શું તમે જોયું છે ક્યારેય 12 કરોડનું ટીવી ? તો જોઈલો તસ્વીરો અને જાણીલો ખાસીયતો…

શું તમે જોયું છે ક્યારેય 12 કરોડનું ટીવી ? તો જોઈલો તસ્વીરો અને જાણીલો ખાસીયતો…

ટેક્નોલોજી દરેક ક્ષેત્રમાં કૂદકે ને ભૂસકે આગળ વધી રહી છે અને તેમાં કોઈ જ ક્ષેત્ર બાકાત નથી રહ્યું. અને તેમાં પણ ઇલેક્ટ્રોનિકસ ક્ષેત્રે તો કોઈ લીમીટ જ નથી રહી. આજે તમારે એક બ્લુ ટુથ હેડફોન લેવું હશે તો તે તમને 500 રૂપિયાથી માંડીને લાખ રૂપિયા સુધીનું મળી રહેશે. ગ્રાહક પોતે પણ નથી જાણી શકતો કે એક જ વસ્તુમાં એવો તો કેટલો બધો ફરક હોય છે કે તેની કીંમત હજાર ગણી વધી જાય છે ! પણ તમે જ્યારે ભારતમાં હાલમાં જ લોન્ચ થયેલા ટીવીની કીંમત વિષે જાણશો તો તમને વિશ્વાસ જ નહીં આવે.

image source

ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસમાં સેમસંગ કંપનીનું મોટું નામ છે અને તે વિશાળ ગ્લોબલ માર્કેટ ધરાવે છે. બેદિવસ પહેલાં સેમસંગે ભારતના બજારમાં 12 કરોડ રૂપિયાનું ટીવી લોન્ચ કર્યું છે ! કીંમત જાણીને ચોક્કસ તમારી આંખો પહોળી થઈ જશે પણ આ કીંમત સાચી છે. પણ તમને એ થતું હશે કે 12 કરોડનો તો બંગલો પણ ઘણો વિશાળ હોય છે તો આટલા એવા ટીવીમાં વળી 12 કરોડ રૂપિયા જેવી કઈ ખાસીયતો હશે !

image source

સેમસંગે માઇક્રો એલઈડી ડિસ્પ્લે ધ વોલની લાંબી રેંજ માર્કેટમાં લોન્ચ કરી છે. આ સીરીઝવાળા ટીવી 0.8 પિક્સલ પિચ ટેક્નોલોજી ધરાવે છે. ધ વોલ સિરીઝ હેઠળ કંપનીએ ત્રણ સ્ક્રીન સાઇઝ અને રેશિયો સાઇઝના ટીવી લોન્ચ કર્યા છે. સીરીઝનું પ્રથમ ટીવી 146 ઇંચનું છે. જે 4k હાઇ ડેફિનેશનવાળુ છે. જ્યારે બીજું ટીવી 219 ઇંચનું છે તેની હાઈ ડેફીનેશન 6kની છે. અને ત્રીજું ટીવી છે 292 ઇંચનું જેની હાઈ ડેફીનેશન 8k છે.

image source

હવે આ અધધધ કીંમતના ટીવીની ખાસિયત જાણીએ

– વોલ માઇક્રો એલઈડી ડિસ્પ્લે એઆઈ અપરસ્કેલિંગ ક્વોંટમ એચડીઆર ટેક્નોલોજી સાથે આવે છે, જેની મહત્ત્મ બ્રાઇટનેસ 2000 નિટ્સ અને તેનો વિડિયો રેટ 120Hz છે.

image source

– આ ટીવીની ડીસ્પ્લે ડેપ્થ 30 એમએમથી ઓછી છે. આ બધા ટીવી એઆઈ પિક્ચર એન્હેન્સમેન્ટ, હાઇ બ્રાઇટનેસ અને હાઇ કોન્ટ્રાસ્ટ સાથે આવે છે.

– વોલ સીરીઝના ટીવીની કીંમત 3.5 કરોડથી શરૂ થાય છે અને તેનું સૌથી હાયર વર્ઝન તમને 12 કરોડમાં મળશે તે પણ ટેક્સ પહેલાંની કીંમત. હવે આવી લક્ઝરિયસ આઇટમનો તો ટેક્સ પણ જેવો તેવો તો નહીં જ હોય. આ ટીવીનું વેચાણ બે દિવસ પહેલાં જ શરૂ થઈ ગયું છે.

image source

સેમસંગનું લક્ષ 2020ની સાલમાં 25થી 30 યુનિટ વેચવાનું છે. બીજા વર્ષે આ લક્ષ 100 કરવાનો વિચાર છે. આમ જો નક્કી કર્યા પ્રમાણે વેચાણ થશે તો તેઓ 2022 સુધીમાં કુલ 200 યુનિટ વેચવા માગે છે. તમને જણાવી દઈએ કે દેશમાં 140 બિલિયોનેર છે જ્યારે 950થી પણ વધારે મલ્ટી બિલિયોનેર છે અને આ ટીવી કરોડોની કીંમતનું હોવાથી તેમનો ટાર્ગેટ પણ કરોડો-અબજો પતિ જ હોય તે સ્વાભાવિક છે. કારણ કે આ ટીવી સામાન્ય માણસના તો વિચારોની પણ પહોંચ બહાર છે પણ કરોડોપતિએ પણ તેને લેતાં સો વાર વિચાર કરવો પડે તેમ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ