જલ્સા કરોને જેંતીલાલ

હાલમાં દરેક જગ્યાએ જોવા મળે છે તસવીરમાં બતાવ્યા મુજબના દ્રશ્યો, જાણો આ નાનકડુ મશીન કેટલુ મોટુ કામ કરે છે

કોરોના વાઇરસના કહેરને લીધે અત્યારે તમને એરપોર્ટ, રેલવેસ્ટેશન, બસસ્ટેશન વગેરે જેવી જાહેર જગ્યાએ અને કંપનીઓમાં ફોટોમાં બતાવ્યા મુજબના દ્રશ્યો જોવા મળશે. ઘણા લોકોને એ સવાલ થતો હોય છે કે આ નાનકડા મશીનથી શુ માપતા હશે ? આ મશીનનું નામ છે ‘થર્મલ સ્કેનર’. થર્મલનો અર્થ થાય છે ગરમી. જે ગરમી માપવાનું કામ કરે છે એવું મશીન.

image source

જ્યારે માણસના શરીરમાં કોઈ વાઇરસ પ્રવેશ કરે છે ત્યારે શરીરની રોગપ્રતિકારક શક્તિ તેનો વિરોધ કરવાનું ચાલુ કરે છે. કુદરતે એવી અદભૂત રચના કરી છે કે કોઈ વાઇરસ શરીરમાં પ્રવેશે( વાઇરસની જેમ બીજી કોઈ બાબત પણ) ત્યારે રોગપ્રતિકારક શક્તિ તેની સામે યુદ્ધ છેડે છે.

image source

કોઈપણ ભોગે નવા વાઇરસને શરીરમાંથી બહાર ફેંકવાનો પ્રયાસ ચાલુ થાય જેનાથી વ્યક્તિના નાકમાંથી પાણી નીકળે, છીક આવે કે ઉધરસ આવે અને તેના દ્વારા વાઇરસ બહાર ફેંકાઈ.

image source

વાઇરસ અને રોગપ્રતિકારક શક્તિ વચ્ચેના આ યુદ્ધને લીધે શરીરમાં ગરમી ઉત્પન્ન થાય અને શરીરનું જે સામાન્ય તાપમાન હોય એના કરતાં તાપમાન વધી જાય. થર્મલ સ્કેનર મશીન આ ગરમી માપવાનું કામ કરે છે.

જ્યારે આ મશીન માણસના શરીર પાસે રાખવામાં આવે ત્યારે ઇન્ફ્રારેડ કિરણો શરીર પર પડે અને ચામડીની ગરમીનું એક થર્મલ ચિત્ર તૈયાર થાય. જો કોઈ માણસનું શરીરનું તાપમાન સામાન્ય કરતા વધુ હોય તો મશીન ‘બીપ’ અવાજ કરે અને મશીનની સ્ક્રીન પર પણ જોઈ શકાય જેનાથી સામાન્ય અંદાજ આવે કે માણસને તાવ છે.

image source

આવા માણસને બીજા કરતા જુદા પાડવામાં આવે અને ડોક્ટર દ્વારા તેની તપાસ કરવામાં આવે.

આમ આ નાનકડું મશીન શરીરની ગરમી પકડવાનું બહુ મોટું કામ કરે છે જે કોરોનો જેવા બીજા કોઈપણ વાઇરસ કે બેક્ટેરિયાથી સંક્રમિત થયેલા માણસને ઓળખવામાં પ્રાથમિક મદદ કરે છે.

– શૈલેષ સગપરીયા

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version