વરસાદના મોસમમાં મુંબઈની આ તસવીરો જોઈને તમારું મન મુંબઈ તરફ દોડવા લાગશે…

મુંબઈના વરસાદના વાત જ કંઈક અલગ હોય છે, ભલે અહીં ચોમાસાના મોસમમા અહીં રહેનારાઓને બહાર આવવા-જવામાં થોડી તકલીફ થાય છે, પંરતુ તેમને વરસાદમાં મજા તો બહુ જ આવે છે. મુંબઈની આસપાસ અનેક એવી જગ્યાઓ છે, જ્યાં મોન્સૂનમાં નજારો વધુ સુંદર થઈ જાય છે. ચાલો, આજે અમે તમને મુંબઈના વરસાદમાં લઈ જઈશું. મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદની સુંદર તસવીરો બતાવીએ, જેને જોયા બાદ તમારું પણ મન કરશે કે તમે પણ એકવાર મુંબઈના વરસાદમાં પલળી આવો. વરસાદના મોસમમાં મુંબઈ

શું તમે ક્યારેય વરસાદના મોસમમાં સમુદ્ર કિનારે ફરવાની મજા લીધી છે. ન લીધી હોય તો એકવાર ચોમાસામાં મુંબઈ જરૂર ફરી આવો. વરસાદની રીમઝીમ છોળોની વચ્ચે સમુદ્રનો નજારો વધુ સુંદર દેખાય છે.

મુંબઈના નરીમન પોઈન્ટ અને મરીન ડ્રાઈવ પર બેસીને ભુટ્ટા ખાતા તમે મોન્સૂનની મજા લઈ શકો છો.

મુંબઈની આસપાસ અનેક એવી જગ્યાઓ છે, જે વરસાદમાં પૂરી રીતે લીલોતરીથી ભરાયેલી અને સુંદર દેખાય છે.

મુંબઈ-પૂણે એક્સપ્રેસ વે પર જતા સમયે પણ મોન્સૂનમાં તમને સુંદર નજારા જોવા મળશે.

મુંબઈથી થોડે દૂરી માથેરાન નામનું નાનકડું હિલ સ્ટેશન છે. જે વરસાદમાં બહુ જ સુંદર લાગે છે. અહીં અનેક પોઈન્ટ્સ અને નેચરલ વોટર ફોલ્સ પણ છે. વરસાદમાં અહીં ફરવાની મજા જ કંઈક અલગ છે.

માથેરાન ઉપરાંત લોનાવલા, ખંડાલા, પૂણે અને મહાબળેશ્વર પણ ચોમાસામાં ફરવાલાયક જગ્યાઓમાં એક છે.

વિકેન્ડ પર હંમેશા મુંબઈકર ખંડાલા અને લોનાવલા જેવી જગ્યાઓ પર મોજ મસ્તી કરવા નીકળી પડે છે, અને પછી બીચ પર વરસાદની મજા લે છે.

આમ, તો લોકોને મુંબઈ આવવામાં બહુ જ તકલીફ થતી હોય છે, કેમ કે, અહી ભીડ બહુ જ વધુ હોય છે. પરંતુ વરસાદની મજા લેવી હોય તો એકવાર મુંબઈ જરૂર આવવું.

ચોમાસામાં તમને મુંબઈના આસપાસના વિસ્તારોમાં તમને લીલોતરી લીલોતરી જ દેખાશે.

વરસાદના મોસમમા મુંબઈ બહુ જ રોમેન્ટિક બની જાય છે. આવામાં પાર્ટનરની સાથે થોડા દિવસ તમે રજા લઈને મુંબઈના મોન્સૂનની મજા લઈ શકો છો. સાથે જ અહીં તમે લોનાવલા, ખંડાલા, મહાબળેશ્વર, ખંડાલા જેવી કુદરતી જગ્યાઓ પર પણ ફરી શકો છો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

તમને વરસાદમાં કઈ જગ્યાએ જવું વધુ પસંદ છે? કોમેન્ટમાં જણાવો, દરરોજ આવી અનેક રસપ્રદ માહિતી વાંચો ફક્ત આપણા પેજ પર.

ટીપ્પણી