તિજોરી ક્યારેય ખાલી નહીં રહે, કરી જૂઓ કાળા દોરાનો આ ઉપાય…

કાળા દોરા પહેરવા એ માત્ર ધાર્મિક કે ફેશનની બાબત નથી તેની પાછળ છુપાયેલા છે કેટલાં કારણો, જાણો એ આપણા સ્વાસ્થ્ય પર કેવી અસર કરે છે.


એક અભ્યાસ મુજબ, રંગો આપણા સ્વાસ્થ્ય, વિચારસરણી, નીતિશાસ્ત્ર વગેરે પર ગહન અસર કરે છે. દરેક રંગની પોતાની ઓરા હોય છે. રંગો આપણા મિજાજને નિયંત્રિત રાખવા મદદરૂપ થાય છે. સાથે દરેક રંગની જુદી જુદી અસર થાય છે. શુભ અવસરે લાલ અને શૌર્ય શક્તિ માટે કેસરી. સાથે સફેદ શાંતિ અને લીલો ઠંડક અનુભવવા વપરાય છે. પરંતુ તેમાં સૌથી વધુ માન્યતાઓ કાળા રંગને લઈને છે. કાળા રંગને અશુભ મનાય છે.

ધાર્મિક માન્યતામાં પણ કાળા રંગને અશુભ મનાય છે. પરંતુ કપાળે કાળા કાજળનું ટીકું કરવું કે ગળામાં, કાંડે, કમરે પગની ઘુંટીએ કાળો દોરો પહેરાય છે. આ રીવાજ આજકાલનો નથી પરંતુ પહેલાના જમાનામાં પણ આ પ્રથા પ્રચલિત હતી. નાના બાળકને નજર ન લાગે એમ વિચારીને તેના શરીરે કાળો દોરો બાંધીએ છીએ. કોઈ માનતા કે બાધા રાખીને કાંડે કાળો દોરો પહેરી લઈએ છીએ. આ બધું જ એક માત્ર કોઈ રીવાજ કે પ્રથા નથી. તેની પાછળ કોઈ અગમ્ય અંધશ્રદ્ધા માત્ર નથી. આવું કરીએ છીએ તેની સામે કેટલાક સિદ્ધાંતો છે.

રાહૂ કેતુ પર અસર


એક સામાન્ય માન્યતા છે કે લગ્ન પ્રસંગ કે કોઈ બીજા શુભ પ્રસંગોમાં કાળાં કપડાંનો ઉપયોગ ટાળવો જોઈએ. આની પાછળનું એક કારણ એવું કહેવાય છે કે કાળો રંગ રાહૂ – કેતુ પર અસર કરે છે. જેથી આપણાં પર તેની ખરાબ અસર થઈ શકે છે. જીવનમાં અનેક સમસ્યાઓ આવી શકે છે અને તેના લીધે સ્વાસ્થ્ય અને આર્થિક નુક્સાન થવાની શક્યતાઓ રહે છે. પરંતુ આજ બાબતને બીજી રીતે જોઈએ તો હિન્દુ માન્યતા મુજબ કાળો દોરો પહેરવાથી નકારાત્મકતા પર પ્રભાવ પાડીને દૂષણોને દૂર કરે છે.

કાળો દોરો પહેરવાનું કારણ અને કઈરીતે?


મનોકામના પૂરી કરવા અને ખરાબ નજરથી બચવા તથા નકારાત્મક ઊર્જાને આપણાથી દૂર રાખવા માટે કાળો દોરો પહેરાય છે. તેને એ સમયે પહેરવો જ્યારે તેની સૌથી વધુ અસર રહે. કાળા રંગની અસર રાહૂ – કેતુ સાથે શનિદેવ સાથે પણ રહેલી છે. જેથી કાળા દોરાને શનિવારના દિવસે જમણાં હાથનાં કાંડાં પર બાંધવો જોઈએ. તે પહેરતી વખતે મનમાં કોઈ સંકલ્પ કે મનોરથ લઈ શકાય છે. કાળો દોરો ધારણ કરતી વખતે હનુમાન ચાલિસા કે શનિ મંત્ર બોલી શકાય.


કાળા રંગ સાથે કાળ ભૈરવ દેવનો પણ સંબંધ રહેલો છે. લાંબા સમયથી કોઈ કાર્ય અટક્યું હોય કે માંદગી આવી હોય અથવા તો નાણાં ભીડ રહેત હોય ત્યારે કાળો દોરો બાંધીને ભૈરવનું સ્મરણ કે દર્શન કરવાથી ખરાબ ઊર્જાઓ દૂર થાય છે.

કાળા દોરાને ક્યાં – ક્યાં બાંધી શકાય?


ગળામાં પહેરી શકાય, જમણા હાથના કાંડાંમાં કે બાવડાંમાં બાંધી શકાય. વળી, નાના બાળકની કમર પર પણ બાંધી શકાય. એક પગની ધુંટીએ પણ અમુક લોકો કાળો દોરો બાંધતાં હોય છે.


ઘરના કે ઓફિસના દરવાજા પર બંધાય છે જેથી પ્રવેશ દ્વારે નકારાત્મક ઊર્જાઓ ન આવે. તિજોરીના હેલ્ડલ પર કે ચાવીના નકૂચામાં પણ કાળો દોરો બંધાય છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ક્યારેય પૈસાની તંગી નહીં નડે અને તિજોરી ક્યારેય ખાલી નહીં રહે અને હંમેશા ધનની વૃદ્ધિ થશે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ