તમારા રસોડામાં હાજર આ વસ્તુઓની મદદથી એસિડિટીની સમસ્યાને હંમેશ માટે કરી દો દૂર…

એસિડિટી એટલે કબજિયાત. આ એક એવી સમસ્યા છે જે શરૂઆતના સમયમાં નાની અને સામાન્ય લાગે છે, પરંતુ જ્યારે આ સમસ્યા થાય છે, ત્યારે તે વ્યક્તિને ખુબ જ તકલીફ થાય છે જે આ સમસ્યા સાથે સંઘર્ષ કરી રહ્યો છે. ઘણીવાર વ્યક્તિને આ સમસ્યાથી રાહત મેળવવા માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવું પડી શકે છે. આવી સ્થિતિમાં, જો તે વ્યક્તિ નોકરી પર અથવા કોઈ પ્રસંગમાં હોય તો તેમને આ સમસ્યા સહન કરવી ખુબ મુશ્કેલ બની જાય છે. પરંતુ હવે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે અમે તમારા માટે કેટલાક ઘરેલું ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમે આ સમસ્યાથી તરત જ રાહત મેળવી શકો છો. તો ચાલો જાણીએ આ ઉપાય વિશે.

ફુદીનો

image source

દરેક બીમારીમાં ફુદીનાનો ઉપયોગ ફાયદાકારક જ હોય છે. જો તમને પેટમાં ગેસ અથવા એસીડીટીની સમસ્યા છે તો ફુદીનાની ચટણી, ફુદીનાનું જ્યુસ અથવા ગ્રીન ટીનુ સેવન કરી શકાય છે, કારણ કે ગ્રીન ટીમાં પણ ફુદીનો હોય જ છે.

કાળા મરી

image source

કાળા મરીનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે. તમે કાળા મરીના પાવડરનું સેવન પાણી સાથે કરી શકો છો અથવા તેને લીંબુ શરબતમાં મિક્સ કરીને પણ પી શકો છો. આ તમારા પાચનને સારું બનાવે છે સાથે તમારી ગેસ અને એસીડીટીની સમસ્યા દૂર કરે છે.

વરિયાળી

વરિયાળીનું સેવન ગેસ અને એસીડીટીની સમસ્યાથી આપણને બચાવે છે. આ માટે તમે જમ્યા પછી તરત જ થોડી વરિયાળી લો અને તેને ધીરે-ધીરે ચાવીને ખાઓ.

આદુ

image source

આદુના રસમાં થોડું ગરમ પાણી અને સાકર મિક્સ કરીને પીવાથી એસીડીટીની સમસ્યા દૂર થાય છે અથવા તમે આદુવાળી ચા પણ પી શકો છો.

લીંબુ

image source

કદમાં નાનું લીંબુ ઘણા ગુણધર્મોથી ભરપૂર હોય છે. જો કોઈને પેટમાં અપચો અથવા એસીડીટીની સમસ્યા થાય છે તો તરત જ લીંબુ પાણી અથવા લીંબુની ચાનું સેવન કરવું જોઈએ.

અજમો

image source

પેટની દરેક સમસ્યા જેમ કે અપચો, ગેસ, એસીડીટી અથવા પેટમાં કૃમિ જેવી સમસ્યાને દૂર કરવા માટે અજમો ફાયદાકારક છે. જો તમને પેટમાં કોઈ સમસ્યા થાય છે તો તરત જ એક ચમચી અજમાને ગરમ પાણી સાથે પીવો. આ તમારા પેટની સમસ્યા તરત જ દૂર કરશે.

આમળા

image source

આમળા વાળના સ્વાસ્થ્ય માટે તો ફાયદાકારક છે જ સાથે તે એસીડીટીની સમસ્યામાં પણ રાહત આપે છે. હકીકતમાં, વિટામિન સીથી ભરપૂર આમળા પેટમાં દુખાવો, ગેસ, પેટનું ફૂલવું જેવી દરેક પેટમાં થતી સમસ્યામાં રાહત આપે છે.

કેળા

image source

આ ફળ એક પ્રાકૃતિક એન્ટાસિડ છે, જે પેટમાં બળતરા જેવી સમસ્યાઓમાં તાત્કાલિક રાહત આપે છે, જે લોકોને ઉનાળામાં ખૂબ એસિડિટીની સમસ્યા હોય છે, તેઓએ નિયમિત કેળાનું સેવન કરવું જોઈએ.

ઠંડુ દૂધ

image soucre

કેલ્શિયમયુક્ત દૂધ એસિડિટીનો દુખાવો શાંત પાડે છે. એટલા માટે જ્યારે પણ તમને પેટમાં દુખાવો કે બળતરા જેવું થાય છે, તે જ સમયે એક ગ્લાસ ઠંડુ દૂધ પીવો. આ ઉપાય તે લોકો માટે ખૂબ જ અસરકારક છે જેને ડેરી ઉત્પાદનોને પચાવવામાં મુશ્કેલી થતી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત