ટાઇગર શ્રોફ તેના પરિવાર સાથે રહે છે આ વિશાળકાય ઘરમાં, જોઇ લો તસવીરોમાં તમે પણ

ટાઈગર શ્રોફ

image source

પોતાની દમદાર બોડીની સાથે જબરદસ્ત એક્શન સીન અને ખુબ જ શાનદાર ડાંસ કરવા માટે ટાઈગર શ્રોફએ બોલીવુડમાં પોતાની એક ખાસ ઓળખ બનાવી લીધી છે. ખુબ જ ઓછા સમયમાં ટાઈગર શ્રોફએ ઘણા લોકપ્રિય બની ગયા છે.

image source

ટાઈગર શ્રોફની લોકપ્રિયતા હાલના સમયમાં ચરમ સીમા પર પહોચી જ ગઈ છે આ સાથે જ બોક્સ ઓફીસ પર પણ ટાઈગર શ્રોફની બોલબાલા થઈ રહી છે અને ટાઈગર શ્રોફએ પોતાને સાબિત કરી બતાવ્યું છે. આ રીતે ટાઈગર શ્રોફ હવે સફળતાની સીડીઓ ચઢતા જોઈ શકાય છે.

image source

ટાઈગર શ્રોફ પોતાના જમાનાના પ્રસિદ્ધ અભિનેતા જેકી શ્રોફના દીકરા છે. ટાઈગર શ્રોફ હાલના દિવસોમાં પોતાની ફિલ્મો કરતા વધારે પોતાના રીલેશનશિપને લીધે ચર્ચામાં બની રહ્યા છે. આ દિવસોમાં ટાઈગર શ્રોફનું નામ દિશા પટાની સાથે ખુબ જ જોડવામાં આવી રહ્યું છે. ટાઈગર શ્રોફની જેમ જ દિશા પટાની પણ એક બોલીવુડ અભિનેત્રી છે અને દિશા પટાનીને પણ ડાંસનો ખુબ જ શોખ ધરાવે છે. ટાઈગર શ્રોફ અને દિશા પટાની કેટલાક સોશિયલ ઈવેન્ટ્સમાં એકસાથે જોવા મળ્યા છે.

ખુબ જ ઓછા સમયમાં ટાઈગર શ્રોફએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી લીધી છે. મુંબઈના કાર્ટર રોડ પર ટાઈગર શ્રોફ પોતાના પુરા પરિવાર સાથે રહે છે. ટાઈગર શ્રોફનું ઘર ખુબ જ શાનદાર છે. છેલ્લા બે વર્ષથી ટાઈગર શ્રોફ અને તેમનો પરિવાર આ ઘરમાં જ રહે છે.

image source

ટાઈગર શ્રોફના સી- ફેસિંગ ઘરમાંથી અરબ સાગરનો ખુબસુરત દ્રશ્ય જોવા મળી જાય છે. ટાઈગર શ્રોફના આ ઘરની કીમત ૫૬ કરોડ રૂપિયા છે. બોલીવુડ ઇન્ડસ્ટ્રીના મિસ્ટર પરફેકશનિસ્ટ આમિર ખાન પણ આ જ બિલ્ડીંગમાં રહે છે. આ બિલ્ડીંગના ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર પર ટાઈગર શ્રોફનું ઘર આવેલ છે.

image source

અભિનેતા ટાઈગર શ્રોફએ પોતાનું ઘર ખુબ જ સુંદરતાથી સજાવી રાખ્યું છે. ટાઈગર શ્રોફના આ ઘરમાં તેમની લાઈફસ્ટાઈલને અનુરૂપ બધી જ જરૂરિયાતની સુવિધાઓથી સજ્જ છે. ટાઈગર શ્રોફ અને તેમની બહેન કૃષ્ણા શ્રોફ બંને ફિટનેસ ફિક્ર છે, એટલા માટે ટાઈગર શ્રોફના આ ઘરમાં એક જીમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

image source

ટાઈગર શ્રોફના ઘરની દીવાલને સફેદ રંગની પેઈન્ટ કરવામાં આવી છે, જે જોવામાં ખુબ જ શાનદાર લાગે છે. જયારે ઘરની ફર્શને એકદમ સુંદર અને મોઘા કાલીનની મદદથી સજાવવામાં આવ્યું છે

image source

ટાઈગર શ્રોફના ઘરના હોલમાં સામેની તરફની દીવાલ કાંચની બનાવવામાં આવી છે. જયારે હોલની અંદર સાઈડ ટેબલ પર ટાઈગર શ્રોફનો એક ફોટો પણ જોવા મળી જાય છે.

image source

તાજેતરમાં જ ટાઈગર શ્રોફએ બીએમડબલ્યુ 5 સિરીઝની એક નવી કાર ખરીદી છે. ટાઈગર શ્રોફની આ લક્ઝુરીયસ કાર સફેદ રંગની છે.
ટાઈગર શ્રોફને ગાડીઓનો ખુબ જ શોખ છે. ટાઈગર શ્રોફએ આ કાર પોતાની કમાણીથી ખરીદી છે. ટાઈગર શ્રોફની આ નવી કારની કીમત ૪૯ લાખ રૂપિયા જણાવવામાં આવી રહી છે. સૌથી મહત્વની વાત એ છે કે, ટાઈગર શ્રોફની આ બીએમડબ્લ્યુ કારમાં બધી જ લેટેસ્ટ ફેસેલીટીસથી સજ્જ છે.
થોડાક દિવસો પહેલા જ ટાઈગર શ્રોફ પોતાની આ નવી બીએમડબ્લ્યુ કારમાં મુંબઈના રસ્તાઓ પર જોવા મળ્યા હતા.

image source

ટાઈગર શ્રોફની આવનાર ફિલ્મો વિષે વાત કરીએ તો ટાઈગર શ્રોફ ફિલ્મ ‘રેમ્બો’ની સાથે ફિલ્મ ‘હિરોપંતી- ૨’ની તૈયારીઓ કરવામાં લાગી ગયા છે. મળેલ ખબરો મુજબ, ટાઈગર શ્રોફની બંને ફિલ્મ ‘રેમ્બો’ અને ‘હિરોપંતી- ૨’ની શુટિંગ જલ્દી જ શરુ થવા જઈ રહી છે અને ટાઈગર શ્રોફ એના માટે તૈયાર થઈ ગયા છે.

છેલ્લી વાર ટાઈગર શ્રોફ, શ્રધ્ધા કપૂર સાથે ફિલ્મ ‘બાધી- ૩’માં જોવા મળ્યા હતા. લોકડાઉનના થોડાક સમય પહેલા જ રીલીઝ થયેલ ફિલ્મ ‘બાધી- ૩’ એ બોક્સ ઓફીસ પર ખુબ જ વધારે કમાણી કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ