લોકપ્રિય ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ની જેમ જ એના કલાકારો પણ દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય છે. એમની લોકપ્રિયતા એટલી હદ સુધી વધી ગઈ છે કે લોકો એ કલાકારોના સાચા નામને બદલે એમને એમના પાત્રોના નામથી જ વધુ ઓળખવા લાગ્યા છે.. ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’માં જેઠાલાલ, બાપુજી, દયાબેન, મિસ્ટર અને મિસિસ સોઢી, બબીતા, અને ટપ્પુ સેના સહિત ભાગ્યે જ કોઈ એવું પાત્ર હશે જેને દર્શકોના દિલમાં જગ્યા ન બનાવી હોય. બાઘા અને બાવરીના પાત્રોને પણ દર્શકોએ ખૂબ જ પ્રેમ આપ્યો છે. પણ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ સિરિયલમાં કેટલાક એવા પાત્રો પણ છે જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યા હતા પણ હવે એ આ સિરિયલનું ભાગ નથી. અને એ જ કારણે સિરિયલમાં હવે દર્શકોને પહેલાં જેવી મજા આવતી નથી. આ સીરિયલના દર્શકો ગરબા કવીન દયાભાભી નું પાત્ર ભજવનાર દિશા વકાણીને ખૂબ જ મિસ કરે છે.
આજે અમે તમને જણાવીશું એવા કલાકારો વિશે જે એક સમયે આ સિરીયલનો ભાગ હતા પણ હવે આ સિરિયલ છોડીને જઈ ચુક્યા છે. તો ચાલો જોઈએ કોણ કોણ સામેલ છે આ લિસ્ટમાં.
ઝીલ મહેતા (સોનુ)

ઝીલ મહેતાએ આ સીરિયલમાં ગોકુલધામ સોસાયટીના એકમેવ સેક્રેટરી એવા આત્મારાત ભીડે અને માધવી ભીડેની દીકરી સોનૂનો રોલ ભજવ્યો હતો. ઝીલ વર્ષ 2008થી 2012 સુધી ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’નો ભાગ હતી, પણ પછીથી અભ્યાસના કારણે તેમને સિરિયલ છોડી દીધી હતી.ઝીલ ત્યારે ફક્ત 9 વર્ષની જ હતી.પણ હવે ઝીલ ઘણી જ મોટી થઈ ગઈ છે.
નિધિ ભાનુશાલી (સોનુ)

ઝીલ મહેતાએ આ સિરિયલ છોડી ત્યાર બાદ સોનૂના રોલમાં એક્ટ્રસ નિધિ ભાનુશાલી જોવા મળી હતી. પણ નિધીએ પણ ઝીલની જેમ પોતાનો અભ્યાસ પૂરો કરવા માટે આ શો છોડી દીધો હતો. અને એ બાદ અભિનેત્રી પલક સિધવાનીને સોનુના રોલ માટે પસંદ કરવામાં આવી હતી.
મોનિકા ભદોરિયા (બાઘાની ગર્લફ્રેન્ડ બાવરી)

આ સિરિયલમાં મોનીકા ભદોરીયાએ બાઘાની ગર્લફ્રેન્ડ બાવરીનું પાત્ર ભજવ્યું હતું. અને આજે પણ દર્શકો તેમને ખૂબ જ યાદ કરે છે. તમને જણાવી દઈએ કે મોનીકા આ સિરિયલ સાથે લગભગ છેલ્લા 6 વર્ષથી જોડાયેલી હતી અને એને જ્યારે ઓચિંતા જ આ સિરિયલ છોડવાનો નિર્ણય કર્યો ત્યારે તેમમાં ચાહકોને મોટો ઝટકો લાગ્યો હતો.
કવિ કુમાર આઝાદ (ડોકટર હાથી)

તારક મહેતા કા ઉલટા ચશ્મા સીરિયલના ડૉક્ટર હાથી તો તમને યાદ જ હશે. કવિ કુમાર આઝાદે ડૉક્ટર હાથીના પાત્રને એકદમ જીવંત બનાવી દીધું હતું. કવિ કુમાર આઝાદ પહેલા નિર્મલ સોની ડોકટર હાથીનું પાત્ર ભજવી રહ્યા હતા પણ સીરિયલના મેકર્સ સાથે મતભેદ થતા તેમને આ શો છોડી દીધો હતો. એ પછી ડોકટર હાથી તરીકે કવિ કુમાર આઝાદને સાઈન કરવામાં આવ્યા હતા. તેમને આ સીરિયલમાં લગભગ 9 વર્ષ સુધી કામ કર્યું પણ પછીથી એમનું નિધન થઈ ગયું હતું અને એમના નિધન બાદ ફરીથી ડોકટર હાથી તરીકે નિર્મલ સોનીની એન્ટ્રી થઈ.‘
ભવ્ય ગાંધી (ટપ્પુ)

આ સીરિયલમાં ‘ટપ્પુ’નું પાત્ર ભજવનાર ભવ્ય ગાંધી તો નાના મોટા દરેકના હૈયે વસી ગયો હતો. ભવ્ય આ સિરિયલ સાથે લગભગ 8 વર્ષ સુધી જોડાયેલો રહ્યો હતો પણ ભવ્યના કહેવા મુજબ જ્યારે ભવ્યને એના પાત્રનો કોઈ વિકાસ ન જણાયો ત્યારે એને આ સિરિયલ છોડી દીધી. હાલ આ સીરિયલમાં ટપ્પુનું પાત્ર અંકદત ભજવી રહ્યો છે.
દિલખુશ રિપોર્ટર (મિસિસ સોઢી)

દિલખુશ રિપોર્ટરે ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’માં મિસિસ રોશન સિંઘ શોઢીનું પાત્ર ભજવ્યું હતું. પણ પોતાના અને પોતાના પરિવારના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને તેમને આ સિરિયલ છોડી દીધી. હાલ આ સીરિયલમાં તેમની જગ્યા જેનીફર મિસ્ત્રીએ લીધી છે.
મિહિકા વર્મા (રીટા રિપોર્ટર)
આ સીરિયલમાં રીટા રિપોર્ટરનું પાત્ર પહેલાં પ્રિયા આહૂજા ભજવી રહી હતી. આ પછી કોઈ કારણસર તેમને સિરિયલ છોડી દીધી હતી. એ પછી મહિકા વર્માએ આ સીરિયલમાં રીટા રિપોર્ટરના પાત્રમાં એન્ટ્રી લીધી હતી. પણ થોડા સમય બાદ ફરી રીટા રિપોર્ટર તરીકે પ્રિયા આહુજાની એન્ટ્રી થઈ.
દિશા વકાણી (દયા બેન)

આ સિરિયલનું સૌથી રસપ્રદ પાત્ર એટલે દયા બેન. સૌથી હિટ અને યાદગાર દયાબેનને આ સીરિયલના દર્શકો ખૂબ જ યાદ કરી રહ્યા છે. સિરિયલમાં દિશા વકાણી દયાબેનનો રોલ ભજવતી હતી. પણ દિશા વકાણીએ બે વર્ષ પહેલાં પોતાની પ્રેગ્નનસીના કારણે આ લસિરિયલ છોડી દીધી હતી, અને એ પછી હજી સુધી તે સીરિયલમાં પરત નથી ફરી. ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ના મેકર્સની સાથે-સાથે દયા બેન ઉર્ફે દિશા વકાણીએ ફેન્સના દિલમાં પણ આગવી જગ્યા બનાવી લીધી છે. હવે લોકો દયાબેનના રોલમાં બીજા કોઈને જોવા તૈયાર નથી

નેહા મહેતા (અંજલી ભાભી)
નેહા મહેતા તારક મહેતા કા ઉલટા ચશ્મા સીરિયલમાં તારક મહેતાની પત્ની અંજલી ભાભીનું પાત્ર ભજવી રહી હતી. થોડા સમય પહેલા નેહાએ આ શોને છોડી દીધો છે. એવી ખબર આવી હતી કે નેહા અને શોના મેકર્સ વચ્ચે કઈ મતભેદ ચાલી રહ્યો હતો. જેના કારણે નેહાએ શો છોડી દીધો. હવે અંજલી ભાભીનો રોલ સુનેના ફોજદાર કરી રહી છે.
લાડ સિંહ (મિસ્ટર શોઢી)

એક્ટર લાડ સિંહ માને પણ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ સિરિયલમાં મિસ્ટર સોઢીનો રોલ ભજવ્યો હતો, પણ દર્શકોને તેમનો અંદાજ પસંદ નહોતો આવ્યો આ પછી સિરિયલમાં જૂના સોઢી એટલે કે, એક્ટર ગુરુચરણ સિંહની એન્ટ્રી થઈ હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong