રીચ રશિયન ડોટર અને તેમની સ્તબ્ધ કરી દેતી લાઈફ સ્ટાઈલ આજે જ વાંચો

રશિયા ચાઈનાની જેમ જ એક વિશાળ દેશ છે અને તેની જેટલો જ રહસ્યમયી દેશ છે. આપણે યુએસએ વિષે ઘણું બધું જાણીએ છીએ પણ શું રશિયા વિષે એટલું જાણીએ છીએ. માત્ર એટલું જ જાણીએ છીએ કે એક વખતે તે યુએસએને સમોવડિયો દેશ હતો. જો કે આજે આપણે તેને રાજકિય દ્રષ્ટિકોણથી નથી જોવાનો પણ ત્યાંના ધનાઢ્ય સંતાનો વિષે વાત કવરાના છીએ  કે તેઓ કેટલી લગ્ઝરિયસ લાઈફ જીવી રહ્યા છે. તમે જ્યારે કોઈ ઇંગ્લિશ મુવિ જોતા હશો ત્યારે જો કોઈ પૈસાદાર વ્યક્તિની વાત થતી હશે તો તેમાં કોઈ રશિયનનો સમાવેશ ચોક્કસ થતો  હશે. અને તેમની જીવનશૈલી પણ તેટલી જ ચોંકાવનારી હદે લગ્ઝરીયસ હોય છે કે આપણે તો ઠીક પણ અમેરિકન્સની આંખો પણ પહોળી થઈ જાય.

આજે આપણે વાત કરવાના છીએ રશિયાના ધનાડ્ય લોકોની છોકરીઓ વિષે. તેમને વારસામાં અધધધ્ રૂપિયો નહીં પણ ડોલર્સ મળ્યા હોય છે અને તેનો ઉપયોગ પોતાની લાઈફસ્ટાઇલ લગ્ઝરિયસ બનાવવા માટે તો કરે જ છે પણ વારસામાં મળેલા બિઝનેસ એમ્પાયરને પણ તેઓ સારી રીતે સંભાળતી થઈ જાય છે.

આજે વાત કરીશું આવીજ રશિયન બિલિયેનેર્સ ડોટર્સની.

કસેનિયા સોબચકઃ

નેટ વર્થઃ 5 મિલિયન ડોલર્સ

કસેનિયા સોબચોકને રશિયાની પેરિસ હિલ્ટન કહેવામાં આવે છે. તેણી ટીવી એન્કર, જર્નાલિસ્ટ, સોશિયલિસ્ટ અને એક્ટ્રેસ છે. તેણી રશિયાના પ્રેસિડેન્ટ પુટિનના મેન્ટોર ગણાતા સ્વર્ગસ્થ અનાટેલી સોબચકની પુત્રી છે. તેને કેટલીક મેગેઝિનો કિમ કર્દાશિયન સાથે પણ સરખાવે છે.

અલસફાઉ સફીના : 

નેટ વર્થઃ 350 મિલિયન ડોલર

આપણી આ યાદીમાં અલસફાઉ ભલે એટલી બધી રીચ ન હોય પણ તેનું ફેમેલિ રશિયામાં ખુબ  જ પ્રભાવ શાળી ગણવામાં આવે છે. તેણી એક જાણીતી પોપ સિંગર પણ છે અને રશિયાના બિઝનેસ ટાઇકૂન રેલિફ સફિનાની છોકરી છે.

કિરા પ્લાસ્ટિનિના

નેટ વર્થઃ600 મિલિયન ડોલર

કિરા પ્લાસ્ટિનિના એ યુરોપની પ્રખ્યાત ડેરી કંપનીના સીઈઓ સર્ગી પ્લાસ્ટિનીનની દીકરી છે. 16 વર્ષની નાની ઉંમરમાં જ તેણી ફેશન જગતમાં પ્રખ્યાત થઈ ગઈ હતી. તેણે પોતાના પિતાના ફંડિંગ દ્વારા એક ફેશન બિઝનેશ શરૂ કર્યો હતો. જોકે તે તેમાં કંઈ ખાસ સફળતા નહોતી મેળવી શકી. ત્યાર બાદ તેણે ફરી પ્રયાસ કર્યો અને આજે તેના 300 સ્ટોર્સ સમગ્ર વિશ્વમાં છે.

અન્ના એબ્રામોવિચ

નેટ વર્થઃ 3.4 બિલિયન ડોલર લગભગ (22100 કરોડ રૂપિયા)

અન્ના એબ્રામોવિચ રશિયાના બિલિયોનેર બિઝનેસ ટાયકૂનની પુત્રી છે.  અન્નાનાપિતા અનેક ફૂટબોલ ક્લબ્સ, લક્ઝરિયસ યાટ તેમજ અન્ય કેટલીએ લક્ઝરિયસ વસ્તુઓ ધરાવે છે. પોતાના પિતાના વારસાની સાથેસાથે જ અન્નાનો શોખ પણ પોતાના પિતા જેવો જ છે. જોકે અન્ય બિલિયોનેર ડોટર્સ કરતાં તેણી થોડી લો-કી લાઇફસ્ટાઇલમાં રહેવાનું પસંદ કરે છે.

અન્ના અનિસિમેવા

નેટ વર્થ – 3.4 બિલિયલ ડોલર

અન્ના રશિયાના ફેમસ બિઝનેસમેન વેસેલિ અનિસિમોવની પુત્રી છે. તેઓ ખાણ તેમજ ધાતુઓનનું વિશાળ બિઝનેસ સામ્રાજ્ય ધરાવે છે. તેણીએ પોતાનો અભ્યાસ યુ.એસ.એમાં પૂર્ણ કર્યો છે અને તે પોતાની લેવિશિંગ લક્ઝરિયસ લાઇફ સ્ટાઇલ માટે શ્રીમંતોમાં જાણીતી છે. તેણે ટાઇમ વોર્નર સેન્ટરમાં 75માં માળે લક્ઝરિયસ ફ્લેટ કરીદ્યો હતો. જેની માર્કેટ વેલ્યુ 325 કરોડ રૂપિયા છે.

એનેસ્ટેશિયા પોટેનિનાઃ

 

નેટ વર્થ – 5 બિલિયન (લગભગ 32500 કરોડ રૂપિયા)

એનેસ્ટેસિયા એન્ડવેન્ચર સ્પોર્ટ્સની ખુબ જ શોખીન છે. મિડિયામાં ઘણીવાર તેનો સ્પોર્ટ્સ પ્રેમ ક્યારેક સ્કાય ડાઇવિંગ કે ક્યારેક સર્ફિંગ કરતાં ફોટોગ્રાફ્સમાં જોવા મળી જાય છે. તેના પિતા વ્લાદિમીર પોટેનિન રશિયાના ફેમસ બિઝનેસમેન છે.

પોલિના ડેરિપાસ્કાઃ

નેટ વર્થ – 11 બિલિયન (લગભગ 71500 કરોડ રૂપિયા)

પોલિના ખુબ જ નાની ઉંમરમાં રશિયન બિલિયોનેર્સની યાદીમાં સ્થાન પામી ચુકી હતી. પોલિના રશિયાના પૂર્વ રાષ્ટ્પતિ બોરિસ યેત્સસીનની પુત્રી છે અને એલ્યુમિનિયમ ટાયકૂન ઓલેકની પત્ની છે.

ઇકાટેરિના રાયબોલોવલેવા

નેટ વર્થ – 9.1 બિલિયન ડોલર્સ

રશિયાના પ્રખ્યાત બિલિયોનેર દિમિત્રી રાયબોલોવલેવાની પુત્રી છે. ઇકાટેરિનાએ ન્યૂયોર્કનો સૌથી મોંઘો એપાર્ટમેન્ટ ખરીદીને હોહા મચાવી દીધી હતી. જેની આશરે કીંમત 572 કરોડ રૂપિયા હતી.   તેણે પોતાના નામે કરોડો રૂપિયાનો ગ્રીક આઇલેન્ડ પણ ખરીદ્યો છે. જેને બિલિયોનેર્સનું સ્ટેટસ ગણવામાં આવે છે.

વિક્ટોરિયા મિખેલસન

નેટ વર્થ – 13.74 બિલિયન

રશિયાની સીઈઓ મેગેઝિન દ્વારા ગયા વર્ષે વિક્ટોરિયાને વેલ્ધિયેસ્ટ બિલિયોનેર હેરેસમાં પ્રથમ ક્રમાંક આપ્યો હતો. રશિયામાં એનર્જી એન્ડ ગેસ સેક્ટરમાં કરોડો ડોલરનો બિઝનેસ ધાવતા લિયોનિન મિખેલસનની પુત્રી છે. વિક્ટોરિયા તેમની એકનું એક સંતાન છે.  તેમજ અન્ય બિલિયોનેર્સ ડોટરની જેમ તેને લાઇમલાઇટમાં રહેવું પસંદ નથી તે હંમેશા લો કી રહેવાનું જ પસંદ કરે છે.

લેખન.સંકલન : તૃપ્તિ ત્રિવેદી 

રસપ્રદ માહિતીને વાંચવા આજે જ અમારું પેજ: “જલ્સા કરોને જેંતીલાલ” લાઇક કરો 

 

 

ટીપ્પણી