ભારતનાં આ શહેરોમાં પડે છે બારેમાસ વરસાદ, અહીં છત્રી વગર કોઈ બહાર નથી જતું

હવે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને આપણી આજુબાજુના વિસ્તારમાં ચારેય તરફ લીલોતરી જોવા મળશે. નાનપણમાં તો વરસાદ આવે એટલે આપણે બધા પલડવા જતા રહેતા. વરાસાદના નામથી જ રોમાંચ છવાઈ જાય છે. અને એમાં પણ વરસાદના ઠંડા વાતાવરણમાં ગરમાગરમ ચા અને ભજીયા ખાવાની મજા જ કંઈક અલગ છે.

ગરમીથી રાહત મળવાની સાથે સાથે વરસાદ આવવાથી ખેતરોમાં, હિલ સ્ટેશન, આજુ બાજુના વિસ્તારોમાં હરિયાળીની ચાદર પથરાઈ જાય છે. ચારેય તરફ પ્રકૃતિ ખીલી ઉઠે છે જે મનને શાંતી આપે છે.

દેશના અન્ય ભાગોમાં તો માત્ર ચોમાસા દરમિયાન જ વરસાદ પડે છે. પરંતુ આજે અમે એવી કેટલીક જગ્યાઓ વિશે જણાવીશું કે જ્યાં ચોમસું ૩ કે ૪ મહિનાનું નહિ પણ પુરા ૧૨ મહિના હોય છે. ત્યાં બારેમાસ વરસાદ ચાલુ રહે છે.

મેઘાલયનું માસિનરામ ગામ-

મેઘાલયમાં આવેલું માસિનરામ ગામ વિશ્વમાં સૌથી વધુ વરસાદી વિસ્તાર તરીકે જાણીતું છે. અહીં લગભગ 11, 871 મિલીમીટર વરસાદ પડે છે. અહીંયા લોકો છત્રી વગર ઘરની બહાર નથી નીકળી શકતા.એટલું જ નહિ, બંગાળની ખાડીના કારણે માસિનરામમાં ભેજનું પ્રમાણ વધારે છે. આ ગામમાં વરસાદના કારણે અહીં હરિયાળીનું પ્રમાણ વધારે છે અને એની સાથે સાથે મનને લોભાવે તેવા ઘણાં જળાશયો પણ આવેલા છે.

આ સાંભળીને તમને પણ ત્યાં જવાની ઈચ્છા જરૂરથી થઈ હશે પણ અહીના સ્થાનિક લોકો માટે આ પરિસ્થિતિ ખુબ જ મુશ્કેલીભરી છે. એક સ્થાનિકના જણાવ્યા પ્રમાણે, આ જગ્યાએ સૂરજ નથી દેખાતો અને જયારે પણ વીજળી નથી હોતી ત્યારે આખા વિસ્તારમાં અંધારું છવાઈ જાય છે. અહી દિવસમાં વાતાવરણ ધૂંધિયું રહે છે. ચેરાપુંજીમાં સામાન્ય રીતે રાત્રે વરસાદ પડે છે. વરસાદ સિવાય આ સ્થળ અહીંના ખાસ ફૂલોના કારણે પણ જાણીતું છે.

અગુમ્બેમાં પણ પડે છે ખૂબ વરસાદ

Image result for અગુમ્બેમાં પણ પડે છે ખૂબ વરસાદ

 

ભારતના પશ્ચિમી ઘાટ પર આવેલું અગુમ્બે નામનું કર્ણાટકનું એક નાનકડું શહેર પણ આ જ યાદીમાં આવે છે. વર્ષમાં સરેરાશ 7,691 મિલીમીટર વરસાદ પડે છે. અને આવા વાતાવરણને કારણે અહીં ચારેબાજુ હરિયાળીની લીલી ચાદર પાથરેલી હોય તેવો નજારો જોવા મળે છે. અહીં વાર્ષિક સરેરાશ તાપમાન 23.5 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે. આ જગ્યા એ ફરવા જવાનો સૌથી સારો સમય નવેમ્બરથી જાન્યુઆરી છે.

ચેરાપુંજી ઓફ સાઉથ

Image result for ચેરાપુંજી ઓફ સાઉથ

અગુમ્બેને ‘ચેરાપુંજી ઓફ સાઉથ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની આસપાસ આવેલા ઝાડ સોમેશ્વર વાઈલ્ડ લાઈફ સેન્ચુરીનો ભાગ છે. શ્રૃંગેરીનું મુખ્ય માર્કેટ અગુમ્બેથી 27 કિલોમીટરના અંતરે આવેલું છે જે કર્ણાટકના સૌથી જાણીતા યાત્રા સ્થાન પાસે છે.

મહાબળેશ્વર

Image result for મહાબળેશ્વર

સૌથી વધારે વરસાદની યાદીમાં મહારાષ્ટ્રના મહાબળેશ્વરનુ નામ પણ સામેલ છે. અહીં વર્ષમાં 5,618 મિલીમીટર વરસાદ પડે છે. આ સ્થળ પશ્ચિમી ઘાટની ઘણું નજીક આવેલું છે. આમ તો અહીં આખું વર્ષ વરસાદ પડે છે પરંતુ ચોમાસા દરમિયાન ખુબ જ ભારે વરસાદ થાય છે.વેન્ના લેક ટુરિસ્ટની પસંદ. મહાબળેશ્વર મુંબઈથી લગભગ 270 કિલોમીટર દૂર આવેલું છે. મુંબઈથી અહીં ડ્રાઈવ કરીને પહોંચવામાં ઓછામાં ઓછા 5 કલાક લાગે છે. ખૂબસુરત પર્વતો ઉપરાંત અહીં ઐતિહાસિક મંદિર પણ આવેલું છે. ઉપરાંત અહીં વેન્ના લેક છે જે ટૂરિસ્ટને સૌથી વધારે આકર્ષે છે.

અંબોલી છે ક્વિન ઓફ મહારાષ્ટ્ર

Related image

મહારાષ્ટ્રમાં અંબોલી નામનું એક હિલ સ્ટેશન છે જેને ‘ક્વિન ઓફ મહારાષ્ટ્ર’ પણ કહેવાય છે. સમુદ્ર તટથી 690 કિલોમીટરની ઊંચાઈએ આવેલી આ જગ્યા પર આખા વર્ષ દરમિયાન 7,500 મિલીમીટર વરસાદ પડે છે. અને અહીનુ સૌન્દર્ય માણવા ચોમાસામાં મોટી સંખ્યામાં ટુરિસ્ટ આવે છે. આ સ્થળને ‘Mist Paradise’ પણ કહેવામાં આવે છે. આ સ્થળે અસામન્ય પશુઓ જોવા મળે છે..

ગંગટોક પણ છે વરસાદ માણવાનું સ્થળ

Image result for સિક્કિમની રાજધાની ગંગટોકમાં

સિક્કિમની રાજધાની ગંગટોક પણ આ યાદીમા આવે છે જ્યાં આખા વર્ષ દરમિયાન 3,737 મિલીમીટર વરસાદ પડે છે. ગંગટોકમાં ઘણી બધી બિલ્ડિંગ્સ હોવાથી પહેલા કરતાં આ સ્થળ હવે વધારે મોર્ડન લાગે છે. રુમ્તેક અને ત્સોમ્ગો લેક ઉપરાંત કાંચનજંગા નેશનલ પાર્ક ટુરિસ્ટના આકર્ષણનું કેંદ્ર છે. ગંગટોકમાં ફરવા માટે ચોમાસાની ઋતુ બેસ્ટ છે. તમિલનાડુનું ચિન્નકલર

તમિલનાડુનું ચિન્નકલર

Image result for ચિન્નકલર તમિલનાડુના કોયંબતૂર જિલ્લામાં આવેલું છે.

ચિન્નકલર તમિલનાડુના કોયંબતૂર જિલ્લામાં આવેલું છે. અહીંના હરિયાળા જંગલોમાં લાંબા-લાંબા વાંસના ઝાડ જોવા મળે છે. અહીં વરસાદનો સૌથી વધુ 3655.5 મિલિમીટરનો રેકોર્ડ છે.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ

ટીપ્પણી