શાસ્ત્રોમાં કહ્યા મૂજબ હિંદુ ધર્મ પ્રમાણે સૂર્યદેવને જળ અર્પણ કરવાનું મર્મ જાણો

સૂર્ય વગર પૃથ્વી પર જીવન શક્ય  જ ના હોત. અને એટલે સૂર્ય નમસ્કાર સૂર્ય પ્રત્યે  કૃતજ્ઞતા વ્યક્ત કરવાની રીત છે—જે આપણા પૃથ્વિ ગ્રહ પર તમામ પ્રાણઊર્જાનું મુખ્ય કારણ છે.

એટલે જ ભગવાન સૂર્યનું ભારતીય સંસ્કૃતિમાં ખૂબ મહત્વ રહેલું છે. પૌરાણીક અને વૈદિક કાળથી લઈને આજ પર્યંત સુધી આપણે લોકો સૂર્ય પૂજા કરતા આવ્યા છીએ. ત્યારે આજે જાણીશું સૂર્ય ઉપાસના અને સૂર્ય પૂજાના મહત્વ વિશે.

ભગવાન સૂર્ય પ્રત્યક્ષ દેવ છે. રોજ સવારમાં સૂર્યનારાયણ દેવ આકાશમાં પોતાના પ્રકાશનો ઉજાસ પાથરે એટલે સૂર્યને અર્ઘ્ય આપવાની સાથે આપણા દિવસની શરૂઆત થાય છે. પ્રાચીન સમયના લોકો રોજ સવારે સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન આદી કાર્ય પૂર્ણ કરીને જેવો સૂર્યોદય થાય કે તરત જ ભગવાન સૂર્યને અર્ઘ્ય આપતા અને કહેતા હે સુરજ નારાયણ…

ભગવાન સૂર્ય પાસેથી શુભ ફળ પ્રાપ્ત કરવા માટે રવિવારના દિવસે સૂર્ય ભગવાનની વિશેષ પૂજા ઉપાસના કરવી. તો આ સાથે જ આ દિવસે સૂર્યને લગતી વસ્તુઓનું દાન પણ કરવું જોઈએ. સૂર્યને લગતી વસ્તુઓ જેવી કે પીળા રંગના વસ્ત્રો અથવા અન્ય પીળા રંગની ખાદ્ય સામગ્રીનું દાન કોઈ જરૂરિયાતવાળી વ્યક્તિને આપવામાં આવે તો શુભ ફળ મળે છે.


– ભગવાન સૂર્યને જળ અર્પણ કરવા માટે ખાસ કરીને તાંબાના લોટાનો ઉપયોગ કરવો જોઈએ. લોટામાં શુદ્ધ પાણી ભરવું અને તેમાં ચોખા, કંકુ, ચંદન, ફુલ, ગોળ વગેરેની પૂજા સામગ્રી નાંખવી જોઈએ. અને પછી આ જળ ભગવાન સૂર્યને અર્પણ કરવું જોઈએ.

ભગવાન સૂર્યને જળ અર્પણ કરતી વખતે ભગવાન સૂર્યના મંત્રો જેવા કે

ઓમ ભાસ્કરાય નમઃ
ઓમ રવયે નમઃ
ઓમ આદિત્યાય નમઃ
ઓમ ભાન્વે નમઃ
વગેરે સહિતના મંત્રોના જાપ કરવા જોઈએ.

લેખન.સંકલન : તૃપ્તિ ત્રિવેદી 

ધાર્મિક તેમજ આધ્યાત્મિક વાતોને વાંચવા માટે લાઇક કરો અમારું પેજ 

ટીપ્પણી