‘સસુરાલ સિમર કા’ની અભિનેત્રી બની મા, દિવ્યાંકાએ શેર કર્યો ફોટો

ટીવીની મશહૂર અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીની બેસ્ટ ફ્રેન્ડ અને ‘સસુરાલ સિમર કા’ માં છેલ્લે જોવા મળેલી સ્નેહલ સહાય મા બની ગઈ છે. તેમને એક દીકરીને જન્મ આપ્યો છે અને આ ગૂડ ન્યૂઝને ખુદ દિવ્યાંકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે. એટલું જ નહીં આ ખુશખબરી સાંભળતા દિવ્યાંકા પોતાની બેસ્ટ ફ્રેન્ડ સ્નેહલ અને તેની બાળકીના સમાચાર લેવા માટે હોસ્પિટલ પહોંચી હતી.

તેમજ પતિ કિરણ ગિરી સહિત સ્નેહલની ખાસ મિત્ર અભિનેત્રી દિવ્યાંકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર તસવીર પોસ્ટ કરી છે. દિવ્યાંકા ત્રિપાઠી દહિયાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હોસ્પિટલની તસવીર શેર કરી છે, તેમાં સ્નેહસ બેડ પર આરામ કરે છે અને તેના પતિના હાથમાં બાળકી દેખાય રહી છે.

તેમજ દિવ્યાંકાએ આ તસવીરની સાથે કેપ્શન આપ્યું છે ‘હેપ્પી માસી’. હકીકતમાં પોતાના ડેબ્યૂ શો ‘બનૂ મૈ તેરી દૂલ્હન’ ના સમયથી દિવ્યાંકા અને સ્નેહલ સારા મિત્રો બન્યા હતા અને અત્યારે પણ દિવ્યાંકા અને સ્નેહલ બેસ્ટ ફ્રેન્ડ છે.

તમને જણાવી દઈએ કે, દિવ્યાંકા અને વિવેક દહિયાએ સ્નેહલ માટે બેબી શાવર પણ ઓર્ગેનાઈઝ કર્યો હતો. દિવ્યાંકાના લગ્નમાં સ્નેહલે બહુ મસ્તી કરી હતી. તેમજ સ્નેહલે પોતાની બેસ્ટ ફ્રેન્ડ દિવ્યાંકા લગ્નમાં બધી તૈયારીઓ જાતે કરી હતી. સ્નેહલ અને દિવ્યાંકાએ ‘બનૂ મૈ તેરી દુલ્હન’ માં સાથે કામ કર્યું છે અને ત્યારથી તેઓ બેસ્ટ ફ્રેન્ડ છે. તેમની મિત્રતા દાયકાઓથી છે.

સસુરાલ સિમર કા માં જોવા મળેલી સ્નેહલને નેહા નામથી પણ ઓળખવામાં આવે છે. તેમજ તેને 2012માં કિરણ ગિરી સાથે લગ્ન કર્યા હતા. તેમજ સ્નેહલ અને કિરણનું આ પહેલું સંતાન છે. તે પોતાના લગ્ન જીવનમાં ખુશ છે.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ 

ટીપ્પણી