ઓફિસથી આવીને શાંતિથી ફક્ત દસ મિનીટનો સમય કાઢીને કરો આ આંખોની કસરત, મળશે આરામ…

થાકેલી આંખો માટેની આ સાત એક્સરસાઇઝ તમને તરત જ રાહત આપશે

જો તમે આખો દિવસ કમ્પ્યુટરના સ્ક્રીન પર જ તમારી આંખો ટીકાવી રાખતા હોવ, તો તમારી આંખો થાકી જવી સ્વાભાવિક છે. વાસ્તવમાં આપણે આપણા દીવસના લગભઘ 9-10 કલાક સ્ક્રીન સામે જ પસાર કરીએ છીએ. અને એટલું ઓછું ન હોય તેમ આપણે ઘરે જઈને નવરા પડતાં જ આપણો સ્માર્ટફોન હાથમાં લઈ બેસી જઈએ છીએ અને તેના કારણે આંખ પર વધારાનું બીનજરૂરી જોર પડે છે.

સદનશીબે, કેટલીક સરળ એક્સરસાઇઝ તમને આંખ પરનું જોર હળવું કરવામાં તેમજ તરત જ રાહત આપવામાં મદદ કરી શકે છે. અને જે લોકોને એમ લાગતું હોય કે અહીં વળી એક્સરસાઇઝ કરવાનો સમય કોની પાસે છે તો તેઓ ચિંતા ન કરે કારણ કે આ એક્સરસાઇઝ તમે તમારા કામ દરમિયાન પણ કરી શકો છો જે માત્ર દસ મનીટની જ અથવા તો તેના કરતાં પણ ઓછા સમયની હોય છે.

આંખનો સરળ વ્યાયામ

આંખો ગોળ ગોળ ફેરવવી

આ એક્સરસાઇઝમાં તમારે કશું જ નથી કરવાનું. તમારે માત્ર કામ કરતી વખતે થોડા થોડા અંતરે તમારી આંખોને ગોળ ગોળ ફેરવી લેવાની છે.

આંખ પર ભાર ત્યારે વધે છે જ્યારે તમે કોઈ એક દિશામાં એકધારું જોઈ રહેતા હોવ. આ કારણસર તમારે નિયમિત અંતરાલે તમારી આંખોને તમારે સ્ક્રીન પરથી હટાવીને બીજે ફેરવવી જોઈએ અને તે માટે આંખોને ગોળગોળ ફેરવવી એ એક સરળ વ્યાયામ છે. આ વ્યાયામ થાકેલી આંખોને આરામ આપશે અને તેના પરનો ભાર પણ ઓછો કરશે.

કોઈ એક વસ્તુ પર ફોકસ કરવું

દર વીસ મીનીટના અંતરાલે એક બ્રેક લેવો અને વીસ ફૂટ દૂરની વસ્તુ પર માત્ર 20 સેકન્ડ માટે ફોકસ કરવું.

બીજી એક અસરકારક આઈ એક્સરસાઇઝમાં તમે થોડી દૂરની વસ્તુ પર દર કલાકે ફોકસ કરી શકો છો. જો તમે ચોક્કસ થવા માગતા હોવ તો તમે 20-20-20 નો નિયમ રાખો. એટલે કે દર 20 મીનીટે માત્ર 20 સેકન્ડ માટે 20 ફૂટ દૂરની વસ્તુ પર ફોકસ કરવું.

આંખોને ડાબેથી-જમણે અને જમણેથી-ડાબે ફેરવવી

નિયમિત અંતરાલે તમારી નજરને ડાબેથી જમણે અને જમણેથી ડાબી તરફ ફેરવો.

નિયમિત અંતરાલે જો તમે કંઈ વધારે ન કરી શકતા હોવ તો તમારે તમારી આંખની કીકીઓને ડાબી તરફથી જમણી તરફ અને જમણી તરફથી ડાબી તરફ ફેરવવી. તેનાથી તમારા ઓક્યુલર મસલ્સને આરામ મળશે, અને તમારી આંખનો થાક ઉતરશે અને તમને આરામ મળશે.

ઉપર-નીચે તમારી આંખની કીકીઓ હલાવવી

તમારી આંખની કીકીઓને ઉપરથી નીચે અને નીચેથી ઉપર તરફ પાંચ મીનીટ સુધી હલાવવી.

આ સરળ વ્યાયામ તમારી આંખનો થાક ઓછો કરશે. તે વ્યાયામ તમારી આંખના મસલ્સ, તમારી આંખના હલનચલન અને ફરી કેન્દ્રીત થવામાં મદદ કરશે અને તમારી આંખને આરામ પણ મળશે.

આંખો પર મસાજ

ખુબજ કોમળતાથી તમારી આંખના પોપચાને તમારી આંગળીઓના ટેરવાની મદદથી ક્લોકવાઇઝ અને એન્ટિક્લોકવાઇઝ મસાજ કરવું.

એક હળવું આઇ મસાજ એ તમારી આંખને આરામ આપવાની સૌથી સારી એક્સરસાઇઝ છે. તમારી આંખો બંધ કરો અને હળવા હાથે તમારી આંખના પોપચાને તમારી આંગળીઓથી મસાજ કરો. આ પ્રમાણે તમારે ઘડિયાળના કાંટાની દીશામાં તેમજ તેની વિરુદ્ધ દિશામાં 5 મિનિટ સુધી મસાજ કરવાનું છે. પણ તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે તમે ભાર દઈને મસાજ ન કરો તેમ કરવાથી ફાયદો ઓછો અને નુકશાન વધારે થશે.

ડાયગોનલ મુવમેન્ટ

તમારી આંખોને તમારે ડાયગોનલ દિશાઓમાં હલાવવાની છે જેનાથી તમારી આંખના મસલ્સને આરામ મળશે.

આ એક્સરસાઇઝમાં તમારે કશું જ નથી કરવાનું. તમારે તમારી આંખની કીકીઓને ડાયગોનલ દિશા એટલે કે વિકર્ણ એટલે કે ચાર ખૂણા પર વારાફરતી ફેરવવાની છે. તેમ કરવાથી તમારી આંખનો થાક ઓછો થશે અને તમને આંખની કીકીના હલનચલનમાં સરળતા રેહશે તેમજ તમને આંખમાં ખજવાળ કે શુષ્ક થવાની ફરીયાદ નહીં રહે.

હથેળી દબાવવી

તમારી હથેળીને ગરમ કરો અને તે ગરમ ભાગથી તમારી આંખને શેક આપો, આ એક કુદરતી રાહત આપશે.

આ એક અત્યંત અસરકારક વ્યાયામ છે જેમાં તમારે તમારી હથેલીઓને આંખ પર દબાવવાની છે. તમારી હથેળીઓને એકબીજા સાથે ઘસીને તેને હુંફાળી બનાવો હવે તે હુંફાળી હથેલીને તમારી આંખ પર દબાવો. પણ હળવેથી. તેનાથી તમારી આંખના મસલ્સ રીલેક્સ થશે.

બીજી કેટલીક ટીપ્સ જેને પણ તમારે ધ્યાનમાં રાખવી જોઈએ

ઉપર જણાવેલી એક્સરસાઇઝ ઘણી સરળ અને સાવ જ હાથ વગી છે જેનાથી તમે તમારી આંખને રેલેક્સ કરી શકો છો. પણ તમારે કેટલીક બાબતો પણ ધ્યાનમાં રાખવાની છે જેનાથી તમારી આંખ સ્વસ્થ રહેશે. એ વાતનું ધ્યાન રાખો કે તમારો સ્ક્રીન યોગ્ય ઉંચાઈ, યોગ્ય એન્ગલ અને યોગ્ય અંતરે હોય અને સ્ક્રીનની બ્રાઇટનેસ પણ તમારા ઓરડાના નિયમિત પ્રકાશ સાથે મેળ ખાતી હોય.

જો તમને એવું લાગે કે તમારી આંખો શુષ્ક થતી જાય છે, તો તમે તેના માટે આર્ટિફિશિયલ ટીયર્સનો ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત તમારે નિયમિત ધોરણે તમારી આંખોને ઝપકાવતાં રહેવાનું છે, સામાન્ય રીતે જ્યારે આપણે કમ્પ્યુટર આગળ કામ કરતા હોઈએ છીએ ત્યારે આપણે આંખોને પુરતી ઝપકાવતા નથી. માટે જ્યારે તમે કમ્પ્યુટર આગળ કામ કરતા હોવ ત્યારે તમારે સભાન રીતે તમારી આંખોને નિયમીત રીતે ઝપકાવતા રહેવાની છે.

તમારે એ વાત સમજવાની છે કે ટેક્નોલોજી  અને તમારું કામ કાયમ રહેવાનું છે. પણ તેની પાછળ તમારે તમારા સ્વાસ્થ્યનો ભોગ નથી આપવાનો. તમારે તમારું સ્વાસ્થ્ય જાળવવા માટે કોઈ મોટો પહાડ નથી તોડવાનો તમારે માત્ર ઉપર જણાવેલી સરળ એક્સરસાઇઝ ફોલો કરવાની છે અને તેને તમારે તમારા રુટીનમાં વણી લેવાનું છે. ઉપર જણાવેલી સરળ ટીપ્સ અને વ્યાયામ તમારી આંખને સ્વસ્થ રાખવામાં મદદ કરશે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક ઉપયોગી અને સ્વાસ્થ્ય સંબંધિત માહિતી વાંચો ફક્ત આપણા પેજ પર.

ટીપ્પણી