અમરનાથ યાત્રા પર જતા પહેલાં અચૂક ધ્યાનમાં રાખો આ 9 બાબત…

જેઠ મહિનાની પૂનમના દિવસે શરૂ થતી અમરનાથ યાત્રા શ્રાવણ મહિનાની પૂનમના દિવસે પૂરી થશે. આ વર્ષે અમરનાથ યાત્રા 29 જૂનથી શરૂ થશે અને 26 ઓગસ્ટ રક્ષાબંધનના દિવસે પૂરી થઈ જશે. રાજનાથ સિંહે પણ અમરનાથ યાત્રાને ધ્યાનમાં રાખીને સુરક્ષા વધારી દીધી છે તેમજ હાલમાં જ ઘાટીની મુલાકાત લીધી હતી. યાત્રાથી પહેલા શિવ ભક્તોમાં જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યાત્રા દરમિયાન શ્રદ્ધાળુંઓને કોઈ પણ પ્રકારની સમસ્યા ના થાય તે માટે શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડએ કેટલાંક નિયમો જાહેર કર્યા છે જેને ધ્યાનમાં રાખીને તમે તમારી યાત્રાનો સુખદ અનુભવ મેળવી શકો છો. તેમજ જો તમારે પણ અમરનાથ જવાની ઈચ્છા હોય તો અહીં તમને મહત્વપૂર્ણ ટીપ્સ છે જે ટ્રિપ દરમિયાન ધ્યાનમાં રાખીને તમે યાત્રાને સરળ બનાવી શકો છો.

Image result for 8-things-to-keep-in-mind-for-the-amarnath-yatra

1. ટેક્સી અને હેલિકોપ્ટર રાઈડ્સ-

ટેક્સીથી જમ્મુથી પહેલગામ પહોંચતા લગભગ 8 કલાક જેટલો સમય લાગે છે, જ્યારે બસમાં જવાથી 12 કલાક જેટલો સમય લાગે છે. તેમજ આગળ પહેલગામથી ચંદનવરી જવા માટે ટેક્સીની સુવિધા છે. તમે એકવાર ચંદનવરી પહોંચશો તો પહાડ પર ચઢવા માટે ત્યાં તમને ઘોડા, પાલખી મલશે . તેમજ જલ્દીથી પહોંચવા માટે પહેલગામથી પંતજર્ની તેમજ પહેલગામ અને બાલટાન-પંજતરીન-બાલટાન પહોંચવા માટે હેલિકોપ્ટરની સુવિધા ઉપલબ્ધ છે. તેમજ તેની ફી પણ ઓછી છે 2000 થી લઈને 5,000 રૂપિયા છે.

2. બાળકો, વડીલો અને મહિલાઓ પર પ્રતિબંધ
આ વખતે અમરનાથ યાત્રા 29 જૂનથી શરૂ થશે. આ યાત્રામાં 13 વર્ષ કરતા ઓછી ઉમરના બાળકો અને 75 વર્ષ કરતા વધારે ઉંમરના વડીલોને જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડએ આ યાત્રા વિશે કહ્યું કે, મહિલા તીર્થયાત્રી, તીર્થયાત્રા દરમિયાન સાડી ન પહેરવી અને તેમને યાત્રા દરમિયાન પેન્ટ-શર્ટ પહેરવાની સલાહ આપવામાં આવી છે. તેમજ 6 સપ્તાહ કરતા વધારે ગર્ભવતી મહિલાઓને આ યાત્રામાં જવાની પરવાનગી આપવામાં નથી આવી.

3. અમરનાથ યાત્રામાં ખાવા-પીવાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે

અમરનાથની યાત્રા દરમિયાન લંગર શરૂ કરવામાં આવે છે અને દરરોજ અલગ અલગ ભોજન બનાવામાં આવે છે અને અહીં ભક્તોને ભોજન મફતમાં આપવામાં આવે છે. તેમજ સવારે નાસ્તામાં ભક્તો માટે રોટલી, ભાત, ઈડલી બનાવામાં આવે છે અને રસ્તામાં ચાલતી વખતે ચોકલેટ અને ડ્રાઈફ્રૂટ પણ આપવામાં આવે છે. દરેક શ્રદ્ધાળુઓ માટે પર્યાપ્ત પાણી છે, તેમજ ગરમ પાણીની પણ સુવિધા આપવામાં આવે છે. તેમજ આ ગુફાની બહાર એક સ્થાનિક બજાર છે જ્યાં કાશ્મીરી કેસર, બદામ, જરદાળુ અને અન્ય વસ્તુઓ મળે છે.

4. રાતે ઉંઘવા માટે ટેન્ટની સુવિધા છે

રસ્તામાં રાતે નિવાસ કરવા માટે ઠેરઠેર ટેન્ટ બાંધવામાં આવ્યા છે જેથી કરીને ભક્તોને નિવાસ કરવા માટે અને આરામ કરવામાં મુશ્કેલી ન થાય. તેમજ પહેલગામના નુનવાનથી ટેન્ટની સુવિધા શરૂ થાય છે. તેમજ રાતે ઉંઘતી વખતે ઠંડી ના લાગે તે માટે ટેન્ટમાં ગરમ ધાબળા અને ગાદલાની સુવિધા હોય છે.

5. અમરનાથ યાત્રા દરમિયાન ગરમ કપડા પહેરવા-

 શ્રદ્ધાળુંઓ પોતાની સાથે ગરમ કપડા રાખવા કેમ કે, ત્યાં જઈને તાપમાન ક્યારેક ક્યારેક પાંચ ડિગ્રી સેલ્સિયસ કરતા પણ ઓછું થઈ જાય છે. તેમજ પોતાની સાથે છત્રી પણ રાખવી અથવા રેનકોટ રાખવો અને વોટરપ્રૂફ શૂઝ પહેરવા. કેમ કે, યાત્રા દરમિયાન ગમે ત્યારે વાતાવરણમાં પલટો આવી શકે છે. તેમજ બહુ બધા સ્વેટર સાથે રાખવા અને એક ટોર્ચ રાખવી. યાત્રા દરમિયાન ધોતી પહેરવામાં કે સ્લીપર પહેરવામાં ક્યારે પણ શરમ ન રાખવી.

6. અમરનાથ યાત્રા માટે શુઝ
ભક્તો યાત્રા દરમિયાન જે શૂઝ પહેરતા હોય તેની જગ્યાએ વોટરપ્રૂફ શૂઝ પહેરવાની સલાહ આપવામાં આવે છે. કેમ કે, આ શૂઝ પ્લાસ્ટિક અને રબરના બનેલા હોય છે તેથી તેમાં છિદ્રો નથી પડતા. અને તેનાથી સરળતાથી બરફમાં અને પાણીમાં ચાલી શકાય છે. તેથી બને ત્યાં સુધી વોટરપ્રૂફ શૂઝ પહેરવા.

7. ફરજિયાત મેડિકલ એક્ઝામ આપવી
વર્ષ 2014થી અમરનાથ યાત્રા જતા પહેલા મેડિકલ એક્ઝામ ફરજિયાત બનાવામાં આવી છે. મેડિકલ સર્ટીફિકેટ વગર તમને અમરનાથા યાત્રામાં આગળ જવા નહીં મળે. તેમજ હેલિકોપ્ટરમાં સવારી કરવા માટે પણ તમારે ફરજિયાત મેડિકલ સર્ટીફિકેટ આપવું જરૂરી છે. આ મેડિકલ સર્ટીફિકેટ શ્રી અમરનાથ બોર્ડ દ્વારા સૂચિત ટોક્ટરો આપે છે.

8. ફોટોગ્રાફી કરવાની અને કચરો કરવાની મનાઈ છે

Related imageએક વખત તમે પવિત્ર અમરનાથની યાત્રા શરૂ કરશો ત્યારે તમને અંદર કેમેરો લઈ જવાની પરવાનગી આપવામાં આવશે નહીં. તેમજ ત્યાં પ્રવાસીઓના કારણે પર્યાવરણને નુકસાન ન થાય તે માટે સ્વયંસેવકો પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે ખૂબ જ મહેનત કરે છે. તેથી ભારતીય સેના દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકા રાખવી અને તેમાં આપવામાં આવેલા સૂચનોનું પાલન કરવું.

9. અમરનાથ યાત્રા દરમિયાન સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું

Image result for 8-things-to-keep-in-mind-for-the-amarnath-yatraઅમરનાથ યાત્રા દરમિયાન શ્રદ્ધાળુંઓને ઉંચાઈ સુધી પહોંચવાનું હોય છે. કેમ કે, 14,500 ફૂટની ઉંચાઈ પર મંદિર આવેલું છે. તેમજ તમારી શ્રદ્ધા અને ઈચ્છાશક્તિ હોવી જોઈએ. જેના કારણે તમારા અંદરથી જ શારીરિક ઉર્જાનો સંચાર થશે. તેમજ સ્વાસ્થ સારું રાખવા માટે પાણી પીવું, પૂરતો આરામ કરવો અને સારી રીતો ખોરાક લેવો. તેમજ ઘરેથી સૂંઠની ગોળી બનાવીને સાથે રાખવી અને દરરોજ આ સૂંઠની ગોળી ખાવી તેનાથી શરદી કે તાવ નહીં આવે. તેમજ અમુક રસ્તા એવા વાકા-ચૂકા હોય છે જ્યાં તમારે ચઢવાનું હોય છે તો અમુક રસ્તા એકદમ સીધા હોય છે જ્યાં તમને ચાલવામાં સરળતા રહે છે.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ

ટીપ્પણી