આ લક્ષણોથી તમને થઇ શકે છે થાઇરોઇડ, જાણો અને આ રીતે કરો તેનો ઇલાજ…

એવાં ક્યાં લક્ષણો છે જે આપને થાઇરોઇડ છે કે નહીં તે જણાવે છે. તેમજ થાઇરોઇડને દૂર કરવાના ઈલાજ પણ જાણીશું.

વગર કારણે કે થોડુંક કામ કરીને થાક લાગવો આ કોઈ સામાન્ય વાત નથી. થાઇરોઇડનું એક લક્ષણ પણ હોઈ શકે છે. ચાલો જાણીએ આજે થાઇરોઇડને રોકવા માટે શું કરવું જોઈએ? તેમ છતાં જો થાઇરોઇડ થઈ જાય તો તેને જડમૂળથી કેવીરીતે દૂર કરવો એ વિશે પણ જાણીશું.

image source

આજની ઝડપી જિંદગીમાં થાઇરોઇડ એક સામાન્ય રોગ બની ગયો છે. થાઇરોઇડનો રોગ પુરુષો કરતા મહિલાઓમાં વધુ જોવા મળે છે. ગર્ભાવસ્થા દરમિયાન થાઇરોઇડ થવાથી ગર્ભમાં બાળકનો માનસિક વિકાસ અટકી જાય છે. જેથી એક મંદબુદ્ધિ બાળકના જન્મની શકયતા ઘણી વધી જાય છે. ઘણીવાર થાઇરોઇડના કારણે મહિલાઓ માતૃત્વનું સુખ પામી શકતી નથી.

image source

પુરુષો પણ ઘણીવાર થાઇરોઇડના કારણે પિતા બનવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. થાઇરોઇડને લઈને એક સામાન્ય ભ્રમ લોકોમાં પ્રચલિત છે કે થાઇરોઇડ થવાથી શરીર વધી જાય છે પણ હકીકત એ છે કે વધારે શરીર હોવાથી થાઇરોઇડ થવાની શકયતાઓ વધી જાય છે.

થાઇરોઇડ છે શું?

image source

થાઇરોઇડ એક પ્રકારની ગ્રંથિ છે જે ગળાના વચ્ચેના ભાગમાં હોય છે. આ ગ્રંથિનું વજન ૨૦ થી ૩૦ ગ્રામ હોઈ શકે છે. આ ગ્રંથિનું મૂળ કામ શરીરના તાપમાનને મેઇન્ટેન કરવાનું હોય છે. નાના બાળકોના મગજના વિકાસ માટે આ થાઇરોઇડ ખૂબ જરૂરી હોય છે. થાઇરોઇડ ગ્લેડમાંથી નીકળતું ટી-૩ અને ટી-૪ હોર્મોન્સમાં વધારો કે ઘટાડો થવો એ જ થાઇરોઇડ ડિસઓર્ડર કહેવાય છે.

થાઇરોઇડના લક્ષણો:

image source

જો આપે આખીરાત આરામ કર્યા પછી પણ કે શરીરને પૂરતી ઊંઘ મળ્યા પછી પણ જો આપને બેચેની કે થાક લાગ્યા કરે તો આપને થાઇરોઇડ હોઈ શકે છે. કોઈ કારણ વગર દુઃખી રહેવું કે તાણ રહ્યા કરવી, યાદશક્તિ ઓછી થવી, વધારે પડતી ભૂખ લાગવી, સેક્સની ઈચ્છા ના થવી, ત્વચા શુષ્ક બની જાય છે, ખોરાક પચવામાં તકલીફ પડવી, સ્ત્રીઓને માસિકધર્મ દરમિયાન ખૂબ પીડા થવી, માસિક સ્ત્રાવ ખૂબ વધી જાય છે. આવી સમસ્યાઓ આવે છે.

થાઇરોઇડ થવાના કારણો:

image source

થાઇરોઇડની ઉણપના કારણે , વજન વધવાના કારણે, થાઇરોઇડ વારસાગત પણ હોઈ શકે છે. વધુ પડતો સ્ટ્રેસના કારણે, દવાઓની સાઈડ ઇફેક્ટના કારણે.

કેવીરીતે જાણશો કે આપને થાઇરોઇડ છે કે નહીં.

image source

આની જાણકારી મેળવવા માટે થાઇરોઇડ ફંક્શન ટેસ્ટ કરાવવો. એકવાર બ્લડ સેમ્પલ લઈને તેમાં ટી-૩, ટી-૪ અને ટીએસએચના લેવલની તપાસ કરવામાં આવે છે. પીજીઆઈમાં થસીરોઇડની તપાસ ફક્ત ૧૦૦રૂ.માં થાય છે જ્યારે પ્રાઇવેટમાં ૨૦૦રૂ.માં પણ થઈ જાય છે.

કેવી રીતે કન્ટ્રોલ કરશો થાઇરોઇડને:

image source

આપે આપના વજન પર નિયંત્રણ રાખવું કારણ કે વધારે પડતું વજન પણ થાઇરોઇડ થવાનું એક કારણ છે. ઘણા લોકોમાં જોવા મળ્યું છે કે થાઇરોઇડ સરખું થઈ ગયા પછી પણ વજન ઘટાડી શકતા નથી. પતિપત્નીએ ફેમિલી પ્લાનિંગ પેહલા થાઇરોઇડ ટેસ્ટ જરૂરથી કરાવવો જોઈએ.

image source

ઘરમાં સરળતાથી મળી રહેતી હળદરમાં મેગ્નેશિયમ અને પોટેશિયમ મળી રહે છે જેનાથી થાઇરોઇડની સમસ્યામાં રાહત મળે છે. થાઇરોઇડના દર્દીએ દૂધ અને દહીંનો ઉપયોગ વધુ કરવો જોઈએ.

image source

દૂધ અને દહીંમાં રહેલ કેલ્શિયમ, મિનરલ્સ અને વિટામિન્સના કારણે થાઇરોઇડથી પીડિત પુરુષોના સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી રહે છે. થાઇરોઇડના દર્દીને વધુ થાક લાગતો હોવાથી તેમને મુલેઠીનું સેવન નિયમિત કરવું જોઈએ. મુલેઠી થાઇરોઇડમાં થતા કેન્સરને વધવાથી રોકી શકે છે.

image source

થાઇરોઇડની ગ્રંથિને વધતી રોકવા માટે ઘઉંનો ઉપયોગ ખૂબ લાભકારક સાબિત થાય છે. પ્રાચીન આયુર્વેદમાં પણ ઘઉંને થાઇરોઇડની તકલીફને દૂર કરવા માટે સરળ ઉપચાર માનવામાં આવ્યો છે.

image source

થાઇરોઇડના જે લક્ષણો છે તે અન્ય બીમારીઓમાં પણ જોવા મળે છે. આવી પરિસ્થિતિમાં થાઇરોઇડ છે કે નહીં તે જાણવું ખૂબ જરૂરી બની જાય છે. જો થાઇરોઇડની સારવાર યોગ્ય સમયે શરૂ ના કરવામાં આવે તો અન્ય રોગ પણ થવાની શકયતાઓ વધી જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ