જલ્સા કરોને જેંતીલાલ

પાંચ લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતા ટીકટોક યૂઝરનું થયું ખૂન; ગોળી મારીને થઈ હતી રહસ્યમય રીતે હત્યા…

પાંચ લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતા ટીકટોક યૂઝરનું થયું ખૂન; ગોળી મારીને થઈ હતી રહસ્યમય રીતે હત્યા… એક યુવાનનું ગોળી મારીને થયું મર્ડર; તે ટીકટોકમાં લાખો લોકોનો ફેવરિટ હતો, અપમૃત્યુનું જાણો ચોંકાવનારું કારણ…

છેલ્લાં એકાદ વર્ષથી પણ ઓછા સમયમાં દેશ આખામાં ટીકટોક જેવી એપ્લીકેશને સૌ કોઈને પોતાની વીડિયો બનાવવાની મોહમાયાની જાળમાં ફસાવ્યા હોય તેવું લાગે છે. જોતજોતાંમાં નાના મોટાં દરેક લોકો ક્રિયેટીવ રીતે વીડિયો બનાવવા લાગ્યાં છે.


હસીને હસીને બેવડું વળી જવાય તેવા વીડિયોઝ જોઈને સૌને એમ થાય કે મારો પણ વીડિયો બનાવીને પબ્લીશ કરી દઉં. થોડાજ સમયમાં લોકોના ફોલોઅર્સ વધી જાય અને સેલિબ્રિટી સ્ટેટસ જેવું અનુભવવા લાગે છે.

કહેવાય છે કે અતિ સર્વત્ર વર્જ્યતે… એટલે જે બાબતમાં અતિશયોક્તિ હોય તે હંમેશાં કંઈક ખોટો અંદેશો લઈને આવતું હોય છે. પાછલા મહિને ટીકટોકને લઈને અનેક ફરિયાદોનો સૂર દેશના જૂદા જૂદા સ્થળોએથી આવ્યો ત્યારે કોર્ટે તેના પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો. જેમાં એવું કહેવાયું હતું કે ટીકટોક વીડિયોઝમાં અશ્લિલતા વધી છે. લોકોનું ગાંડપણ વધ્યું છે, યુવાનો અવળે રસ્તે ચડે છે કે પછી સમય વેડફે છે તેવી ફરિયાદોએ મજબૂત દલીલો રજૂ કરી હતી.

ત્યારે એવું એલાન થયું કે હવે પ્લેસ્ટોરમાંથી નવા યૂઝર્સ ટીકટોક એપ્લીકેશન ડાઉનલોડ નહીં કરી શકે. તેવું પણ કહેવાયું હતું કે આઈ.ઓ.એસ. પરથી પણ બહુ જ જલ્દી આખી એપ્લીકેશન જ હટાવી લેવામાં આવશે. પરંતુ એવું કંઈ જ ન થયું જ્યારે તેના પ્રતિબંધ પર વિરોધ થવા લાગ્યો ત્યારે કેટલીક શરતો બાદ ફરીથી પ્રતિબંધ હટાવાયો હતો.

અતિની ગતિ ન હોય, એ કહેવતને આ ટીકટોકે કર્યું છે સાબીત અને એવા ઘાતાક પરિણામો આવ્યા છે કે અનેક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. થોડા સમય પહેલાં દીલ્હીના નફઝગંજમાં ફિટનેસ જીમ ટ્રેનર જે પાંચ લાખથી વધુ ટીકટોક ફેન ફોલોઅર્સ હતા અને તે એક પ્રકારે સેલિબ્રિટી સ્ટેટસ જાળવતો હતો. તેના ઇન્સટાગ્રામ પર પણ ત્રણ હજારથી વધુ ફોલોઅર્સ હતા. તેનું અચાનકથી ગોળી મારીને ખૂન થયું છે.

સમાચાર એવા છે કે તે તેના મિત્રો સાથે ઝેરોક્ષની દુકાન પાસે ઊભો હતો અને અચાનકથી એક સફેદ રંગની ગાડી આવીને ઊભી રહી ગઈ અને તેને ગોળી મારી. કહેવાય છે કે આ એક પ્રકારે અંગત અદાવતને લીધે આ ઘટના બની. હજુ સુધી પોલીસે કોઈ ઠોસ કારણ શોધી નથી શકાયું.

વધુ એક બનાવ બન્યો હતો દિલ્હીના દરિયાગંજમાં રહેતા યુવાનનો. તે પણ ફેમસ ટીકટોક યૂઝર હતો. તેની પણ અગમ્ય કારણોસર હત્યા કરવામાં આવી હતી. આમાં કંઈ જાણી શકાય તેવું કોઈ મહત્વનું સબૂત કે કારણ નથી મળી શક્યું પરંતુ તેની પાછળ ટીકટોક પરના વીડિયોની ગેલછા અને અમર્યાદિત વપરાશ કારણભૂત હોઈ શકે છે.

ભલે, હાલમાં ટીકટોક પરથી પ્રતિબંધ હટાવાયો છે. ત્યારે લાખો લોકો ખુશ થઈ ગયાં છે અને જાત – જાતના વીડિયોઝ લઈને શેર કરી રહ્યાં છે. ત્યારે એવી તકેદારી જરૂર રાખવી રહી કે કોઈ ગંભીર પરિણામ ન આવે. કારણ કે ક્યારેક ‘હસવામાંથી ખસવું’ કહેવત સાબિત થાય એવુંય બનતું હોય છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version