સાઇલેન્ટ કીલર થાઈરોઈડનો અક્સીર ઉપચાર આયુર્વેદમાં અતિ મહત્ત્વનું સ્થાન ધરાવતા આ છોડમાં રહેલો છે.

થાઈરોઇડ એ લાઇફસ્ટાઇલને લગતો રોગ છે તે કોઈ પણને થઈ શકે છે. તે મુખ્યતે સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે.

રોજીંદા જીવનની દોડાદોડીમાં માણસ પોતાના ખાવાપીવાનો ખ્યાલ નથી રાખતો, તેમજ સતત પોતાના કામની ચિંતામાં રહ્યા કરે છે. અને માણસની આ જ જીવન શૈલીના કારણે આજે થાયરોઇડના પેશન્ટમાં વધારો થઈ રહ્યો છે. થાયરોઇડને સાલેન્ટ કીલર પણ કહેવામાં આવે છે.

થાઈરોઇડ ડોકમાં રહેલી એક ગ્રંથી હોય છે જે થાયરોક્સિનના હોર્મોનનું ઉત્પાદન કરે છે. અને આ હોર્મોન શરીરની ચયાપચયની પ્રક્રિયાને નિયમિત કરવામાં મદદ કરે છે. એટલે કે આ થાઇરોઇડ ગ્રંથી શરીરના મેટાબોલિઝમને નિયમિત રાખે છે. ટુંકમા થાઈરોઇડ ગ્રંથી શરીરમાં આવતા ભોજનને ઉર્જામાં બદલવાના કાર્યને નિયમિત રાખે છે.

પણ જ્યારે જ્યારે આ ગ્રંથીમાં ખલેલ પહોંચે છે એટલે કે જ્યારે જ્યારે આ ગ્રંથીમાંથી હોર્મોન્સ છૂટવાનું ઘટી જાય છે અથવા વધી જાય છે ત્યારે ત્યારે શરીરની તકલીફો વધવાની શરૂ થઈ જાય છે.

આધુનિક વિજ્ઞાનમાં થાઇરોઈડની આ અનિયમિતતા દૂર કરવાનો ઉપચાર છે જે ઘણો લાંબો છે. અને ઘણા લોકોને તેની અસર થતી પણ નથી.

થાઈરોઇડ હોર્મોન્સની ઉણપની અસરો

બાળકોમાં થાઈરોઇડના હોર્મોન્સની ઉણપ હોય તો તેમની ઉંચાઈ નથી વધતી તો મોટાઓમાં ચરબીનું પ્રમાણ વધવા લાગે છે.

આ સિવાય જો થાઈરોઇડ હોર્મોન્સ ઓછા થઈ જાય અને સાથે સાથે શરીરમાં આયોડિનનું પ્રમાણ પણ ઘટી જાય ત્યારે શરીરમાં થાક લાગવો, સુસ્તી રહેવી તેમજ અન્ય હોર્મોન્સના પ્રમાણમાં પણ અસંતુલન આવી જાય છે.

અને જો થાયરોઇડના પ્રોબ્લેમને અવગણવામાં આવે તો રોગ વકરી શકે છે અને શરીરની સ્થિતિ પણ કથળી શકે છે.

પણ આયુર્વેદમાં તેનો અકસીર ઉપચાર જણાવવામાં આવ્યો છે અને તે છે અશ્વગંધા.

આયુર્વેદમાં અશ્વગંધાને તેમાં રહેલી શરીરને ઉર્જા પહોંચાડવાની શક્તિઓના કારણે મહત્ત્વ આપવામાં આવ્યું છે. અશ્વગંધામાં ભરપૂર ઉર્જા હોવાથી તેનું નિયમિત સેવન કરવાથી શરીરમાં ઉર્જા રહે છે અને કાર્યક્ષમતા પણ વધે છે.

અશ્વગંધાના અમુક માત્રામાં નિયમિત સેવનથી થાઇરોઇડની અનિયમિતતા કાબુમા રહે છે.

અશ્વગંધાને તમે રોજ પાણી કે ચામાં 200થી 1200 મિલિગ્રામના પ્રમાણમાં ભેળવી સેવન કરી શકો છો.

આ ઉપરાંત તમે તેનો ગુગળ સાથે પણ ઉપયોગ કરી શકો છો અને જો સ્વાદ ન ગમતો હોય તો સાથે તુલસી પણ લઈ શકો છો.

જો કે તમારા શરીરની પ્રકૃતિ પ્રમાણે તમારે આ પ્રયોગ કરતા પહેલાં ડોક્ટરની કે વૈદની સલાહ લેવી જોઈએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ