સુગર લેવલ ઉપર નીચે થયા કરે છે? અપનાવો આ ઉપાય ફક્ત ૧૦ મિનીટમાં થઇ જશે રાહત.

ડાયાબિટીસ જો વધી જાય તો ખૂબ ખતરનાક થઇ શકે છે. તેને જલ્દી જ કાબૂ કરવુ જરૂરી હોઈ છે. જાણો કેવી રીતે ફક્ત ૧૦ મિનિટમાં ડાયાબિટીસને નિયંત્રિત કરી શકાય છે. અસંયમિત ખાનપાન, માનસિક તણાવ, સ્થૂળતા, વ્યાયામનો અભાવ કે અન્ય અનુવાંશિક કારણોથી વર્તમાન સમયમાં ડાયાબિટીસના રોગીઓની સંખ્યા સતત વધતી જઈ રહી છે.

આ રોગને કંટ્રોલમાં રાખવા માટે ખાનપાન પર નિયંત્રણ ખૂબ જરૂરી છે. પરંતુ અમુક ચીજો એવી છે જેને જો તમે તમારી દિનચર્યામાં શામેલ કરી લેશો તો ક્યારેય ડાયાબિટીસ નહિ થાય અને જો થઈ ગયુ છે તો કંટ્રોલ થઈ જશે.

તમે ડાયાબિટીસને ફક્ત ૧૦ મિનિટમાં કંટ્રોલ કરવા ઈચ્છો છો. તો આ ટિપ્સ અજમાવો અને જુઓ તમને તેનો કેટલો લાભ થાય છે.

પોતાના ચપ્પલ દરવાજા પાસે રાખો

ડાયાબિટીસના દર્દીઓએ ક્યારેય ખુલ્લા પગે ના ફરવુ જોઈએ. જો તમે પોતાના ચપ્પલ દરવાજાની નજીક રાખો છો તો તમારા માટે પોતાને આ યાદ અપાવુ આસાન થશે કે બૂટ કે ચપ્પલ પહેર્યા વગર પોતાના રૂમની બહાર નથી નિકળવાનુ.

શરીરના ઈશારાને સમજો

આ તમે નહાતા પહેલા કે બાદમાં જોઈ શકો છો. પોતાના શરીર પર ખુશ્ક ચામડી, સોજા કે પછી લાલ નિશાનોને ધ્યાનથી જુઓ. ખાસ કરીને એવા નિશાનો પર ધ્યાન આપો જ્યાં નમી થઈ શકે છે. તમારી બગલ, છાતી પર, પગ વચ્ચે અને એડીઓ પર એવી સમસ્યાઓ સામાન્યરીતે થાય છે. પોતાના પગ પર વિશેષ ધ્યાન આપો. પોતાના શરીરના આ ખાસ અંગોને જોવા માટે તમે અરિસાનો પણ ઉપયોગ કરી શકો છો.

જલ્દી તપાસ

પોતાના એલારામ ક્લોક સાથે જ પોતાનુ ગ્લુકોઝ મીટર રાખો. આ તમને યાદ અપાવશે કે સવારે ઉઠતા જ સૌથી પહેલા તમારે તમારા બ્લડ શુગરની તપાસ કરવાની છે. સામાન્યરીતે ડોક્ટર તમને આ વાતની સલાહ આપે છે કે કેટલા સમયના અંતર બાદ તમારે તમારુ બ્લડ શુગર તપાસવુ જોઈએ અને તમારુ બ્લડ શુગર શું હોવુ જોઇએ. સામાન્યરીતે આ ૭૦ થી ૧૩૦ mg/dl હોઈ છે. અને ભોજન બાદ આ વધુ થઇ શકે છે, પરંતુ ૧૮૦ mg/dl થી ઓછુ.

હમેંશા પોતાની સાથે થોડા ગ્લુકોઝ બિસ્કિટ કે શુગર કેંડી રાખો. કારણ કે તમારા બ્લડ શુગરનુ સ્તર જો ૭૦ mg/dl થી નીચે આવી જાય છે તો તમારે ઘણી પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે. તમારા વિચારવાની સમજવાની શક્તિ પર તેની તરત અસર પડે છે, તમનૈ ભૂખ લાગી શકે છે અને સાથે જ અસહજ પણ અનુભવી શકો છો. જો તમે પોતાના શુગર લેવલને નિયમિત રાખો છો તો તેનાથી તમારુ રક્તચાપ પણ નિયંત્રણમાં રહે છે.

એવુ ભોજન કરો તો તમારા શુગરના લેવલને નિયમિત સ્તરથી ઉંચુ જવાથી રોકે છે. તેના માટે તમારે વધુ રેશેદાર ભોજન કરવુ જોઈએ અને તૈલીય ભોજનથી દૂર રહેવુ જોઈએ.

ડાયાબિટીસના દર્દીઓએ વધુ માત્રામાં પાણી પીવુ જોઈએ. ડાયાબિટીસના દર્દીઓમાં તરલ પદાર્થોની કમી થઈ જાય છે અને તમે વધુ પ્રમાણમાં પાણી પીને તે કમીને પૂરી કરી શકો છો. તેનાથી તમારી ત્વચા સ્વસ્થ રહેશે અને સાથે જ તેમાં નમી પણ જળવાઈ રહેશે.

તમારે દિવસમાં ઓછામાં ઓછી ત્રીસ મિનિટ વ્યાયામ કરવો જોઇએ. તમે ઈચ્છો તો તેને દિવસભરમાં ૧૦-૧૦ મિનિટના ત્રણ ભાગમાં વહેંચીને પણ કરી શકો છો. સૌથી સારુ આ રહેશે કે સવારે ૧૦ મિનિટની સ્ટ્રેંથ ટ્રેનિંગ કરવામાં આવે. બપોરે ભોજન બાદ દસ મિનિટ ઝડપી ચાલ ચાલવામાં આવે. અને સાંજે બગીચામાં આરામથી ફરવામાં આવે. સ્ટ્રેંથ અને કાર્ડિયો કસરતનો મેળ તમારા શરીરમાં બ્લડ શુગરના સ્તરને નિયંત્રિત રાખાવામાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે. તેના સાથે તેનાથી તમારું હ્દય પણ તંદુરસ્ત રહેશે.

ડાયાબિટીસના દર્દી આજકાલ યુવાનો પણ થઈ રહ્યા છે, જેનુ મોટુ કારણ ખોટુ ખાનપાન અને જીવનશૈલી છે. આ બિમારીને કારણે વ્યકિતને પોતાનુ શુગર લેવલ સતત ચેક કરતા રહેવાની સાથે જ તેને કંટ્રોલમાં રાખવુ પડે છે. તેમાં અમુક ઘરેલુ ઉપચાર ખૂબ કામ આવી શકે છે.

૧.ઘઉંના નાના-નાના રોપનો રસ અસાધ્ય બિમારીઓને પણ મટાડી શકે છે. તેના રસને ગ્રીન બ્લડના નામથી પણ ઓળખવામાં આવે છે. ઘઉંના જ્વારાનો અડધો કપ તાજો રસ રોજ સવાર સાંજ પીવાથી ડાયાબિટીસમાં લાભ થાય છે.

૨.તુલસીના પાનમાં એંટિઓક્સિડેંટ અને બાકી જરૂરી તત્વો રહેલા હોઈ છે, જેનાથી ઈઝિનોલ, મેથિલ ઈઝિનોલ અને કૈરિયોફૈલિન બને છે. આ બધા તત્વો મળીને ઈન્સુલીન જમા કરનાર અને છોડનાર કોશિકાઓને બરાબર રીતે કામ કરવામાં મદદ કરે છે. ડાયાબિટીસના લેવલને ઓછુ કરવા માટે રોજ બે થી ત્રણ તુલસીના પાન ખાલી પેટ લો. તમે તેનુ જ્યૂસ પણ પી શકો છો.

૩.બ્લડ શુગરના સ્તરને ઓછુ રાખવા માટે એક મહિના સુધી પોતાના રોજના આહારમાં ૧ ગ્રામ તજ શામેલ કરો.

૪.ગરમ પાણીમાં ગ્રીન ટીની એક બેગ ૨-૩ મિનિટ સુધી ડુબાડીને રાખો. પછી બેગ કાઢી લો અને આ ચાનો એક કપ સવારે કે ભોજન પહેલા સેવન કરો.

૫.ડ્રમસ્ટિક (અમલતાસ)ના થોડા પાન ધોઈને તેનો રસ કાઢો. એક ચર્તુથાઉંસ કપ રસ લો તેમજ બ્લડ શુગરના લેવલને નિયંત્રણમાં રાખવા માટે રોજ સવારે ખાલી પેટ તેને પી લો.

૬.ડાયાબિટીસ પર કંટ્રોલ કરવા માટે લીમડાના પાનનો રસ ભૂખ્યા પેટે પીવો જોઈએ. લીમડો ઈન્સુલીન સંગ્રહલ સંવેદનશીલતાને વધારે છે, રક્ત વાહિકાઓને પ્રસારિત કરીને રક્ત પરિસંચરણમાં સુધારો લાવે છે, બ્લડ ગ્લુકોઝના લેવલને ઓછુ કરે છે અને હાઇપોગ્લાસ્મિક અૌષધિયો પર નિર્ભરતા ઓછી કરે છે.

૭.ડાયાબિટીસના દર્દીઓ માટે સૌંફ ખૂબ ફાયદાકારક હોઈ છે. સૌંફ ખાવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. નિયમિત રીતે જમ્યા બાદ સૌંફ ખાવુ જોઈએ.

૮.૧૦ મિલીગ્રામ આમળાના જ્યૂસને ૨ ગ્રામ હળદરના પાઉડરમાં મેળવીને સેવન કરવાથી ડાયાબિટીસ પર નિયંત્રણ મેળવી શકાય છે. આ ઘોળને દિવસમાં બે વાર લો.

૯.ડાયાબિટીસના દર્દીઓને સંચળ સાથે જાંબુ ખાવા જોઈએ. તેનાથી લોહીમાં શુગરની માત્રા નિયંત્રિત થાય છે.

૧૦.કારેલાનો રસ શુગરની માત્રા ઘટાડે છે. ડાયાબિટીસ પર કંટ્રોલ કરવા માટે કારેલાનો રસ નિયમિત રીતે પીવો જોઈએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ