આ ૯ વસ્તુઓને દૂધ માં નાખીને પીવો, અને મેળવો અઢળક ફાયદાઓ!

આ ૯ વસ્તુઓને દૂધ માં નાખીને પીવો, અને ફાયદાઓ ગણો!

‘પૃથ્વીનુ અમૃત’ એટલે કે દૂધ પોષક આહાર છે, જે શરીરને ફક્ત તાકાત જ નહિ પણ તાજગી અને આરામ પણ આપે છે. ઘણા પ્રકારના પોષક તત્વોથી ભરપુર દૂધ, માનવ માટે શ્રેષ્ઠ અને સંપૂર્ણ ખોરાક છે. તેના નિયમિત સેવનથી ઘણા પ્રકારના રોગો દૂર કરી શકાય છે.

પ્રોટીન, કેલ્શિયમ અને વિટામિનના સ્ત્રોત દૂધથી આપણે વિવિધ વાનગીઓ જેમ કે ઘી, માખણ, દહીં, ચીઝ, ખોવા, આઈસ્ક્રીમ, ક્રીમ, વગેરે બનાવી શકીએ છીએ.

આજે અમે લાવ્યા છીએ આ 9 વસ્તુઓને દૂધ સાથે પીવાથી ઘણા લાભ મેળવી શકાય.

દૂધ અને કેસરપ્રાચીન સમયથી સૌંદર્ય અને આરોગ્ય બનાવવા માટે કેસરનો ઉપયોગ કરવામાં આવે છે. હલકા અને સોનેરી લાલ રંગના કેસર આરોગ્યમાં ચાર ચંદ્ર મૂકે છે. દૂધમાં કેસર પીવાની પદ્ધતિ ખૂબ જ જૂની છે. તે શરીરને તેમજ ચામડીની સમસ્યાઓ સામે રક્ષણ આપે છે.

દૂધ અને હળદરદૂધ અને હળદરના ફાયદા વિશે તો તમે જાણતા જ હશો કારણ કે આપણે વર્ષોથી એ પિતા આવ્યા છીએ. હળદર અને દૂધમાં એન્ટિ-બેક્ટેરીયલ અને એન્ટીસેપ્ટીક ગુણધર્મો હોય છે જે તમને માત્ર ઘણા પ્રકારની ઇજાઓજ નહિ પણ જાત જાતના રોગોથી પણ રક્ષણ આપે છે, આ ઉપરાંત તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. હળદરનુ દૂધ ખૂબ જ લાભદાયી છે કારણ કે તેનાથી શરદી, અને ઉધરસ સામે રક્ષણ મળે છે.

દૂધ અને એલચીસુગંધ માટે પ્રખ્યાત એવી એલિચીનો ઉપયોગ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવા માટે તો કરીએ જ છીએ પરંતુ શું તમને ખબર છે કે દૂધ સાથે એલચી પીવાથી કેટલા લાભો મેળવી શકાય છે? ઇલાયચીને સાદા દૂધમાં ઉમેરીને, તેના સ્વાદમાં તો વધારો કરી જ શકાય છે સાથે સાથે એનિમિયા જેવા રોગથી બચી પણ શકાય છે. આ ઉપરાંત ત્વચાને wrinkles થી બચાવી શકાય છે.

દૂધ અને બદામબદામ વિષે કહેવાની કઈ જરૂર છે જ નઈ કે એ કઈ રીતે ફાયદાકારક છે ! પલાળેલી બદામને દૂધ સાથે ભેળવીને, તેના સ્વાદમાં વધારો થશે અને સાથે સાથેતે મગજ, હૃદય, આંખો અને ચામડી માટે પણ ફાયદાકારક છે.

દૂધ અને ફળતે ડબલ ડોઝ તરીકે કામ કરે છે. આ મિશ્રણ શારીરિક તાકાત આપે છે, અને તાજગી પણ અનુભવાય છે. આ માટે, દૂધ સાથે મિક્સરમાં તમારી પસંદગીના ફળને મૂકીને શેક બનાવી શકો છો. બનાના, સફરજન, ચિકુ, સ્ટ્રોબેરી, કેરીનો ઉપયોગ કરી અલગ અલગ શેક બનાવી શકાય છે.

દૂધ અને ચોકલેટઆ મિશ્રણ દરેક ઘરમાં પીવામાં આવે છે, ખાસ કરીને નાના છોકરાઓ માટે. આનો એક ફાયદો એ છે કે નાના છોકરાઓ જેમને દૂધ નથી ભાવતું એમને દુધનુ પોષણ પણ મળે છે, સાથે સાથેઅન્ય ફાયદો એ છે કે મગજ પણ સક્રિય થાય છે. ચોકલેટ એન્ટીઑકિસડન્ટોથી સમૃદ્ધ છે જે ચામડીની કરચલીઓ ઘટાડી યુવાન બનાવે છે.

દૂધ અને નાળિયેરઘણા પ્રકારના પોષક તત્વોથી ભરપુર એવા નાળિયેરને દૂધ સાથે મિશ્રિત કરીને શેક બનાવી શકાય છે. તે યકૃત, ત્વચા અને સાંધા માટે ફાયદાકારક રહેશે. આનાથી તમારી ત્વચા તૈલી અને સુંદર બના શકશે.

દૂધ અને ખજુરોગ્લુકોઝ, આયન અને ફ્લોરિનના સ્ત્રોતોથી ભરપુર એવા ખજૂરને ગરમ દૂધ સાથે ઠંડા હવામાનમાં પીવાથી શરદી નથી થતી તેમજ ઠંડી સામે રક્ષણ પણ મળે છે.

દૂધ અને ગોળજો તમે શહેરમાં રહો છો, તો દૂધમાં ખાંડને બદલે ગોળ ઉમેરીને પીવું. આ તમને વધતા પ્રદૂષણ સામે રાહત આપશે અને તમારુ ગળું પણ સ્વસ્થ રાખશે. આ ઉપરાંત, દૂધ અને ગોળને એક સાથે પાવાથી શરદી-ઉધરસ પણ નથી થતા.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક ઉપયોગી અને સ્વાસ્થ્ય સંબંધિત માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી