જો વધી રહ્યુ છે …થાયરોઈડનાં કારણે તમારું વજન તો આ ૫ અચૂક ઉપાય તમારી મદદ કરશે

થાયરોઈડ થવાને કારણે તમારું વજન અચાનકથી વધી જાય છે તો આ ચિંતાનો વિષય છે…

આજકાલ ભાગદોડ ભરેલા જીવનમાં કોઇને પોતાના સ્વાસ્થયની ચિંતા નથી અને લોકોની બેફકાઈથી જ બિમારીઓ પણ થઈ જાય છે. થાયરોઇડ પણ વ્યકિતની અમુક લાપરવાહીથી જ થઈ જાય છે અને તેમા માણસનું વજન અચાનક જ વધવા લાગે છે. આમ તો થાયરોઈડ બે પ્રકારનાં હોય છે એકમાં તો શરીરનું વજન અચાનક ઓછું થવા લાગે છે. પરંતુ અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે જો થાયરોઈડનાં થવાના કારણે તમારું વજન ઓચિંતુ વધી જાય છે તો આ ચિંતાનો વિષય છે લક્ષણનો ખ્યાલ આવતા જ તમારે ડોક્ટરને બતાવી આવવું જોઈએ અને સમયસર તેનો ઈલાજ કરાવવો બરાબર રહે છે નહિતર આગળ ચાલીને તકલીફ થઈ જાય છે. થાયરોઈડનાં કારણે વધી ગયુ છે તમારું વજન તો આ ૫ અચૂક ઉપાય તમારી કરશે મદદ , તો તમારે આને કાબૂ કરવું જ પડશે.થાયરોઈડ એક બિમારી છે અને તે બીજી ઘણી બિમારીઓને પણ જન્મ આપે છે. આમાનું એક વજન વધારે છે અને એક ઓછું કરે છે અને બન્ને જ સેહત માટે સારા નથી માનવામાં આવતા. ઘણીવાર તો આ સમસ્યા એટલી વધી જાય છે કે પિડીત વ્યકિતનું હલન-ચલન પણ મુશ્કેલ જેવું થઈ જાય છે. જો તમે પણ આ તકલીફથી હેરાન થઇ રહ્યા છો તો આજ અને તમને આનાથી છૂટકારો મેળવવાનાં અમુક ઉપાય જણાવીશું.

ગ્લૂટન ડાઇટથી દૂર થાયરોઈડ કંટ્રોલ કરવા માટે થાયરોઈડ દર્દીઓ માટે ગ્લૂટન ડાઇટ ખૂબ નુકસાનકારક હોય છે. જો તમે પોતાની ગ્લૂકન ડાઇટ કંટ્રોલ કરો છો તો તેનાથી તમને વજન ઓછું કરવામાં મદદ મળે છે. આ ટીપ એ દર્દીઓ માટે વધારે ફાયદાકારક છે જે હાઈપોથાયરાડિજ્મથી પિડીત છે.

પાણી રામબાણ ઇલાજઆમ તો વ્યકિતને દિવસભરમાં વધુમાં વધુ પાણી પીવું જરૂરી હોય છે પરંતુ થાયરોઈડનાં દર્દીઓ માટે સ્વસ્થ રહેવાનો સૌથી સારો પ્રકાર આ છે કે તે પાણી વધુથી વધુ પીવે. આમ કરવાથી ન ફક્ત તમારું જમવાનું ડાયજેસ્ટ થશે પરંતુ તેનાથી તમારું વજન પણ ઓછું થાય છે. તેનાથી તમારી ભૂખમાં પણ કમી આવે છે અને શરીર હાઇડ્રેટ રહે છે, જેનાથી શરીરનાં બધા ઝેરી પદાર્થ પણ બહાર નિકળી જાય છે.

કસરતમાં ન કરવી લાપરવાહીફક્ત ડાઇટ કંટ્રોલ કરવાથી તમારું વજન ક્યારેય ઓછું નથી થઈ શકતું તેના માટે કસરત કરવી પણ ખૂબ જરૂરી છે. દરરોજ નિયમથી કસરત કરવાથી તમારું ડાયજેશન પણ સારું રહેશે અને સ્વાસ્થય પણ. તેના સાથે જ કસરતથી બ્લડ શુગરમાં પણ કમી આવશે અને હોર્મોન્સ સિક્રિટ થાય છે. તેનાથી વજન ઓછું થાય છે અને કસરતમાં સૌથી સારો પ્રકાર છે ચાલવું.

ભૂખ્યા ન રહેવું

થાયરોઈડમાં ક્યારેય ભૂખ્યુ ન રહેવું જોઈએ. થોડી થોડી વારમાં કંઈને કંઈ ખાતા રહેવુ અને એક સાથે બહુ બધુ જમવાનુ પણ તમને હેરાન કરી શકે છે. સમયની સાથે આ વાત પર પણ ધ્યાન રાખો કે તમે શું જમી રહ્યા છો. વધારે ખાંડને પોતાના જમણથી દૂર રાખો અને તેના સિવાય સંતુલિત ભોજન લો.

દવામાં ન કરો બિલકુલ ગડબડ ડોક્ટર પાસે તપાસ કરાવ્યા બાદ તમને ઘણીબધી દવાઓ મળે છે. એ દવાઓનો એક ચોક્કસ સમય હોય છે જેને તમારે ગાંઠ બાંધી લેવી જોઇએ અને સમય સમય પર એ દવા લેતા રહવું જોઈએ. તેના સિવાય ડોક્ટરનાં સંપર્કમાં પણ રહેવું જોઈએ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ