મોટા યુ્દ્ધ અને સાહસ કરેલા લોકોને એવું મોત મળ્યું હતું કે તમે વિચારી પણ નહિ શકો…

આજે અમે તમને કેટલાક યોદ્ધાઓ વિશે બતાવવા જઈ રહ્યાં છે, જેમનું ઈતિહાસમાં બહુ જ મોટું નામ હતું. પરંતુ આ બધાનું મોત એટલું મોટું રહ્યું ન હતું. આ બધા જ બહુ જ મામૂલી ચીજને કારણે મોતને ઘાટ ઉતારી દેવાયા હતા.

ગ્રીકના સેનાપતિ પ્યૂરોસપ્યૂરોસની સેનાપતિથી રાજા બનવાની કહાની જેટલી બહાદુરી ભરી છે, તેટલુ જ તેનું મોત અજીબ છે. મસમોટી લડાઈ જીતનારા યોદ્ધા એટલી આસાનીથી મરી ગયો હતો કે કોઈ વિચારી પણ ન શકે. ઈતિહાસ જણાવે છે કે, પ્યુરોસ રોમ જીત્યા બાદ અને આર્ગોસની ગલીઓમાં જઈ રહ્યો હતો. ત્યારે એક વૃદ્ધ મહિલા તેનો પીછો કરીને અગાશી પરથી કૂદી રહી હતી, તેને ટેરેસ પરથી જ નિશાન લગાવીને એક ટાઈલ ફેંકી હતી, જેને કારણે પ્યોરોસના માથા પર તે લાગવાથી તેનુ મોત થયું હતું.

લી વાઈલી વાઈ એક કવિ હતા, જેમને ભાવનાત્મક કવિતાઓ રચવાનો બહુ જ શોખ હતો. તે ઈમોશનલ-સેન્સીટિવ હતા. રોમેન્ટિક કવિતાઓ લખતા હા, પ્રકૃતિનો અહેસાસ કરવા માંગતા હતા. એકવાર રાત્રે સુંદર ચાંદનીમાં શાંત દરિયા કિનારે તેઓ ફરવા નીકળ્યા હતા. પાણીમાં ચંદ્રનુ ચિત્ર જોયું, અને તેમને તે ચિત્ર એટલે સારું લાગ્યું કે, તેને લેવા માટે તેઓ બોટમાંથી નીચે ઝૂક્યા હતા અને નદીમાં પડ્યા હતા. તરતા ન આવતું હોવાથી તેઓ નદીમાં ડૂબીને મરી ગયા હતા.

કિન શીહયાંગતમે ટેરાકોટા આર્મી વિશે જાણો છો? તો અમે તમને બતાવી દઈએ કે થોડા સમય પહેલા આપણા વડાપ્રધાન ચીન ગયા હતા, અને તેમણે ત્યાં પત્થરની બનેલી મૂર્તિઓવાળી આર્મીને જોઈ હતી અને તેની સાથે તસવીરો ખેંચાવી હતી. આ પ્રતિમાઓ ટેરાકોટાની હતી, જેને તત્કાલિન રાજા કિન શીહુયાંગે બનાવી હતી. આ બાદશાહ ક્યારેય મરવા માંગતો ન હતો. કોઈ પણ ખતરો લેવા માંગતો ન હતો. પંરતુ અમર થવાની લાલચમાં કોઈની સલાહ પર તેણે મરકરીની દવાઓ ખાધી હતી. જેથી તે અમર થઈ શકે. તે અમર તો ન થયો, પણ મરી જરૂર ગયો.

બાજીરાવબાજીરાવ બહુ જ મોટા મરાઠા યોદ્ધા હતા. તાજેતરમાં જ બાજીરાવ પર સંજય લીલા ભણસાલીએ બાજીરાવ મસ્તાની નામની ફિલ્મ બનાવી હતી,જે બહુ જ પોપ્યુલર બની હતી. બાજીરાવે ઈતિહાસમાં અનેક યુદ્ધો જીત્યા છે. પરંતુ 28 એપ્રિલ, 1740ના રોજ તે મૃ્ત્યુ પામ્યો હતો, જેનું કારણે અચાનક આવેલો તાવ હતો. માત્ર 39 વર્ષની ઉંમરે તે પોતાની જાગીરનું નિરીક્ષણ કરી રહ્યા હતા, ત્યારે તેમને અચાનક હીટ સ્ટ્રોક આવ્યો હોય તેવું કહેવાય છે. જેને કારણે તે મૃત્યુ પામ્યા હતા..

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક રસપ્રદ અને ઇતિહાસની જાણી અજાણી વાતો વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી