​સત્યઘટના આધારિત નાટક ‘ચિત્કાર’ આવી ગયું છે ફિલ્મ સ્વરૂપે તમે જોયું કે નહિ?…​

‘ચિત્કાર’ આ નાટકના નામ અને અભિનેત્રી સુજાતા મહેતાના નામથી ભાગ્યે જ કોઈ ગુજરાતી અજાણ હશે અને નાટકના રસિકો તથા ઉત્તમ ફિલ્મો જોવા માંગતા રસિયાઓ માટે આનંદના સમચારા એ છે કે સૂજાતાબહેનનું નાટક ‘ચિત્કાર’ હવે ગુજરાતી ફિલ્મ સ્વરૂપે જોવા મળશે, ફિલ્મ ચિત્કાર 20 એપ્રિલના રોજ રીલીઝ થઈ રહી છે. આ ફિલ્મનું ટ્રેલર લોન્ચિંગ તાજેતરમાં જ અમદાવાદમાં કરવામાં આવ્યું હતું તે સમયે હિતેનકુમાર અને સૂજાતા મહેતાએ ફિલ્મના સંવાદો આધારિત જે સ્કીટ રજૂ કરી તે જોતા જ આ ખમતીધર કલાકારોના બેજોડ પર્ફોમન્સનો અંદાજો આવી જતો હતો.

નાટક ચિત્કારની વાત પહેલા કરું તો આ સત્ય ઘટના પર આધારિત નાટક હતું સ્ક્રિઝોફેનિયાના દર્દીઓની વ્યથા, મનોદશા, પારિવારિક સ્થિતિ અને એક સ્ક્રિઝોફેનિક વ્યક્તિના તમામ સંવેદનો સૂજાતા મહેતાએ આ નાટકમાં ઝઈલ્યા હતા. અને ફિલ્મના ટ્રેલરમાં તેવો જ દમદાર તેમને તથા હિતેન કુમારનો અભિનય જોવા મળી રહ્યો છે.વર્ષ 1983માં પ્રથમવાર જ્યારે ચિત્કાર નાટકનું આયોજન થયું હતું. ત્યારથી માંડીને અતિશય પ્રશંસા પામેલું આ નાટક 25 વર્ષ સુધી દેશ વિદેશમાં ઘણું લોકપ્રિય રહ્યું અનેહવે ગુજરાતી ફિલ્મોનો એક નવો જ દૌર ચાલી રહ્યો છે ત્યારે માનવીય સંવેદનાઓથી ભરપૂર આ નાટક ફિલ્મ સ્વરૂપે જોવા મળશે.

ફિલ્મની પટકથા એક પેરાનોઇડ સ્કિઝોફ્રેનિક છોકરી રત્ના (સુજાતા મેહતા)ની આસપાસ ફરે છે , જે હિંસક અને વિભાજીત વ્યક્તિત્વ ધરાવે છે. અને એક સિનિયર મનોચિકિત્સક મુજબ, તેની માંદગીનો ઉપચાર કરવો અશક્ય છે. તેવા સમયે ડો. માર્કન્ડ (હિતેન કુમાર)નો પ્રવેશ થાય છે જે પોતે એક ઉત્તમ મનોચિકિત્સક છે, તે આ રત્નાના કેસ વિશે જાણે છે અને રત્નાની સારવારને એક પડકાર તરીકે સ્વીકારે છે અને તેને સામાન્ય જીવન જીવવાની તક આપે છે. આ એક સ્કિઝોફ્રેનિક દર્દી રત્ના અને તેની સારવાર કરતી વખતે ઘણી મુશ્કેલીઓ અને અવરોધોનો સામનો કરતા ડૉક્ટર આસપાસ ફરતી કથા છે.

જયંતીલાલ ગડાના બેનર પેન મીડિયા હેઠળ રજૂ થઈ રહેલી ફિલ્મ ચિત્કાર, લતેશ શાહ લિખિત તથા દિગ્દર્શિત છે. જેમણે આ સત્ય ઘટના આધારિત વાર્તાને આ પહેલા નાટક રૂપે રજૂ કરી છે. આ ફિલ્મનું નિર્માણ લતેશ શાહ, ખુશાલ રંભીયા, ધવલ જયંતીલાલ ગડા અને અક્ષય જયંતીલાલ ગડા દ્વારા કરવામાં આવ્યું છે, આ ફિલ્મનું સહ-નિર્માણ કર્યું છે- મયુર નંદૂ, રેશમા કડકિયા, કુશલ કાન્તિલાલ ગડા અને નીરજ વેલજી ગડા. સ્ટોરી, સ્ક્રીનપ્લે અને સંવાદો લતેશ શાહ દ્વારા લખવામાં આવ્યા છે, એસ. પપ્પુ આ ફિલ્મના ડિરેક્ટર ઓફ ફોટોગ્રાફી(ડોપ) છે, રજત ધોલકિયા દ્વારા ફિલ્મનું સંગીત કરવામાં આવ્યું છે અને ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક રાજેશ મનોહરી સિંહ અને ઉર્વક વોરા દ્વારા કરવામાં આવ્યું છે. ચિત્કારના ગીતો ભગવતી કુમાર શર્મા, અનિલ ચાવડા, કવિ ઘનશ્યામ ગઢવી, રજત ધોલકિયા અને લતેશ શાહ દ્વારા લખાયા છે.

મિત્રો પેન ઇન્ડિયા દ્વારા ગત મહિને જ રજૂ થયેલી ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ ધૂમ મચાવી રહી છે ત્યારે 20 એપ્રિલે રજૂ થનારી આ ફિલ્મ પણ એક ચોક્કસ સ્થાન પ્રાપ્ત કરશે.

આ ફિલ્મમાં આપણને સૂજાતા મહેતા તેમજ હિતેન કુમારના પ્લેબેકમાં એક ગીત પણ સાંભળવા મળશે. અભિનેતા હિતેન કુમારે ફિલ્મના ટ્રેઇલર લોન્ચિંગ સમયે થયેલી મુલાકાત દરમિયાન જણાવ્યુ હતું કે જ્યારે મેં મારી કારર્કિર્દી શરૂ કરી ત્યારે હું આ નાટકના એક પાત્રના ભાગ તરીકે જોડાયે હતો. અને ત્યારે મને થતું હતું કે મને તે સમયે ઇચ્છા થતી હતી કે ક્યારેક મને ડોક્ટર માર્કન્ડનો રોલ કરવા મળેતો સારું. અને આટલા વર્ષો બાદ હું ફિલ્મમાં ડોક્ટર માર્કન્ડનો રોલ કરી રહ્યો છું તે બાબતનો મને અનહદ આનંદ છે. મિત્રો હિતને કુમાર વર્ષો સુધી ગુજરાતી પડદા પર સુપરસ્ટાર તરીકે રાજ કરી ચૂક્યા છે. અને કંગના રનૌત અભિનિત ફિલમ સિમરનમં પણ તેમણે એક પિતાની ભૂમિકા બખૂબી નિભાવી હતી.

તો બીજી તરફ ચિત્કાર નાટકનો પર્યાય બની ચૂકેલા સુજાતા મહેતાએ જણાવ્યું હતું કે મને આ નાટક માટે તેમજ ફિલ્મ માટે પસંદ કરવા બદલ હું લતેશ શાહનો આભાર માનું છું. આ નાટક એટલું બધું લોકપ્રિય થયું હતું કે બોલિવૂડમાંથી અનેક ઓફર હતી કે આ ફિલ્મ હિન્દીમાં બને પરંતુતે લોકો હિરોઇન તેમની પસંદગીની ઇચ્છા પ્રમાણે લેવા માંગતા હતા. અને લતેશ શાહનો આગ્રહ હતો ચિત્કાર ફિલ્મ બનશે તો તેમાં એકટ્રેસ તરીકે તો સૂજાતા મહેતા જ હશે, અને આખરે માતૃભાષામાં બની રહેલી ફિલ્મમાં કામ કરી રહી છું તે બાબતનો મને ગર્વ છે.

મિત્રો સુજાતા મહેતાએ માત્ર ૧૩ વર્ષની વયે અંગેજી નાટક ‘ વેઇટ અન્ટીલ ડાર્ક’માં તેમણે અંધ છોકરીની ભૂમિકા કરી હતી. આઈ.એન.ટી.ના બાળ નાટકમાં તેમ જ હિન્દી વિડીયો ફિલ્મોમાં અભિનય કર્યો. મુંબઈની રંગભૂમિ તેમણે માટે તાલીમ શાળા બની રહી પોતાના કાર્યમાં ઊંડા રસ અને નિષ્ઠાએ તેમણે અભિનય સમૃધ્ધ બનાવ્યા. કાંતિ મડીયાના ‘ અમે બરફના પંખી’માં યાદગાર અભિનય આપ્યો હતો. ઉપેન્દ્ર ત્રિવેદી સાથે ‘ પેરેલિસિસ’ માં દૂરદર્શનના ટીવી નાટકોમાં તેમ જ પ્રવીણ જોશીના આઈ.એન.ટી.માં પણ યાદગાર અભિનય આપ્યો હતો. ‘ ચિત્કાર’ નાટકમાં તેમનો અભિનય ચિરકાલીન સ્મરણીય બની રહ્યો. હતો

આ ફિલ્મનું શૂટિંગ મનોરોગીઓની હોસ્પિટલ ખાતે રિયલ લોકેશન પર કરવામાં આવ્યું છે

લેખન : માનસી પટેલ

તમારા વિચારો કોમેન્ટમાં જરૂરથી જણાવજો, દરરોજ અનેક રસપ્રદ વાતો અને માહિતી વાંચો ફક્ત આપણા પેજ પર.

ટીપ્પણી