વધતી જતી બેરોજગારી સામે એક The Illegal Entrepreneur નામના એન્જીનીઅરે લખ્યો સરકારને પત્ર…શું છે આ The Illegal Entrepreneur?
વિષય: શિક્ષિત બેરોજગારી
આ પત્ર લખવાનો મુખ્ય ધ્યેય કેન્સર જેવી જીવલેણ બીમારી તરફ ધ્યાન દોરવાનો છે જે અત્યારે પેહલા તબક્કામાં છે. આ બીમારીનું નામ છે શિક્ષિત બેરોજગારી.

ચીન પછી દુનિયામાં ભારતનો નંબર આવે છે જેની સાથે સૌથી વધારે એન્જીનીઅર છે. રેશિયો જોવા જઈએ તો ભારતમાં દર પાંચ ઘરે એક એન્જીનીઅર છે. જયારે એ વાતની ખબર પડી કે એન્જીનીઅરીંગ દુનિયાની સૌથી અઘરી ડિગ્રીમાંની એક છે ત્યારે છાતી ફૂલી ઉઠી હતી.

હું એક મિડલ ક્લાસ ફેમીલીમાંથી છું, એન્જીનીઅરીંગ લેતી વખતે મેં અથવા મારા મમ્મી પપ્પાએ એવું નહતું ધારી લીધું કે મારો છોકરો કરોડપતિ બની જશે. ફક્ત એક જ આશા રાખી હતી કે ‘હા, મારા છોકરાને નોકરી તો મળશે. અમને જેટલી તકલીફ પડી એટલી એને નઈ પડે.’ નહિતર કોણ દર વર્ષે લાખ રૂપિયાની ફી ભરવા તરત હા પાડે?

એ ચાર વર્ષના એન્જીનીઅરીંગમાં મારા પપ્પાએ ૬ થી ૭ લાખ રૂપિયા ભર્યા. હવે મારા પપ્પા ફી ભરવામાં પાછા ના પડે તો હું મહેનત કરવામાં કેમ પડું! મેં પણ મહેનત કરી અને 9.16 CGPA સાથે મેં મારી કોલેજમાં ટોપ કર્યું. આટલી મહેનત કર્યા પછી જયારે ઇન્ટરવ્યુ માટે બેઠો અને Expected Salary વાળા ખાનામાં 20,000 લખ્યા ત્યારે કંપની વાળા લોકો હસી પડ્યા અને કહ્યું કે 8000 મળશે. મેં ના પાડી.
ન્યૂઝપેપરમાં એડ જોઇને ફરીથી એક જગ્યાએ ગયો. આ વખતે વિચાર્યું કે 20,000 થોડું અઘરું છે તો આ વખતે એ ખાનામાં 12,000 લખ્યા, તો ફરીથી ના પાડી. 8000 થી ૧ રૂપિયો વધારે નઈ, મેં કહેવા ટ્રાય કર્યો કે હું હોશિયાર છું, મારી માર્કશીટ જુઓ… તો જવાબમાં મને એમ કહ્યું કે તારા જેવા કેટલાય ફરે છે.

એક દિવસ આમ જ, નવરા બેસીને મારા બધા કલાસમેટ સાથે વાત કરી અને ત્યારે ખબર પડી કે અમારા ક્લાસના ૨૦૦ માંથી ૫૦ લોકો India છોડીને બહાર ભણવા ગયા, બીજા ૩૦ જેટલા લોકો કોઈ પ્રાઇવેટ કોલેજમાં માસ્ટર અથવા MBA કરે છે, થોડા ઘણા નોકરી પણ કરે છે પણ ૭-૮ હજારમાં! અને ૭૦ જેટલા લોકો મારા જેવા છે જેમને નોકરી નથી મળી રહી અથવા મળે છે તો પગાર ઓછો છે.
આજે એન્જીનીઅરીંગ પતે ૨ વર્ષ પુરા થયા. મારે પણ Experience લેવો છે, મારે પણ ફેમીલીને સપોર્ટ કરવો છે, મને પણ ઘરવાળા લોકો બહુ બોલે છે પણ શું કરું એન્જીનીઅરીંગ એટલી લગન અને મહેનતથી કર્યું હતું કે ૭-૮ હજારના પગારે હા પાડવાનો જીવ જ નથી ચાલતો. રહી વાત સારી કોઈ નોકરીની, તો એ તો ખાલી રેફરન્સથી જ મળે!

કદાચ એટલે જ એન્જીનીઅર કોઈ પણ પ્રકારની, ખાલી નામની નોકરી લેવા માંગે છે. ક્લાર્ક, તલાટી કે પછી કોઈ પણ…ભલે એન્જીનીઅર માટે નથી તો પણ… જે પોસ્ટ ખરેખરમાં ૧૦ પાસ અથવા ૧૨ પાસ લોકો માટે હોય છે ત્યાં આજે એન્જીનીઅર અપ્લાય કરે છે અને આવા જ બધા કારણોથી ‘એન્જીનીઅર’ શબ્દની કિંમત ઘટી ગઈ છે.
આજે એન્જીનીઅરને ઘરે ઘરે માર્કેટિંગ કરવાની નોકરી પણ કરવી પડે છે, છેલ્લે એના ખભા ઉપરની જવાબદારી તો છે જ ને! રહી વાત એન્જીનીઅરીંગની, તો માર્કેટ એવી રીતે આગળ વધી રહ્યું છે કે એક એન્જીનીઅર બીજા એન્જીનીઅરને મારી ખાય ત્યારે જ આગળ વધે.

૨૦૦ માંથી ૫૦ થી પણ વધારે એન્જીનીઅર India છોડીને જાય છે તો આની પાછળ કોણ જવાબદાર છે? એન્જીનીઅર આજે ક્લાર્કની જગ્યાએ કામ કરે છે, તો કોણ છે આની પાછળ? લોકો એન્જીનીઅર બન્યા પછી પણ એન્જીનીઅર નથી બની શકતા! કોણ છે જવાબદાર?
આપણી Education System નામના એન્જીનીઅર અને ખરેખર એન્જીનીઅર વચ્ચેનો બહોળો તફાવત નથી જોઈ શકતી. દેખાય છે તો ફક્ત લાખો રૂપિયાની ફી અને ડોનેશન.
આજે ૨વર્ષ પુરા થયા, એન્જીનીઅર બને…પણ મને મારો વાંક શું એ હજી ખબર નથી પડી રહી! શું હું હોશિયાર છું એ મારો વાંક છે? કે પછી મેં એન્જીનીઅરીંગ લીધું એ? આજે મને મારા હોશિયાર હોવાનું દુઃખ થાય છે. કદાચ આ જ, શરૂઆત છે. આનો અંત કેવો હશે એ તમારા ઉપર છે…
આભાર
The Illegal Entrepreneur
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ