બે વાધ ઝઘડ્યા જોરદાર, એકે બીજાને પછાડ્યો અને….કાળજું કાઠું હોય તો જ જોજો આ ખતરનાક લડાઇનો VIDEO

મિત્રો, આ સમગ્ર વિશ્વમા ફક્ત મનુષ્ય જ એક જીવ નથી વસતો પરંતુ, આ સિવાય પણ અનેકવિધ પ્રકારના નાના-મોટા જીવજંતુઓ અને પશુ-પક્ષીઓ પણ વસવાટ કરે છે. જંગલમા વસતા દરેક જીવ નુ જીવન એકબીજા પર આધારિત હોય છે અને આ જ સમગ્ર સંસાર ના સૃષ્ટિચક્ર નો નિયમ છે, બધા જીવોએ આ સૃષ્ટિચક્ર ના નિયમ ને અનુસરવુ જ પડે.

image source

આપણે મુખ્યત્વે જંગલમા સિંહ ને હિંસક પ્રાણી સમજતા હોઈએ છીએ પરંતુ, આજે આ લેખમા અમે તમને સિંહ કરતા પણ એક હિંસક પ્રાણી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ પ્રાણી છે વાઘ. બે વાઘ જ્યારે એકબીજા સાથે લડતા હોય છે, ત્યારે તેમની ગર્જના આખા જંગલમા ગૂંજવા લાગે છે અને તે દૂર-દૂર સુધી આપણને સાંભળવા મળે છે.

image source

સામાન્ય રીતે વાઘ વચ્ચે લડાઈ ફક્ત એક જ કારણોસર લડાઈ થાય છે અને તે કારણ છે ઇલાકો. વાઘ એ પોતાના ઇલાકા ખાતર એકબીજા સાથે લડતા હોય છે અને લડાઈ એટલી ગંભીર હોય છે કે જેમા તેમના જીવ પણ ચાલ્યા જાય છે. હાલ, રણથંભોર મા પણ બે વાઘ વચ્ચે કઈક આવું જ દ્રશ્ય જોવા મળ્યુ હતુ જેને કોઈ એક યાત્રીએ પોતાના કેમેરામા રેકોર્ડ કરી લીધુ હતુ.

આ યાત્રીએ આ બે વાઘ વચ્ચેની લડાઈ નો રેકોર્ડ કરેલો વિડીયો તુરંત જ સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધો હતો અને હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર સૌ કોઈનુ ધ્યાન આકર્ષિત કરી રહ્યો છે. માત્ર બાર સેકન્ડ ના આ વીડિયોમા બંને વાઘ એકબીજા સાથે લડાઈ કરતા એકબીજાને નીચે પટકતા નજરે પડી રહ્યા છે, આ વિડીયોમા આ બંને વાઘની દહાડ સાંભળીને તમને અંદાજ આવશે કે, આ લડાઈ કેટલી ગંભીર છે.

આ વિડીયો ટ્વિટર એક ટ્વીટર યુઝર @WildLense_India દ્વારા શેર કરવામા આવ્યો છે. આ વિડીયો ના કેપ્શનમા તેમણે લખ્યુ છે કે, “કેટલીકવાર અમુક ઝઘડા ખુબ જ ખુબ જ ઘાતક સાબિત થઇ શકે છે. આજે વાઘ ઓછા થઇ રહ્યા છે તેના માટે જવાબદાર કારણ તેમની વચ્ચે ઇલાકા માટે થતા આ યુદ્ધ પણ છે. આજે રણથંભોરમાં… હેડફોન નો ઉપયોગ કરો.” આ વીડિયોમા જોઈ શકાય છે કે, બે વાઘ એકબીજા સાથે લડી રહ્યા છે. આ લડત દરમિયાન તેમની ગર્જના ખૂબ જ આક્રમક હોય છે, આ ગર્જના સાંભળીને મોટાભાગના લોકો ની હાલત ખરાબ થઇ જાય છે.

image source

આઈ.એફ.એસ. પરવીન કસવાને પણ એક વિડીયો શેર કરી છે, જેમા પણ બે વાઘ ઇલાકા માટે એકબીજા સાથે લડતા જોવા મળે છે. વિડીયો અપલોડ કરતા સમયે કેપ્શનમા કસવાને લખ્યુ છે કે, બે મોટા વાઘ એકબીજાની સાથે લડી રહ્યા છે. આ વિડીયો હેડફોન લગાવીને સાંભળો. આ વિડીયોમા એક આક્રમક ગર્જના અને સાથે જ જંગલના અમુક પડઘા પણ સંભળાય છે. આ વીડિયોને એક મિત્રએ વોટ્સએપ પર શેર કર્યો હતો.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ