ટીકીટ – માં-બાપ ના ઋણ ને ફરી યાદ કરાવતી હૃદયસ્પર્શી વાત !!!

“તુ કેમ આટલી બધી ચિંતા કરે છે,બધુજ સમયસર સારી રીતે થઇ જશે,ચિંતા કરવાની જરૂર નથી”રમણભાઇએ તેની પત્ની રમીલાને,સહાનુભુતી સાથે કહ્યુ.

“આપણા પારસના લગ્ન છે,આપણી ધરે આ પહેલો પ્રસંગ છે,વળી આપણે એકલા હાથેજ મહેમાનો ના મોઢે રહેવાનુ છે,એટલે થોડી ચિંતા થાય છે.”રમીલાબેને તેના પતિને ચિંતાતુર થતા કહ્યુ.

“તુ આટલી બધી ચિંતા ન કર,મે બધીજ સગવડની તૈયારી કરી નાખી છે.જમવાનું બનાવા માટે એક સારા કેટરીંગ વાળાને ,પારસને તૈયાર કરવા માટે એક સારા સલુન વાળાને ,ફોટોગ્રાફી અને વીડીયો માટે સારા સ્ટુડીયો વાળાને,રાસગરબા માટે એક ઓરકાસ્ટા વાળાને,વરધોડા માટે બગી અને બેન્ડ વાળાને બુક કયૉ છે.બધાને તેની જરૂરત પ્રમાણે,એડવાન્સ પેમેન્ટ પણ આપી દીધુ છે, એટલે હવે ચિંતા કરવાની જરૂર નથી.આપણે ધુમધામથી આપણા પારસને પરણાવીશુ.”મસ્ત મજાની,ઉત્સાહીત હસી સાથે,તેની બાજુમા બેઠેલી તેની પત્નીને કહ્યુ.

“સરસ,સારુ કરુ તમે,કંકોત્રી બધાને આપી દીધી?”રમીલાબેને તેના પતિની,તૈયારીને વધાવાની સાથે સાથે એક સવાલ પણ કયૉ.
“હા,કંકોત્રી પણ બધાને પહોંચતી કરી દીધી છે, હવે ચિંતા કયૉ વગર,પારસને પરણાવા માટે તૈયાર થઈજા.”રમણભાઇએ તેની પત્નીનો ઉત્સાહ વધારતા જવાબ આપ્યો.

પારસના લગ્નનો તે પાર્ટી પ્લોટ,ડેકોરેશની લાઈટીંગથી કાળા આકાશમાં ટમટમી રહેલા તારલા જેવો લાગતો હતો.લાજવાબ લગ્ન ગીતોની મુધુરતાની માદકતાને કોઇ રાસથી તો કોઇ ડાન્સથી માણી રહ્યા હતા,તો અમુક મહેમાનો સ્વાદિષ્ટ વાનગીઑની લિજજાત લઇ રહ્યા હતા,રમણભાઇ અને રમીલાબેન મહેમાનો ને પ્રેમભાવથી આવકારતા હતા.આવા આબેહુબ,આલ્હાદક વાતાવરણમાં પારસ અને પરી,અગ્નીદેવની હાજરીમાં ફેરા ફરી પતિ-પત્નીના પવિત્ર સબંધમા બંધાઇ રહયા હતા.રમણભાઇ અને રમીલાબેન,ફેરા ફરી રહેલા પારસ અને પરી પર,હરખથી ગુલાબની સોડમ,ગુલાબના ફુલોની વષાઁથી પ્રસાવી રહ્યા હતા,પારસ અને પરી,આ ગુલાબની સુવાસ જેવા સ્મીત સાથે,ધીમે ધીમે એકમેક થઇ રહ્યા હતા.પારસ અને પરી પરણીને તેમના ધરે આવે છે.ગોરબાપા આ પરિણીત યુગલને વિધીવત રીતે ગૃહપ્રવેશ કરાવે છે. ગૃહપ્રવેશ સાથેજ રમણભાઈ અને રમીલાબેન ને ધરમા નવીરોનકનો અહેસાસ થાય છે.

“ભગવાન ની દયાથી અને તમારી મહેનતથી,આપણા પારસના લગ્નનો અવસર,સરસ રીતે,ધામ ધુમથી,કોઇપણ જાતની ધમાલ વગર પતી ગયો,સારુ થયુ”રમીલાબેને શાંતિની અનુભૂતિ સાથે તેના પતિને કહ્યુ.
“હા,બધુજ સારી રીતે, શાંતિથી પતિ ગયુ,આપણને કોઇ તકલીફ નથી પડી.”હકારાત્મક અભિગમ સાથે રમણભાઇએ જવાબ આપ્યો.

પારસ,રમીલા બેન,રમણભાઈ ડાઇનીંગ ટેબલ પર બેઠા છે.પારસની પત્ની પરી, તે બધાને ડીશ આપે છે, ત્યારબાદ તે,તેને બનાવેલુ ભોજન પીરસે છે.રમીલાબેન અને રમણભાઇ પરીએ બનાવેલા ભોજનના પ્રેમથી,વખાણે છે.જમ્યા બાદ પારસ અને પરી તેના મમ્મી-પપ્પા સાથે બેસીને ટીવી જોવે છે.થોડા સમય બાદ રમીલાબેન ઉભા થઇ તેના રૂમમા જાય છે. પારસ અને પરી બન્ને ઉભા થઇને,તેના બેડરૂમમા જાય છે.

“પારસ,તમને મે બનાવેલુ જમવાનુ કેવુ લાગ્યુ?”વિવેકભરા સ્વરે ,પારસનો હાથ પકડીને બેઠેલી પરીએ સવાલ કર્યો.

“તે બનાવેલુ જમવાનુ,તારા જેવુ હતુ”પારસે, પરીના ગાલ પર ગલગલીયા કરતા પરીને જવાબ આપ્યો.

“તો હુ કેવી શુ?”તેના ગાલ પર ફરી રહેલી પારસની આંગળીઓને પકડતા ફરી સવાલ કર્યો.

“તારો દેખાવ સુંદર છે,તે બનાવેલી રોટલી,તારા ગાલ જેવી નરમ અને તારા ગુસ્સા જેવી ગરમ હતી,તે બનાવેલુ શાક,તારા હોટ હોઠ જેવુ ગરમ અને તીખું હતુ”પારસે પરીના ખોળામાં સુતા,પરીના માથાની લટને સવારતા જવાબ આપ્યો .

“સાચે?તો દાળભાત કેવા હતા?”ફરી પરીએ સવાલનુ ચાબુક પારસને માર્યુ.
“દાળભાતનો સ્વાદ,તારા સ્વભાવ જેવો સરસ હતો”પારસે પરીને પ્રેમનો પાનો ચઢાવતા કહ્યુ.
“ઓહ…થેન્ક યુ પારસ”પરીયે પારસને ચીટીયો ભરતા કહ્યુ.
“તને ખબર છે,કાલે શુ છે?”પારસે પરીને સવાલ કર્યો.
“ના નથી ખબર,કેમ કાલે વળી શુ છે?”પરીએ અજાણતા ભર્યા જવાબ સાથે પારસને પુછ્યુ.

“તને….ખબર છે,યાદ કર”પારસે પરીને જવાબ આપ્યો.
“મને નથી યાદ,પ્લીઝ મને કહે ને,કાલે શુ છે? “પરીએ સવાલ રીપીટ કરતા પારસને કહ્યુ.

“ના…તુ યાદ કર આખી રાત,તને યાદ નહી આવે તો હુ કાલે સવારે તને કહીશ,ઓકે “પારસે તેના અંદાજને અડીખમ રાખતા,પરીને જવાબ આપે છે.

“પ્લીઝ….આવું ના કર,ચાલ હવે ફટાફટ કહેને કે કાલે શું છે”પરીએ જીદ કરતા પારસને ફરી સવાલ કર્યો.

“મારે કાલે સવારે વહેલા ઉઠવાનુ છે,મને સુવાદે,કાલે શુ છે તે શોધીના નાખે ત્યા સુધી તુ સુતી નહી…ગુડ નાઇટ “પારસે પરીના બન્ને હાથ પકડીને,કુણા શબ્દો સાથે ચેતવણી આપતા તે સુઇ ગયો.પરી પણ પારસની બાજુમા તેનુ શરીર લંબાવતા,પારસના પ્રશ્નના ઉતરની શોધમાં,નાઇટ લેમ્પના અજવાળાની હાજરીમા વિચારવા લાગી.

“તમે…હજુ નથી સુતા,આ ધડીયાળ સામુતો જુવો,રાતનો એક વાગ્યો છે”રમીલાબેને રમણભાઇને કહ્યુ.

“અરે…હા…મને ખબર છે,હુ પારસના લગ્નના ખર્ચની યાદી ચેક કરતો હતો.મને એક ગ્લાસ પાણી પીવડાને”રમણભાઇએ રમીલાબેન ને જવાબ આપ્યો.રમીલાબેન પાણીનો ગ્લાસ રમણભાઇને આપે છે.

“તમને ખબર છે,કાલે આપણા પારસનો ખાસ દિવસ છે”રમીલાબેને પારસના ખાસ દીવસને,રમણભાઇને યાદ કરાવતા કહ્યુ.
“હા…મને ખબર છે, મને નીદંર ચડી છે”બગાસું ખાતા અને આંખો પરથી ચશ્મા ઉતારતા રમણભાઈ બોલ્યા.

“તો કાલે તેને આપણે કેવી રીતે ખાસ બનાવીશુ આપણા પારસ માટે ?”રમીલાબેને રમણભાઈને પુછ્યુ.
“તે તો સરપ્રાઇઝ છે ગાડી,કાલે તને ખબર પડી જશે,હવે મારે સુઇ જવુ છે”રમણભાઇએ લેપટોપની વિન્ડોને બંધ કરતા કહ્યુ.

“સારું….ના કહોતો કંઇ નહીં “રમીલાબેન બોલ્યા.રમણભાઇ તેની રૂમમા સુવા જાય છે .રમીલાબેન પણ તેના ધરનો મેઇન દરવાજો બંધ કરે છે અને તે પણ સુવા ચાલ્યા જાય છે.

પારસના રૂમની બારી માંથી સુરજનુ કિરણ તેના રૂમમા પડે છે. આ કિરણ પડતાની સાથેજ પારસ,આંખો ચોળતો ચોળતો,આળસ મરડતો મરડતો ઉભો થાય છે. ઉભો થઈ તે પોતાનો મોબાઇલ જોવે છે.તેના મોબાઈલમાં આવેલા મેસેજ તે જોવે છે,તો બોવ બધા મિત્રોની વીશ વાચવા મળે છે. .તે ફટાફટ બાથરૂમમાં જાય છે,નાહીને બાથરૂમ માથી બહારો આવે છે તો,તેના બેડ પર ન્યુ બ્રાન્ડ કપડા પડ્યા હોય છે.પારસ તે કપડા જોવે છે તો તેને એક ચિઠ્ઠી મળે છે.

“હેપ્પી બર્થ ડે ટુ યુ, માઇ ડીયર પારસ,તને એમ કે હુ પરીને પરેશાન કરુ,મારા બર્થ ડે નુ રાજ છુપાવીને,તારી આ પરેશાની તારો પોપટ બની ગઇ,મને ખબર હતી કે તારો બર્થ ડે છે,પરંતુ હુ જાણીજોયને તેનાથી અજાણ થઇ ગઇ હતી.ખોટુ લાગ્યુ હોય તો માફ કરજે પોપટ,મેની મેની હેપ્પી રીટઁન ઓફ ધ ડે.તારી મેના તને બર્થ ડે ગીફ્ટમા , આ કપડાની જોડી આપે છે.આઇ લવ યુ પોપટ”મશ્કરી ભરી આ ચિઠ્ઠી વાંચીને પારસ કાચની સામુ જોયને મલકાઇ રહ્યો હતો.

“ગાંડોતો નથી થઇ ગયો ને પારસ તુ,કેમ એકલો એકલો અરીસામા જોયને મરક મરક હસે છે” પારસની પાછળ આવીને ઉભેલા રમણભાઇ બોલ્યા.

“હવે,તમારી બાપ દિકરાની વાતો પતી હોય તો હુ અને પરી પારસના બર્થ ડે ની ઉજવણી કરીએ,પરી બેટા કેક લઇ આવ જલ્દી “પરીને બોલાવતા,થોડા ઉચા અવાજે રમીલાબેન બોલ્યા.

“હા,મમ્મી આવુજ છુ”ઉમળકાભરા ઉચા અવાજમા રમીલાબેન ને પરીએ જવાબ આપ્યો .પરી પોતે બનાવેલી કેક રૂમમા લઇને આવે છે.તે કેક પારસ કટ કરે છે.સવારની તે સુરજની રોશનીમા હેપ્પી બર્થ ડે ટુ યુ…ની સરગંમ ગુજે છે.

પારસ પહેલો કેકનો પીચ પરીને ખવરાવે છે,પરી પણ તેને કેકનો અડધો પીચ ખવરાવે છે,સાથે સાથે કેકથી પારનુ મો પણ રંગે છે.પારસના મમ્મી – પપ્પા તેને કેક ખવરાવે છે.પારસ તેના મમ્મી -પપ્પાના પગનો સ્પર્શ કરે છે.રમીલાબેન અને રમણભાઇ તેને આશીર્વાદ આપે છે.

“પરી બેટા,તુ પહેલા પારસને બર્થ ડે ગીફ્ટ આપ,પછી હુ અને તારી મમ્મી પારસને ગીફ્ટ આપીશુ”રમણભાઇએ પરીને અનુરોધ કરતા કહ્યુ.
“પપ્પા,તેને મને,મે પહેરેલા આ કપડા ગીફ્ટ કર્યા છે”કેકના આવરણથી ઢંકાયેલા ચહેરા સાથે પારસ બોલ્યો.

“પરી બેટા,તુ તો એડવાન્સ નિકળી હો,સરસ કપડા છે”પરીના વખાણ કરતા રમણભાઇ બોલ્યા.

“લે,બેટા આ તારી મમ્મી અને મારા તરફથી તારી બર્થ ડે ગીફ્ટ “રેડ કાગળથી ઢંકાયેલું કવર પારના હાથમા થમાવતા રમણભાઇ બોલ્યા.
“બસ,પપ્પા આટલા જ પૈસા,આટલા ઓછા પૈસામાં તો તમને બધાને હુ મારી બર્થ ડે પાર્ટી પણ નહી આપી શકું “ના ખુશ થતા પારસ બોલ્યો.
“ઉતાવળ ના કર પારસ,પહેલા તે કવર ખોલીને જોતો ખરો,કે શુ છે તેની અંદર”રમણભાઈ બોલ્યા.

“હજાર રૂપિયા હશે,મને ખબર છે”પારસે જવાબ આપ્યો.
“એક કામ કર,તુ તારી જાતેજ તે કવર ખોલીને જોયલે,કે તેમાં શુ છે”રમણભાઇએ પારસને તેની અસમંજસતાને દુર કરવાની કોશીશ કરતા કહ્યુ. આ સાંભળી પારસ તે કવર ખોલે છે,કવર ખોલતાની સાથેજ તે પરી સામે પ્રેમ ભરી નજરે જોવે છે.

“હવે બોલોતો ખરા શુ છે,તે કવરમા,આમ કયા સુધી મને જોયા કરશો”પરીએ પારસની આંખોમા આંખ મિલાવતા કહ્યુ.

“થેન્ક યુ મમ્મી પપ્પા”આભાર માનતા પારસ બોલ્યો.
“મેનુડી મમ્મી પપ્પાએ મને મારા બર્થ ડે ગીફટમા,આપણને હનીમુન પેકેજ આપ્યુ છે”પરીને તેના પોપટ પારસે કહ્યુ.પરી પણ પારસની આ ગીફ્ટથી ખુશ થઈ ગઇ.

“પારસ,તેમા તમારા હનીમુન ના બધાજ સ્થળની ડીટેલ,ટીકીટ,ટાઈમટેબલ છે.તારે અને પરીએ આજે સાંજે જ ફલાઇટ પકડવાની છે હનીમુન માટે,તો તૈયાર થઈ જજો”પારના મમ્મીએ પારસને કહ્યુ.

“સારું મમ્મી,તમે કહો તેમ”પારસે જવાબ આપ્યો.
પારસ અને પરી તેના હનીમુન ની તૈયારી કરે છે,બધોજ સામાન તે તૈયાર કરીને રાખે છે.
“રમીલા,તુ ચા બનાવ જલ્દી,પારસને એરપોર્ટ પર મુકવા જવાનો સમય થઇ જશે હમણા”રમણભાઇએ તેની પત્નીને કહ્યુ.
“સારું,હુ હમણાજ બનાવીને લાવું છુ”રમીલાબેને જવાબ આપ્યો.

“પારસ,પરી બેટા,નીચે આવો ચા બની ગઇ છે”પારસ અને પરીને બુમ મારતા રમીલાબેન બોલ્યા.
પારસ અને પરી ,વેસ્ટર્ન કપડા અને બ્લેક ગોગલ્સ પહેરી,ટ્રોલી બેગ લઈને હળવે હળવે સીડીના પગથીયા ઉતરે છે.બધા સાથે બેસીને ચાની ચુસ્કીઓની મજા માણે છે.રમણભાઇ ધરના બારણાં સામે કાર ઉભી રાખે છે.પારસ ટ્રોલી બેગને કારની ડીકી ખોલીને તેમા મુકે છે.રમીલાબેન ધરના બારણાને લોક લગાવે છે.પારસ,પરી અને રમીલાબેન કારમા બેસે છે.

રમણભાઇ કારને એરપોર્ટ તરફ હાકી મુકે છે. થોડીજ વારમાં તે બધા એરપોર્ટ પર પહોંચી જાય છે.પારસ કારની ડીકી માથી ટ્રોલી બેગ બહાર કાઢે છે.પારસ અને પરી રમણભાઇ અને રમીલાબેનના પગે પડે છે.રમીલાબેન અને રમણભાઇ તે બન્નેને આશીર્વાદ આપે છે.પરી અને પારસ ટ્રોલી બેગ લઇને પોતાની ફ્લાઈટ તરફ ચાલવા લાગે છે.રમીલાબેન અને રમણભાઇ પારસની ફલાઇટને આકાશમા ટેકઓવર થતા જોવે છે.ત્યાર બાદ રમણભાઇ અને રમીલાબેન કાર લઇને ધરે આવે છે.
“તમે,આપણા પારસના લગ્નની બધીજ જવાબદારી પુરી કરી દીધી આજે.”રમીલાબેને રમણભાઇને કહ્યુ.
“મેતો કયારની પુરી કરી દીધી તેની જવાબદારી,તને કેમ અત્યારે ખબર પડી”રમણભાઇએ પુછ્યુ.
“કેમ કે તમે અધુરી રહેલી પારસના લગ્નની તૈયારી તેને હનીમુન પર મોકલીને પુરી કરી દીધી “રમીલાબેને સ્મીત કરતા કહ્યુ.પારસ અને પરી,વીસ દિવસ પછી હનીમુન કરીને ધરે પાછા આવે છે.
“પરી, કાલે તુ કેક બનાવી રાખજે”પારસે પરીના માથામાં હાથ ફેરવતા કહ્યુ.
“સારું…હુ કેક બનાવી દઇશ,પણ તમારે કેકનુ શુ કામ છે? “પરીએ પારસના હાથને પકડતા કહ્યુ.

“બસ…મે કીધુ એટલે બનાવજે”પારસે જવાબ આપ્યો.
“સારું.. બનાવીશ”પરીએ જવાબ આપ્યો.

રમીલાબેન નવી સાડી પહેરીને બેઠા છે,રમણભાઈ પણ નવા કપડા પહેરીને,સવારની ચાની ચુસ્કી લેતા લેતા,છાપુ વાંચી રહ્યા છે.ત્યાજ પરી કેક લઇને આવે છે.રમણભાઇ ચાનો કપ અને છાપુ ટેબલ પર મુકે છે.
“પરી બેટા,આજે નાસ્તામા કેક બનાવી કે શુ?”રમણભાઇની નજરે પરીના હાથમા રહેલી કેકને જોતા પુછ્યુ.

“ના પપ્પા આજે નાસ્તામા કેક નથી,આ કેકતો તમારી અને મમ્મી માટે બનાવી છે”પરીએ જવાબ આપ્યો.
“પણ અમારા બે માટે કેમ બનાવી,તારી સાસુએ કીધુ તુ તને કેક બનાવાનુ”રમણભાઇએ પરીને પુછ્યુ.
“ના,મે કીધું હતું કેક બનાવા માટે તેને”પારસ અચાનક ટપકી પડ્યો.
“કેમ….તે કીધેલુ?”રમણભાઇએ પારસને પુછ્યુ.
“કેમ કે આજે તમારી અને મમ્મીની મેરેજ એનીવર્સરી છે એટલે”પારસે ચોખવટ કરતા જવાબ આપ્યો.
“હેપ્પી મેરેજ એનીવર્સરી મમ્મી- પપ્પા”પારસે વીશ કરતા તેના મમ્મી પપ્પા જોડે હાથ મિલાવા.

“ચાલો મમ્મી તમે અને પપ્પા જલ્દી ઉભા થાવ,કેક કટીંગ કરો?”પરીએ ચેકને ટેબલ ઉપર મુકતા બોલી.

“હા,પપ્પા જલ્દી કરો”પારસ બોલ્યો.
રમણભાઇ અને રમીલાબેન ઉભા થાય છે. બન્ને એકબીજાનો હાથ પકડીને કેક કટ કરે છે.વારાફરતી કેકના પીચ એકબીજાને ખવરાવે છે.બન્નેના ચહેરા એકબીજાની સામુ જોયને મલકાઇ રહ્યા હતા.

“લો આ આપની એનીવર્સરી ની ગીફ્ટ”પારસે ગીફટકવર તેના મમ્મી – પપ્પાના હાથમા આપતા કહ્યુ.

“અરે…બેટા,આ ગીફટની અમારે શુ જરૂર છે”રમણભાઇ બોલ્યા.
“પપ્પા તેની જરૂર છે,તેને ખોલીનેતો જુઓ તમે”પારસે કહ્યુ.
“સારુ,રમીલા આ કવર ખોલતો”રમણભાઇએ રમીલાબેન ને કહ્યુ.
રમીલાબેન તે ગીફ્ટ કવરને ઓપન કરે છે,તેની અંદર રહેલા પેપર રમણભાઇ તેના હાથમા લઇને જુવે છે.તે પેપરએ ચાર ધામની યાત્રાની ટીકીટ હતી.રમણભાઇ આ ટીકીટ જોયને પારસને ભેટી પડે છે.આ જોયને રમીલાબેન અને પરીની આંખો હરખના આંસુ થી ભરાઇ જાય છે.

“પારસ,તારે આ ચાર ધામની યાત્રા ની ટીકીટ અમારા માટે બુક કરાવાની કોઇ જરૂર નહોતી,આ પૈસા તને તારા ધંધામા કામ આવેત બેટા.”રમણભાઇએ પારસને કહ્યુ.

“અરે પપ્પા એવુ ના હોય,મારા માટે તમે ફિલ્મની ટીકીટ, વોટર પાર્કની ટીકીટ,સર્કસની ટીકીટ,સ્કુલના પ્રવાસની ટીકીટ,મેળામા મોતના કુવાને જોવાની ટીકીટ,મોલમા રહેલા હોરર હાઉસની ટીકીટ,મારા માટે હનીમુન ની ટીકીટ તેમજ લાવેલા,તમે આટલી બધી ટીકીટ મારા માટે લાવ્યા તો હુ તમારા માટે આ ચાર ધામની યાત્રાની ટીકીટ ના લાવી શકું”પારસે તેના પપ્પાને કહ્યુ.આસાંભળી રમણભાઇએ પારસને તેના ગળે લવાવી દીધો.રમીલાબેન પણ પારસને ગળે લગાવ્યો.પરીએ તેના મોબાઈલ ફોન નો ફ્રન્ટ કેમેરો ઓપન કયૉ અને બધાની સાથે એક સેલ્ફી ક્લીક કરી.

લેખક – ખોડીફાડ મેહુલ (ગુરુ)

ટીપ્પણી