જલ્સા કરોને જેંતીલાલ

જો તમે પરિવાર સાથે ઘરે રહો છો અને ભોજન આપીને અન્યને મદદ કરવા માંગતા હોવ તો ‘ટિફિનસેવા’ એપ્લિકેશન તમારા માટે છે એકદમ બેસ્ટ, જાણો વધુમાં

શું તમે નજીકમાં જમવાનું શોધવા માટે સંઘર્ષ કરી રહ્યા છો? શું તમે ખોરાક માટે સંઘર્ષ કરી રહેલા લોકોને મદદ કરવા અને સેવા આપવા માંગો છો? આ મુશ્કેલ સમયમાં, અમે એપ્લિકેશન બનાવવાની અમારી કુશળતા દ્વારા ખોરાક પ્રદાન કરનારાઓ અને જરૂરિયાતમંદ લોકો ને એક બીજા સાથે કન્નેક્ટ કરી ને માનવતાને પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

ટિફિનસેવા એપ્લિકેશન નજીકના વિસ્તારમાં રહેતા બે વર્ગના લોકોની જરુરીયાત ધ્યાનમાં રાખીને વિકસિત કરવામાં આવી છે. પ્રથમ વર્ગ જેમ કે વિદ્યાર્થીઓ / કાર્યકારી વ્યાવસાયિકો / દૈનિક વેતન ધારકો / વરિષ્ઠ નાગરિકો, જે તેમના ખોરાક માટે ટિફિન સુવિધાઓ અથવા હોટલો પર આધારીત છે, અને બીજો વર્ગ , જેમની પાસે જરૂરિયાતમંદ લોકોને ભોજન પ્રદાન કરવાની ક્ષમતા છે.

ટિફિન પ્રદાતાઓ એપ્લિકેશન પર લોગ ઇન કરી શકે છે અને ચોક્કસ તારીખ અને સમય માટે ટીફીન ની સંખ્યા પ્રદાન કરવા માટે એપ્લિકેશન પર પોસ્ટ કરી શકે છે. ટિફિનની જરૂરીયાત વાળા લોગ ઇન કરી શકે છે અને ટિફિન પ્રદાતાઓ દ્વારા કરવામાં આવેલી પોસ્ટ શોધી શકશે, અને મોબાઇલ દ્વારા તેમની સાથે કનેક્ટ થઈ શકે છે.

જો તમે પરિવાર સાથે ઘરે રહો છો અને ભોજન આપીને અન્યને મદદ કરવા માંગતા હો, જો તમારી પાસે ખોરાક તૈયાર કરવાની સુવિધા છે પરંતુ ગ્રાહકો નથી, અથવા તમે કોઈ સેવાભાવી સંસ્થા દ્વારા વંચિત લોકોની સેવા કરવામાં સામેલ છો , તો ટિફિનસેવા એપ્લિકેશન તમને તમારા ક્ષેત્રના જરૂરિયાતમંદ લોકો સાથે કનેક્ટ કરવામાં સહાય કરશે અને તેમને તમારી સહાયની ઓફર કરી શકો છો .

જો તમે શહેરમાં અટવાયેલા વિદ્યાર્થી છો અને સુવિધાઓ બંધ હોવાને કારણે ખોરાક ન મળી શકે એમ હોય , જો તમે વ્યાવસાયિક છો અથવા રોજિંદા વેતન મેળવનારા છો, જેણે આજીવિકા ગુમાવી છે કે જે ખોરાક માટે આજુબાજુની હોટલો પર અથવા બીજા કોઈ પર આધારીત છે . આ વર્તમાન પરિસ્થિતિમાં , “ટિફિનસેવા” એપ્લિકેશન તમને નજીકના લોકો સાથે જોડાવા માટે મદદ કરશે જે તમને ભોજની મદદ કરવા માટે તૈયાર છે.

હું એપ્લિકેશનનો ઉપયોગ કેવી રીતે કરી શકું?

1. ગૂગલ પ્લે સ્ટોર પરથી એપ્લિકેશન ડાઉનલોડ કરો. https://play.google.com/store/apps/details?id=org.android.tiffinseva

2. તમારા મોબાઈલ નંબર દ્વારા નોંધણી કરાવો.

3. ટિફિન પ્રદાતા અથવા ટિફિન વિનંતી કરનાર બનવા માટે તમારી ભૂમિકા પસંદ કરો.

4. ભૂમિકાના આધારે તમે કાં અન્યને મદદ કરી શકો છો અથવા તમેં મદદ મેળવી શકો છો

નોંધ: અમે કોઈપણ નાણાકીય વ્યવહારોમાં સામેલ થતા નથી અથવા ટિફિન વિનંતી કરનાર અને આપનાર વચ્ચે કોઈ કમિશન રાખતા નથી.

About Team:

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version