેમ્પાકોલા કંપનીની.

image source

સલમાન ખાનની ફિલ્મ દબંગ 3 રિલિઝ થઈ ગઈ છે અને હાલ તે પોતાનો પુરો સમય પોતાની નાની બહેન અર્પિતા ખાનની નવજાત બાળકી આયાત સાથે પસાર કરી રહ્યા છે.

image source

તમને જણાવી દઈએ કે અર્પિતા ખાને સલમાનની બર્થડે ગિફ્ટ તરીકે તેને તેના જ બર્થડે પર ફરીવાર મામા બનાવ્યા છે. અને દીકરીના જન્મથી આખુંએ ખાન ખાનદાન ખુબ જ ખુશખુશાલ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version