આ સ્ત્રી સરપંચો ભારતના ગામડાઓને બદલી રહી છે, વાંચો પ્રેરણાદાયી માહિતી…

પંચાયત એ ભારતમાં સ્વ-શાસન તંત્રનો આધાર સ્તંભ છે. પણ ગ્રામીણ સ્ત્રીઓનો પંચાયતમાં કંઈ ખાસ ફાળો અત્યાર સુધી નહોતો. જોકે  તાજેતરના વર્ષોમાં, ઘણી બધી સ્ત્રીઓએ ગ્રામ પંચાયતમાં ચુંટાઈ આવીને ગામડાઓની કાયા જ પલટી નાખી છે.

આજના આ લેખમાં અમે તમને ભારતની એવી જ કેટલીક સ્ત્રી-સરપંચો વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે કંઈક અલગ ચીલો ચાતર્યો છે.

  1. છવી રાજાવત, રાજસ્થાન

છવી એ ભારતની સ્ત્રી સરપંચોમાંનો સૌથી જાણીતો ચહેરો છે. છવી દેશની સૌથી મોટી ટેલિકોમ કંપનીમાંની પોતાની જોબ છોડી રાજસ્થાનના સોડા પંચાયતની સરપંચ બની છે. તેણી વર્ષ 2010માં સરપંચ બની હતી, ત્યારથી 36 વર્ષીય છવીએ ગામમાં સ્વચ્છ પાણી, સોલર પાવર, પાક્કા રસ્તા, શૌચાલયો અને ગામમાં એક બેંક લાવવા માટે કમરતોડ મહેનત કરી છે.

  1. શહનાઝ ખાન, હરિયાણા

હરિયાણાના ભરતપુર જિલ્લાના ગારહાઝન ગામની સરપંચ તરીકે સહનાઝ ખાન ચુંટાઈને આવી છે. તેણી 24 વર્ષીય MBBSની વિદ્યાર્થીની છે, તેણી 2018ના માર્ચ મહિનામાં સરપંચ તરીકે ચુંટાઈ છે. તેણી અહીંની માત્ર સૌથી નાની સરપંચ જ નથી પણ સૌથી વધારે શીક્ષણ પામેલી સરપંચ પણ છે, ઉપરાંત તેણી આ વિસ્તારની સૌ પ્રથમ સ્ત્રી સરપંચ પણ છે.

શહનાઝની યોજના છે કે તે સ્વચ્છતા માટે જાગૃતિ લાવે જેથી કરીને રોગો ફેલાતા અટકાવી શકે અને લોકોના જીવ બચી શકે. તેણીએ એક ઇન્ટર્વ્યૂમાં જણાવ્યું હતું, “મેવાત વિસ્તારના લોકો તેમની દીકરીઓને શાળાએ નથી મોકલતા. હું તેમની પાસે જઈશ અને મારું પોતાનું ઉદાહરણ આપી તેમને જણાવીશ કે સ્ત્રીઓને ભણાવવાથી સ્ત્રીઓ ક્યાં પહોંચી શકે છે.”

  1. સુષ્મા ભાડુ, હરિયાણા

સુષ્મા ભાડુએ પોતાની ઘુમટો તાણવાની જુની પ્રથા દૂર કરીને ધાની મિયાન ખાનના ગામમાં જાણે જાગૃતિની એક લહેર ફેરવી દીધી છે. 32 વર્ષિય ત્રણ બાળકોની માતાએ પોતાના પતિને જણાવી દીધું હતું કે ઘુમટાનો આ એક નાનકડો લીરો હરિયાણાની દરેક વહુના કામ વચ્ચે અડચણ થઈને ઉભો છે.

પોતાના ચહેરા પરથી ઘુમટો ઉઠાવ્યાના અઠવાડિયા બાદ 22 જુલાઈ, 2012ના રોજ તેણીએ 25 ગામોની આંગણવાડી કર્મચારીઓ અને સ્ત્રી વિદ્યાર્થીનીઓ તેમજ પંચાયતના સભ્યોની યોજવામાં આવેલી એક સભામાં ઘુમટાની પ્રથાને નાબુદ કરી દીધી. તેણી ભલે માત્ર સાતમું ધોરણ જ ભણેલી છે, પણ તેણીના સતત તેમજ નક્કર પ્રયાસો દ્વારા તેણીના ગામને સ્વચ્છતા, શાળામાંથી અધૂરા અભ્યાસે બહાર નીકળી જવાની શૂન્ય ટકાવારી અને હરિયાણાના બધા જ ગામડાઓમાંથી ઉત્તમ લિંગ પ્રમાણ ધરાવવા માટે કેટલાએ ઇનામો મળી ચૂક્યા છે.

  1. આરતી દેવી, ઓડિશા

ભૂતપૂર્વ ઇનવેસ્ટમેન્ટ બેન્કર, આરતી દેવીએ પોતાની મોભાદાર નોકરી છોડી પોતાના ધુનકાપરા ગામમાં પરિવર્તન લાવવાનું કામ પસંદ કર્યું. આરતીએ પોતાના ગામની જે પરંપરાગત લોક કળા હતી તેને પુનઃજીવંત કરવાનું બીડુ જડપ્યું અને એ વાતનું પણ ખાસ ધ્યાન રાખ્યું કે વિવિધ સરકારી યોજનાઓનો લાભ ગામના જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચે.

આરતીના કામને આંતરરાષ્ટ્રિય સ્તર પર વખાણવામાં આવ્યું છે. કારણ કે તેણીને યુએસ કોન્સ્યુલેટના ઇન્ટરનેશન વિઝિટર્સ લીડરશીપ પ્રોગ્રામમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામા આવ્યું હતું.

  1. અસ્ત્રમ પદ્મા બાઈ, તેલંગાણા

વર્ષ 2013માં પદ્મા બાઈએ એક વ્યવસાય શરૂ કરવા માટે રૂ. 30,000ની લોન લીધી હતી જેમાંથી તેણીએ કુહાડી, દાંતરડુ, પાવડા, ત્રીકંમ, કોદાળી, સામાન માટેની હાથલારી વિગેરે ખરીદ્યા. આ બધું તેણી આસપાસના ગામડાના લોકોને સાવ જ નજીવા ભાવે એટલે કે 2થી 5 રૂપિયાના દિવસના ભાડે આપવા લાગી.

પદ્મા બાઈએ  ત્રણ ગામડાઓમાં સીમેન્ટના રસ્તાઓ પણ બનાવ્યા છે અને સુકા-કાદવથી એક રસ્તો પણ બનાવ્યો છે. તેણી પાસે વરસાદના પાણીને ભેગુ કરવા અને ગામની શાળાને પાણીના પંપ દ્વારા સ્વચ્છ પાણી પુરુ પાડવાની મંજૂરી પણ છે.

  1. ભક્તિ શર્મા, મધ્ય પ્રદેશ

ભક્તિ શર્મા પોતાની યુનાઇટેડ સ્ટેટ્સની સફળ કેરિયર છોડીને અહીં સરપંચની ચુંટણીમાં ભાગ લેવા આવી પહોંચી હતી. તેણીને ભોપાલની સીમાને અડેલા બારખેડી અબ્દુલ્લા ગામની સરપંચ તરીકે ચુંટવામાં આવે છે. વર્ષ 2016માં તેણીનો ભારતની 100 પ્રતિભાશાળી સ્ત્રીઓની યાદીમા સમાવેશ કરવામાં આવ્યો હતો. તેણીએ પોલિટિકલ સાયન્સમાં પોસ્ટગ્રેજ્યુએશન કર્યું છે. ભક્તિએ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પોતાના કાકાના કુટુંબ સાથે અમેરિકાના ટેક્સસમાં સ્થળાંતર કર્યું હતું.

પણ ભક્તિનું મન ન માન્યું અને તેણીએ પોતાની સારા પગારવાળી અમેરિકન નોકરી છોડી છેવટે સમાજ સેવા માટે પોતાના વતન પાછા આવવાનું નક્કી કર્યું. ભારત સરકારની દરેક યોજનાઓનો યોગ્ય ઉપયોગ કરી તેણી પોતાની પંચાયતને આદર્શરૂપ બનાવવા માગે છે.

  1. રાધા દેવી, રાજસ્થા

રાધા દેવી રાજસ્થાનના ભડસિયા ગામની સરપંચ છે. શીક્ષણના હક્કના કાયદા છતાં સમગ્ર રાજસ્થાનમાં હજારો બાળકો આજે શીક્ષણ મેળવી શકતા નથી. રાધાદેવીએ આ સ્થિતિને સુધારવાનું બીડુ જડપ્યું છે, અને ખાસ કરીને છોકરીઓ શાળાએ જાય તે બાબત પર પણ ભાર મુક્યો છે.

રાધાદેવી પોતે જ્યારે પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતી હતી ત્યારે શાળામાંથી ઉઠાવી લેવામાં આવ્યા હતા. પણ તેણીએ પંચાયત હેઠળ આવેલી ત્રણ સંસ્થામાં અધૂરા અભ્યાસે શાળા છોડી જતાં વિદ્યાર્થિઓની સંખ્યામાં ઘટાડવાનું ને શાળા પ્રવેશની સંખ્યા વધારવાનું બીડુ જડપ્યું છે. જેથી કરીને રાજસ્થાનના સાક્ષરતા દરના વધારામાં ફાળો આપી શકે.

મહિલાઓને પ્રેરણા મળે કઈ અલગ કરવા માટે તો તમે શું કરશો કોમેન્ટમાં જણાવો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક અવનવી અને પ્રેરણાદાયી વાતો વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી