નાના બાળકોની સ્કીન કેર માટે તમે જે પ્રોડક્ટ વાપરો છો શું એ ભરોસાપાત્ર છે???

નાનાં બાળકોની સ્કિન ખૂબ જ જલદી પ્રમાણમાં ડ્રાય થઈ જતી હોય છે. નાનાં બાળકોની સ્કિન એટલી સેન્સિટિવ હોય છે કે એ માટે જેવી તેવી ક્રીમ કે લોશન પણ વાપરી શકતા નથી, કેમ કે જો એ લોશન કે ક્રીમ તેને સૂટ ન થઈ તો તેને સ્કિન પર એલર્જી થઈ જાય છે. નાના બાળકનું જેમ ધ્યાન રાખવામાં આવે છે એમ તેની સ્કિનનું પણ એટલું જ ધ્યાન રાખવું જરૂરી છે. તો જાણી લો તમે પણ નાનાં બાળકોની સ્કિનની કઈ રીતે કેર કરવી જોઇએ.

મોઇસ્ચરાઇઝર

ન્યુબોર્ન બેબીથી લઈને 11-12 વર્ષનાં બાળકોની સ્કિન વધારે ડેલિકેટ હોય છે. સ્કિન ડેલિકેટ હોવાને કારણે તેમની સ્કિન વધારે ડ્રાય થઈ જાય છે. એટલે તમે નાના બાળક માટે ત્વચાને રિલેટેડ કોઈ પણ વસ્તુ વાપરો એનું pH ન્યુટ્રલ હોવું જોઈએ. ન્યુટ્રલ ક્ણ્માં pH ૫ અથવા ૫.૫ હોવું જોઈએ. નાનાં બાળકોની સ્કિનની દેખભાળ તે નાહવા જાય ત્યાંથી જ શરૂ થઈ જાય છે. નાહતા સમયે સાબુ કે શાવર જેલ વાપરવું

સાબુ કરતાં શાવર જેલ વધારે સેફ છે. શાવર જેલમાં બદામનું તેલ, રાઈનું તેલ અથવા સેરામાઇડ ઓઇલ હોવું જોઈએ. આનાથી શાવર જેલ વધારે મોઇસ્ચરાઇઝિંગ થાય છે. એ પછી બદામના તેલ અથવા ઓલિવ ઓઇલથી મસાજ આપવો. આ બધામાં વિટામિન E હોય છે. આજકાલ સ્મેલના લીધે રાઈના તેલનો ઉપયોગ બહુ ઓછો થઈ ગયો છે, પણ રાઈના તેલમાં ગરમી વધારે હોય છે એટલે ખાસ કરીને રાઈના તેલથી મસાજ કરવો જોઈએ. બાળકને નાહ્યા પછી તરત જ મોઇસ્ચરાઇઝર ક્રીમ લગાવવું જોઈએ. ક્રીમમાં ગ્લિસરિન, લિક્વિડ પેરાફિન, વાઇટ સોફ્ટ પેરાફિન જેવી સામગ્રી હોવી જોઈએ. દિવસ-રાત ત્રણથી ચાર વાર મોઇસ્ચરાઇઝર લગાવવું.

નો હોટ વોટર

આપણને એમ લાગે છે કે નાનાંબાળકોને તો ગરમ પાણીથી જ નવડાવવાં જોઈએ. પણ આ ખોટું છે. નાનાં બાળકોને બહુ ગરમ પાણીથી નવડાવવાથી તેમની ત્વચા વધારે સૂકી થઈ જાય છે. એટલે તેમને હૂંફાળા પાણીથી સ્નાન કરાવવું જોઈએ. એ સાથે આપણે સ્નાન કરાવતા સમયે શરીર ઘસવા માટે જે સ્ક્રબ વાપરીએ છીએ એ પણ ન વાપરવું જોઈએ. આનાથી સ્કિન વધારે ડ્રાય થાય છે.

બાળકની સ્કિન બહુ સેન્સિટિવ હોય છે એટલે જરૂરી નથી કે તેને બધી પ્રોડક્ટ્સ સૂટથાય. એટલે વિધાઉટ પ્રિસ્ક્રિપ્શન બાળકની સ્કિન માટે કોઈ પણ પ્રોડક્ટ ન લેવીજોઈએ. બાળકની ક્રીમ પેરાફિન-ફ્રી, કલર-ફ્રી અને સુગંધ રહિત હોવી જોઈએ. એસાથે મિનરલ્સથી ભરપૂર પણ ન હોવી જોઈએ. નાનાં બાળકો માટે ગ્લિસરિન અને વિટામિન ચ્નો ઉપયોગ વધારે કરવો જોઈએ. જેમાં આ બે વસ્તુ હોય એ ક્રીમ જલગાવવી જોઈએ.

નાનાં બાળકોના પગ પણ ઠંડીમાં ફાટી જાય છે એટલે તેમને રાત્રેપગમાં મોઇસ્ચરાઇઝર લગાવીને કોટનનાં પગનાં મોજાં પહેરાવીને સુવડાવવાં. આનાથી તેમના પગ સોફ્ટ થશે અને ફાટશે નહીં. આપણી સ્કિન-ટાઇપ હોય છે, પણ નાનાં બાળકોની કોઈ સ્કિન-ટાઇપ નથી હોતી કેમ કે તેમનામાં 13 વર્ષ સુધી કોઈ હોમોર્નલ ચેન્જિસ થતા નથી. 13 વર્ષ પછી હોમોર્નલ ચેન્જના કારણે તેમની સ્કિનમાં બદલાવ આવે છે.

લેખન સંકલન : નિયતી મોદી

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી