બોલિવૂ઼ડની આ અભિનેત્રીઓ વચ્ચે છે છત્ત્તીસનો આંકડો, એકબીજાનો ચહેરો જોવાનું પણ પસંદ નથી કરતી

સામાન્ય રીતે ઘરમાં બે મહિલાની વચ્ચે નથી બનતું તેવી જ રીતે બોલિવૂ઼ડમાં મોટાભાગની અભિનેત્રીઓને એકબીજા સાથે નથી બનતું. એટલા માટે આ અભિનેત્રીઓ ક્યારે એકબીજાની મિત્ર ન થઈ શકે. રસપ્રદ વાત એ છે કે, રીલ લાઈફમાં થતા ઝગડા ઘણી વખત સ્ટાર્સની રિયલ લાઈફને અસર કરે છે. બોલિવૂડમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જેમની વચ્ચે ક્યારે મિત્રતા શક્ય નથી.

બોલિવૂડમાં એવા કેટલાંક ઝગડાઓ છે જેને લાંબા સમય સુધી મીડિયાનું ધ્યાન ખેંચ્યું હોય. કરીના કપૂરે એક વખત બિપાશા બાસુને કાલી બિલ્લી કહ્યુ હતું. કરીના અને બીપાશાના આ ઝગડા વિશે તો બધાને ખબર છે, પરંતુ બોલિવૂ઼ડમાં અત્યાર સુધીમાં અભિનેત્રીઓ વચ્ચે ઘણા ઝગડાઓ થઈ ગયા છે. ઘણી વખત બોલિવૂડના ફેમશ સ્ટાર્સ દુશ્મની ભુલાવીને ફરીથી મિત્ર બની જતા હોય છે. તો અમુક સંબધોમાં ક્યારે પણ એકબીજા માટેની કડવાહટ દૂર નથી થતી. આજે અમે તમને જણાવીશું બોલિવૂ઼ડની તે અભિનેત્રીઓ વિશે જેમની વચ્ચે છત્ત્તીસનો આંકડો છે, જેમને એકબીજા સાછે જરાય નથી બનતું તેમજ એકબીજાને જોવાનું પણ પસંદ નથી કરતા.

1. કરીના કપૂર- બિપાશા બાસૂ

ફિલ્મ ‘અજનબી’ માં કરીના કપૂર અને બિપાશા બાસૂએ સાથે કામ કર્યું હતું, રિપોર્ટના અનુસાર, બિપાશાએ કરીનાના કપડાને લઈને મજાક ઉડાવી હતી. તેના પછી કરીનાએ તેણે કાલી બિલ્લી કહી દીધું હતું. બસ ત્યારથી આ બંને વચ્ચે અબોલા છે. અને એકબીજાની દુશ્મન બની ગઈ છે.

2. સોનમ કપૂર- દીપિકા પાદૂકોણ

બોલિવૂડ ફેન્સની વચ્ચે તે વાત સામાન્ય છે કે રણબીર કપૂર દીપિકા પાદુકોણ અને સોનમ કપૂર બંનેનો બોયફ્રેન્ડ રહી ચૂક્યો છે. આ વાતને લઈને દીપિકા અને સોનમની વચ્ચે ઝગડો થયો હતો.

3. સોનાક્ષી સિંહા-કેટરીના કેફ

રિપોર્ટસના અનુસાર, સોનાક્ષી સિન્હાએ કેટલીક બ્રાન્ડ માટે એડ કરી છે જે કેટરીના કેફને મળવાની હતી. તેને લઈને બંને અત્રિનેત્રી વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ.

4. પ્રિયંકા ચોપરા અને કરીના કપૂર

પ્રિયંકા ચોપરા અને કરીના કપૂરની વચ્ચે પણ નથી બનતું તેને લઈને કેટલી ચર્ચા પણ મીડિયામાં થઈ છે. આ બંને અભિનેત્રીએ એક-બીજા પર આપેક્ષો કરે છે.

5. કેટરીના કેફ અને અનુષ્કા શર્મા

કેટરીના કેફ અને અનુષ્કા શર્માની વચ્ચે પણ મનમેળ નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમની વચ્ચે મેકઅપ મેનને લઈને ઝગડો થયો હતો. તેથી તેઓ એકબીજા સાથે વાત નથી કરતા.

6. સોનાક્ષી સિંહા અને ઝરીન ખાન

સોનાક્ષી સિંહા અને ઝરીન ખાનની ફિલ્મ રેડીને લોન્ચના સમયે કંઈક અણબનાવ બન્યો હતો. સોનાક્ષીએ ઝરીનથી નારાજ થઈને લોન્ચ ઈવેન્ટ છોડીને જતી રહી હતી.

7. જેકલીન ફર્નાન્ડિઝ-ડેઝી શાહ

જેકલીન ફર્નાન્ડિઝ અને ડેઝી શાહ બંને આજકાલ ફિલ્મ રેસ 3 ની શૂટિંગ કરી રહ્યા છે. સૂત્રોના અનુસારસ આજકાલ આ બંનેના સંબંધોમાં તિરાડ પડી ગઈ છે તેમજ શૂટિંગમાં પણ તેમણે પ્રેમથી રહેવા માટે કહેવામાં આવે છે.

8. સોનમ કપૂર અને એશ્વર્યા રાય-

કહેવામાં આવે છે કે, વર્ષ 2008માં એશ્વર્યા રાયને સોનમ કપૂરની સાથે રેડ કાર્પેટ પર આવવાની ના પાડી હતી. તેના પછી સોનમે એશ્વર્યાને આન્ટી કહ્યુ હતું.

લેખન.સંકલન : પ્રિયંકા પંચાલ 

બોલીવુડ જગતની સેલીબ્રીટી વિશે અવનવું જાણવા માટે લાઈક કરો અમારું પેજ ” જલ્સા કરોને જેંતીલાલ” 

ટીપ્પણી