જો ટાઈટ બેલ્ટ બાંધવાની આદત હોય તો, બીમારી થઈ શકે છે

આ માહિતી એ દરેક વ્યક્તિ માટે જરૂરી છે, જે પેન્ટ પહેરે છે. આજકાલ તો યુવતીઓ પણ જિન્સ વધુ પહેરે છે. પેટના કોઈ પણ ભાગને વસ્તુથી ટાઈટ બાંધવું, પછી તે બેલ્ટ હોય કે રસ્સી હોય, તે હંમેશા નુકશાનકારક સાબિત થાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે, વધુ ટાઈટ બેલ્ટ બાંધવું તમારા માટે જાનલેવા બીમારીને જન્મ આપનારું સાબિત થઈ શકે છે. જી હા, વધુ ટાઈટ બેલ્ટ બાંધવુ ક્યારેક ગળાનુ કેન્સર નોતરી શકે છે. તો જાણો કેવી રીતે થશે…

થોડા સમય પહેલા એક સ્કોટિશ રિસર્ચ સામે આવ્યું. જે અનુસાર જે પણ વ્યક્તિ વધુ ટાઈટ બેલ્ટ બાંધે છે તો તેને ગળાના કેન્સરનો ખતરો વધી જાય છે. સ્ટ્રેથક્લાઈડ યુનિવર્સિટી અને ગ્લાસગોના શોધકર્તાઓએ આ બાબતની પુષ્ટિ કરી છે.

આ રિસર્ચમાં તેઓએ 24 લોકોને સામેલ કર્યા. રિસર્ચમાં સામે આવ્યું કે, જે વ્યક્તિનું વજન વધારે છે અને તે બેલ્ટ વધુ ટાઈટ પહેરે છે, તો આવા વ્યક્તિઓ એસિડ રિફલેક્શન જેવી તકલીફોથી પિડાય છે. તેમના પેટમાં બનનાર એસિડ ઓસ્ફેગલ ગ્રંથિ પર અસર થાય છે. જેને કારણે વ્યક્તિને ગળાનું કેન્સર થવાના ખતરા વધી જાય છે.

રિસર્ચર પ્રોફેસર કેનેથ મેકકોલનું કહેવું છે કે, જે વ્યક્તિ વધુ જાડા હોય છે અને ટાઈટ બેલ્ટ બાંધે છે. તેમનું પેટ અને ભોજનની નળી વચ્ચેના વાલ્વની વચ્ચે વધુ દબાણ આવવા લાગે છે. જેને કારણે પેટમાં બનનારું એસિડ નીચે જવાને બદલે ઉપર જવા લાગે છે. આવુ વધારે સમય થાય તો આવામાં ગળાના કેન્સરની સંભાવના વધી જાય છે.

રિસર્ચર્સનું કહેવું છે કે, હાલના સમયમાં ગળાના કેન્સરના કિસ્સાઓ તેજીથી વધી રહ્યા છે. હકીકતમાં એસિડ શરીરના ઉપરમાં ભાગમાં જાય છે ત્યારે તે કોષિકાઓને નષ્ટ કરી દે છે. જેને કારણે નષ્ટ કોષિકાઓ કેન્સરનું રૂપ ધારણ કરી લે છે.

તમે ક્યારેક વિચારો કે, જ્યારે પણ તમે પેટને કોઈ વસ્તુથી ટાઈટ બાંધો છો, ત્યારે અનકમ્ફર્ટેબલ ફીલ કરો છો. અને જ્યારે તમારા પેટમાં ગેસ બની રહ્યો છે, તો તે સરળતાથી નીકળી શક્તો નથી. જેમ તમે પોતાના શરીરને ઢીલું કરો છે, કે બેલ્ટ ખોલો છો, તો શરીરમાં રહેલો ગેસ તરત બહાર નીકળી જાય છે અને તમારું શરીર હળવુંફૂલ અનુભવે છે.

ટાઈટ બેલ્ટ બાંધવાથી થતી સમસ્યાઓ

શરીરમાં પેદા થયેલો ગેસ જ્યારે સાચા માર્ગથી બહાર નથી નીકળી શક્તો, તો તે શરીરમાં તકલીફોનું ઘર કરે છે. આજે ફેશનના સમયમાં લોકો પોતાના હેલ્થને બેધ્યાન કરે છે. જેને કારણે શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ થવા લાગે છે.

જો તમને ટાઈટ બેલ્ટ બાંધવાની આદત છે, તો સંભળજો… આ બીમારી થઈ શકે છે

આ માહિતી એ દરેક વ્યક્તિ માટે જરૂરી છે, જે પેન્ટ પહેરે છે. આજકાલ તો યુવતીઓ પણ જિન્સ વધુ પહેરે છે. પેટના કોઈ પણ ભાગને વસ્તુથી ટાઈટ બાંધવું, પછી તે બેલ્ટ હોય કે રસ્સી હોય, તે હંમેશા નુકશાનકારક સાબિત થાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે, વધુ ટાઈટ બેલ્ટ બાંધવું તમારા માટે જાનલેવા બીમારીને જન્મ આપનારું સાબિત થઈ શકે છે.

 

લેખન.સંકલન : તૃપ્તિ ત્રિવેદી 

આરોગ્યને લગતી માહિતી વાંચવા માટે આજે જ લાઇક કરો અમારું પેજ 

ટીપ્પણી