જલ્સા કરોને જેંતીલાલ

ટ્રેનની ટિકીટ પર લખેલા આ શબ્દોનો મતલબ જાણી લેશો, તો બહુ કામમાં આવશે, મેળવી લો આજે નોલેજ…

ટ્રેનની ટિકીટ બુક કરાવતા સમયે આપણને ટિકીટ પર કેટલાક શોર્ટકટ શબ્દો લખેલા દેખાય છે. આપણે તેને જાણ્યા વગર જ ક્લિક કરી દઈએ છીએ. આવામા તકલીફ માત્ર એટલી જ થાય છે કે, જાણકારી ન હોવાને કારણે તમારી ટિકીટ કન્ફર્મ થઈ છે કે નહિ, તેની ચિંતા હંમેશા મગજમાં સતાવતી રહે છે. આ સમસ્યાને દૂર કરવા માટે આજે અમે તમને તેની માહિતી આપીશું, જેનાથી તમે સરળતાથી ટીકિટ પર લખેલા લખાણને સમજી શકશો. આટલું જાણીને તમે ઈન્ડિયન રેલવે માટેનું તમારું નોલેજ પણ અપડેટ કરી શકો છો.

1 WL

image source

WL એટલે કે તમારી ટિકીટ કન્ફર્મ નથી. વેટિંગ લિસ્ટ વધુ ન હોય તો ટિકીટ કન્ફર્મ થઈ જાય છે. સીટ નંબર જર્ની ડેટનું ચાર્ટ તૈયાર થતા પહેલા મળી જાય છે.

2 GNWL

image source

GNWL એટલે કે જનરલ વેઈટિંગ લિસ્ટ. તેનો મતલબ છે કે તમે જે ટ્રેનની ટિકીટ લીધી છે, તે ટ્રેન એ જ સ્ટેશન કે આસપાસની સ્ટેશનથી બનીને ખૂલે છે. તેમાં ટિકીટ કન્ફર્મ થવાની શક્યતાઓ વધારે હોય છે.

3 RLWL

રિમોટ લોકેશન વેઈટિંગ લિસ્ટ. બે મોટા સ્ટેશનની વચ્ચે, જ્યાં વધુ ટ્રેન નથી આવતી, તો આવામાં આ પ્રકારની ટિકીટ મળે છે. આવી ટિકીટ કન્ફર્મ થવાના ચાન્સ વધુ હોય છે.

4 PQWL

image source

નાના સ્ટેશન પરના ક્વોટામાં આપવામાં આવેલી સીટના આધાર પર આ ટિકીટ આપવામાં આવે છે. તેમાં પણ ટિકીટ કન્ફર્મ થવાના ચાન્સિસ ઓછા હોય છે.

5 PQWL/REGRET

તેનો મતલબ એ છે કે, ટ્રેનમાં સીટ નથી, અને તમને ટિકીટ નહિ મળે.

6 RAC

image source

આનો મતલબ તો મોટાભાગના લોકો જાણે છે. એટલે કે તમને માત્ર બેસીને જ સફર કરવાની રહેશે. તમને માત્ર બેસવાની જ જગ્યા મળશે, ઊંઘી નહિ શકો. એટલે કે તમે માત્ર અડધી સીટના જ હકદાર હશો.

7 CNF

image source

મુબારકો, તમારી ટીકિટ કન્ફર્મ થઈ ગઈ છે. CNFનો મતલબ ટિકીટ કન્ફર્મ હોય છે. આ સાથે જ તમને બોગી નંબર, સીટ નંબર, પીએનઆર નંબર પણ ટિકીટ પણ દેખાશે.

image source

સીટ પણ જાણી લો
જો તમારી ટિકીટ કન્ફર્મ છે, તો તમે સીટ નંબર ઉપરાંત ટિકીટ જોઈને તમારી પોઝિશન પણ જાણ શકો છે. જો તમારા બર્થ નંબરની સામે LB લખાયેલું છે, તો તેનો મતલબ એ છે કે લોઅર એટલે કે નીચેવાળી બર્થ. જો MB લખાયેલુ છે, તો તેનો મતલબ છે કે મિડલ બર્થ. UBનો મતલબ તો તમને હવે ખબર પડી જ ગઈ હશે, અપર બર્થ. આ ઉપરાંત જો SU અને SL લખેલું છે, તો તેનો મતલબ એ છે કે સાઈડ અપર અને સાઈડ લોઅર બર્થ. રેલવે સિનીયર સિટીઝન માટે લોઅર સીટ આપવાનો પ્રયાસ કરે છે, પણ સીટ ઉપલબ્ધ હોવી જોઈએ. ઓનલાઈન રિઝર્વેશન કરવવા પર ઉપલબ્ધતાના હિસાબે તમે ખુદ તમારા સીટની પસંદગી કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version