જાણો તીખા મરચાને કારણે જીભ પર થતી બળતરામાંથી રાહત મેળવવા કયા ધરેલું ઉપાયો છે સૌથી બેસ્ટ

મિત્રો, ઘણીવાર આપણે જોઈએ છીએ કે ઘણા લોકોને ગરમાગરમ ફૂડ ખાવાનો ખૂબ શોખ હોય છે. ઘણીવાર આ મસાલેદાર ગરમ ખોરાક ખાઈને લોકોની જીભમા બળતરા ઉત્પન્ન થાય છે. આપણે કહીએ શકીએ કે, આ બળતરા અત્યંત તીવ્ર અને અસહનીય હોય છે. જો તમારી જીભ કોઈવાર બળી જાય અને તમને જીભમા આશય પીડાનો ઉત્પન્ન થાય છે તો જરાપણ ગભરાશો નહિ તુરંત જ આ ઉપાયો અજમાવો અને જુઓ ફરક.

મધ :

image source

જો તમને જીભમા બળતરા થતી હોય તો તેનાથી તાત્કાલિક આરામ મેળવવા માટે આ એક શ્રેષ્ઠ ઘરેલુ ઉપચાર છે. તે તમારી જીભની પીડા અને બળતરાને તુરંત ઘટાડે છે અને તેમા રહેલા એન્ટિબેક્ટેરિયલ તત્વો તમારી ત્વચાને તાત્કાલિક રાહત આપે છે.

દહીં :

image source

ઘરમાં હાજર દહીં પણ તમને તરત જ આ સમસ્યામાંથી રાહત આપે છે. દહીં ખાવાથી તમને જીભમા થતી બળતરામા રાહત મળે છે. તમે દહીંના નાના-નાના બાઇટ લો છો તો તમને તેનાથી તાત્કાલિક રાહત મળશે.

ખાંડ :

image source

ખાંડ તો લગભગ દરેક વ્યક્તિના ઘરમા અવશ્યપણે મળી રહે છે. જીભ પર એક ચમચી ખાંડ મૂકો અને ધીમે-ધીમે તેનુ સેવન કરી લો. જીભની બળતરાને દૂર કરવા માટે ખાંડ પણ એક સારો એવો ઘરેલું ઉપાય છે.

એલોવેરા :

image source

આ વસ્તુ પણ તમારી જીભની બળતરાને દૂર કરવા માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે. ખુબ જ ઓછા લોકો આ વાત જાણે છે કે, એલોવેરા જીભની બળતરાને દૂર કરવા માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે.

મીંટ :

જીભમા થતી બળતરાને દૂર કરવા માટે મીંટ પણ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. તમે મીંટવાળી ચા નુ સેવન કરીને અથવા તો મીંટવાળી ચ્વીન્ગમ ખાઈને પણ આ જીભમા થતી બળતરામાંથી રાહત મેળવી શકો છો.

વિટામિન ઇ :

image source

વિટામિન-ઇ કેપ્સ્યુલ પણ આ જીભમા થતી બળતરામાંથી તમને ઝડપથી આરામ અપાવે છે. તે જીભમા થતી બળતરાને પણ ઝડપથી ઠીક કરે છે. વિટામિન-ઈ ની કેપ્સ્યુલ જીભ પર મૂકવાથી તમને તુરંત જ જીભમા થતી બળતરામા રાહત મળે છે.

મોઢાથી શ્વાસ લો :

જો તમને જીભમા અસહ્ય બળતરા થતી હોય તો તુરંત જ મોઢા દ્વારા શ્વાસ લો. જો તમે મોઢામાં શ્વાસ લેશો તો ઠંડી હવા તમારા મોઢાની અંદર જશે જેથી, તમને જીભમા થતી બળતરામા તુરંત રાહત મળશે.

ઠંડી વસ્તુઓનુ કરો સેવન :

image source

જ્યારે તમને જીભમા અસહ્ય પીડા કે બળતરા થતી હોય ત્યારે તમે આઇસક્રીમ અથવા તો કોઈપણ અન્ય ઠંડી વસ્તુનુ સેવન કરો જેથી, તમને જીભની બળતરામા રાહત મળે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત