ચણા ના લોટ ના , ઘઉં ના લોટ ના , તીખા , ગળ્યા ઘણા પુડલા બનાવ્યા … ફાડા ના સુપર હેલ્ધી પુડલા બનાવ્યા ?? મને એક friend એ શીખવ્યા છે આ પુડલા , આજે આપ પણ ટ્રાય કરજો.
મૂળ ઘઉં ના ફાડા – થુલી અને પાલક માંથી બનતા આ સ્વાદિષ્ટ પુડલા હેલ્થી તો છે જ પણ સાથે સાથે diet recipe પણ છે. કેલરી બહુ ઓછી હોવાથી weight ઓછું કરવા માંગતા મિત્રો એ જરૂર થી ટ્રાય કરવું.. ચાલો જોઈએ રીત.
સામગ્રી ::
• 1 વાડકો ઘઉં ના નાના ફાડા -થુલી
• 1 નાની પણી પાલક
• 2 થી 3 લીલા મરચા
• આદુ નો નાનો કટકો
• મીઠું
• 1/2 ચમચી જીરા નો ભૂકો
• 2 ચમચી ઘઉં નો લોટ
• 2 ચમચી ચણા નો લોટ
• 3 ચમચી દહીં
• તેલ
રીત ::
સૌ પ્રથમ થુલી ને એકદમ ગરમ પાણી માં 4 થી 5 કલાક માટે પલાળી દો. આમ કરવા થી થુલી ફુલશે અને એકદમ સોફ્ટ થઈ જશે.
નોંધ :
• તેલ ના બદલે ઘી વાપરી શકાય.
• પાલક ના હોય તો કોથમીર પણ ચાલે.
• થુલી પલાળતી વખતે સાથે ઓટ્સ પણ ઉમેરી શકાય.
રસોઈની રાણી : રૂચી શાહ
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.