અમેરિકાના રાષ્ટ્રધ્વજમાં 50 સ્ટાર્સ અને 13 લાલ પટ્ટીઓ પાછળ છુપાયેલી છે રોમાંચક માહિતી…

દરેક દેશનું પોતાનું એક પ્રતીક ચિન્હ હોય છે. આ પ્રતીકોમાં રાષ્ટ્રીય પક્ષુ, રાષ્ટ્રીય પક્ષી વગેરે હોય છે. પરંતુ આ પ્રતિકોમાં સૌથી વધુ મહ્ત્ત્વનો હોય છે દરેક દેશનો ધ્વજ. દેશનો ધ્વજ પોતાના દેશ વિશે બહુ જ કંઈક કહી જાય છે. તેથી જ તો ક્યારેય પણ દેશના રાષ્ટ્રધ્વજ સાથે કોઈ પણ પ્રકારનો મજાક કરવામાં આવતો નથી. આજના જમાનામાં દુનિયાનો સૌથી તાકાતવાર ધ્વજ અમેરિકાનો છે. તે એટલા માટે કે તે દુનિયાનો સૌથી વધુ તાકાતવાર દેશ છે. તો આજે અમે તેમને આ તાકાતવાર દેશના ધ્વજ વિશે જણાવીશુ, જે ઘણુ બધુ કહી જાય છે.

દરેક અમેરિકન માટે તેમનો ધ્વજ માત્ર એક સાધારણ ધ્વજ નથી, પંરતુ રાષ્ટ્ર સાર્વભૌમિકતાનું પ્રતિક છે. આ સાર્વભૌમિક પ્રતિકમાં 50 સ્ટાર્સ અને 13 લાલ પટ્ટીઓ છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે, તેનો મતલબ શું થાય છે. જો નહિ, તો આજે જાણી લો સ્ટાર્સ અને પટ્ટીઓનુ મહત્ત્વ.

અમેરિકાનું અધિકારિક પ્રતિક ધ્વજ એક આયાતકાર કેનવાસ છે, જેના પર 13 લાલ પટ્ટીઓને સાથે 13 સફેદ પટ્ટીઓ પણ છે, જે ક્ષૈતિજ અને વૈકલ્પિક રીતે ચિત્રિત કરવામાં આવી છે. આ લાલ અને સફેદ પટ્ટીઓ કોલોનિયો અને શાંતિનું પ્રતિક છે.

લાલ રંગની 13 પટ્ટીઓ એ ઓરિજનિલ 13 કોલોનિયોને દર્શાવે છે, જે બ્રિટિશ રાજથી અલગ થઈ અને તેમનું અમેરિકા સાથે ગઠન થયું. સફેદ નૈતિક સિદ્ધાંતોનું પ્રતિક છે, જેના પર સંયુક્ત રાજ્યની સ્થાપ્ના થઈ હતી.

ધ્વજમાં સ્ટાર્સ

અમેરિકાના ધ્વજમાં સ્ટાર્સ પણ છે, પણ શું તમે તેની ગણતરી કરી છે. આ સ્ટાર્સ સાથે રોચક તથ્ય જોડાયેલું છે. આ સ્ટાર્સ અનેકવાર બદલાવામાં આવ્યા છે. આ સ્ટાર્સને જાણવા માટે તમને અમેરિકાનો ઈતિહાસ પણ જાણવો પડશે.

અમેરિકન ધ્વજનો ઈતિહાસ એ દિવસથી શરું થયો, જ્યારે અમેરિકાને એક સ્વતંત્ર રાજ્ય જાહેર કરવામાં આવ્યો. 4 જુલાઈ, 1776. ત્યા સુધી દેશનો પોતાનો અધિકારિક બેનર ન હતું. તેથી અમેરિકાના ધ્વજ પહેલા સંસ્કરણ પર, વર્તમાન સ્ટાર્સ કરતા, ગ્રેટ બ્રિટનનું એક પ્રતિક ચિત્રિત કરવામાં આવ્યું હતું. તેને કોન્ટિનેન્ટલ ફ્લેગ કહેવામાં આવે છે. આગામી સાડા દોઢ વર્ષમાં તે ધ્વજ જ્યોર્જ વોશિંગ્ટનના કમાન અંતર્ગત ઉત્તર અમેરિકી ક્રાંતિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.

જોકે, બધાને ખબર હતી કે, નવા સ્વતંત્રરાજ્યને પોતાની, અનુઠી અને અદ્વિતીય પ્રતિકની જરૂર હતી. તેથી જૂન 1777માં કોંગ્રેસ એક નવા અધિકારિક અમેરિકી ધ્વજને મંજૂરી આપી હતી. ધ ગ્રેટ બ્રિટનના પ્રતિકના બદલામાં તેના પર તારા હતા. તે સંયુક્ત રાજ્યનું પ્રતિક હતું. તો, અમેરિકી ધ્વજ પર કેટલા સ્ટાર્સની શરૂઆત થઈ હતી. 13 રાજ્યોના 13 સ્ટાર્સ

હવે 50 સ્ટાર્સ છે

1912થી 1959 સુધી અમેરિકાના ધ્વજમાં સ્ટાર્સની સંખ્યા 13થી વધીને 48 થઈ ગઈ છે અને 1960માં હવાઈ બનાવવાની સાથે સ્ટાર્સની સંખ્યા 50 થઈ ગઈ. હવે અમેરિકાના ધ્વજમાં 50 સ્ટાર્સ છે અને તે સ્ટાર્સ અમેરિકાના રાજ્યોને અંકિત કરે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક રસપ્રદ અને જાણવા જેવી માહિતી વાંચો ફક્ત આપણા પેજ પર.

 

ટીપ્પણી