જાણો દેશના આ 6 રાજ્યોમાં કેવો છે મોસમનો મીજાજ, ક્યાંક વરસાદ તો ક્યાંક ગરમીએ તોડ્યો રેકોર્ડ

મોસમ વિભાગનું કહેવુ છે કે પહાડી વિસ્તારમાં હિમવર્ષાછી ઉત્તર ભારતમાં ઠંડીનું પ્રમાણ વધશે. ઉત્તર ભારતના ઘણા ભાગમાં બુધવારે તાપમાન સામાન્ય કરતાં નીચે જોવા મળ્યું હતું. બિહાર ધુમ્મસના સકંજામાં આવી ગયું છે. બિહારની રાજધાની પટનાના સામાન્ય તાપમાનમાં 6.8 ડીગ્રી સેલ્સિયસનો ઘટાડો થયો છે. તો બીજી તરફ રાજસ્થાનના કોટામાં ડિસેમ્બરમાં મહત્તમ તાપમાનનો 9 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. અહીં મહત્તમ તાપમાન 32.5 રેકોર્ડ નોંધાયું છે. તો આ તરફ ઈન્દોર સહિત મધ્યપ્રદેશના તાપમાનમાં ફરી વધારો નોંધાયો છે. હવામાન વૈજ્ઞાનિક આવું થવા પાછળનું કારણ બંગાળની ખાડીમાંથી આવેલા ભેજને ગણાવી રહ્યા છે. હજુ આગામી સમયમાં ઠંડીનો ચમકારો વધશે તેવી શક્યતા સેવવામાં આવી છે.

કુલ્લૂના ઊંચા શીખરમાં પણ વરસાદ

image soucre

તો બીજી તરફ બુધવારે સાંજ પડતા જ હિમાચલના લાહૌલ સ્પીતિના પહાડો સહિત નીચાણ વાળા વિસ્તારમાં પણ બરફવર્ષા શરૂ થઈ ગઈ હતી. ચંદ્રાવેલી, પટ્ટન વેલી, મલંગ ગામમાં 3 ઈંચ સુધી બરફવર્ષા થઈ. તો આ તરફ કુલ્લૂના ઊંચા શીખરમાં પણ વરસાદ પડ્યો હતો. શિમલામાં રાતનું તાપમાન 10.4 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતા પાંચ ડિગ્રી કરતા વધુ રહ્યું. હવામાન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે પહાડ પર પડી રહેલી બરફવર્ષાની અસરથી ડિસેમ્બરના બાકીના દિવસોમાં મેદાની વિસ્તારમાં ઠંડી વધી શકે છે અને તાપમાનનો પારો વધુ ગગડશે.

હરિયાણાના હિસારમાં રાતનું તાપમાન 8.7 ડિગ્રી પર પહોંચ્યું

image source

વાત કરીએ હરિયાણાની તો અહિયા ઘણા વિસ્તારોમાં 11 અને 12 ડિસેમ્બરે હળવો વરસાદ થઈ શકે છે. આ દરમિયાન દિવસનું તાપમાન નીચુ રહેવાની શક્યતા છે. આ ઉપરાંત હિસારમાં રાતનું તાપમાન 8.7 ડિગ્રી પર પહોંચી ગયું હતું, જ્યારે દિવસનું 27.5 ડિગ્રી નોંધાયું છે. હવામાન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે પશ્વિમ વિક્ષોભની અસરથી વરસાદ થશે અને અસર ઘટશે તો 13 ડિસેમ્બરથી ફરીથી ધુમ્મસ છવાઈ શકે છે. નારનૌલમાં દિવસનો પારો 29 ડિગ્રી નોંધાયો, જે સામાન્ય કરતા 4 ડિગ્રી વધુ હતો. આગામી બે દિવસ હરિયાણા વાસીઓ માટે મહત્વના સાબિત થઈ શકે છે.

મધ્ય પ્રદેશમાં પણ તાપમાન થયો મોટો ફેરફાર

image soucre

નોંધનિય છે કે બંગાળની ખાડીમાંથી ભેજ આવવાને કારણે ઈન્દોર સહિત મધ્યપ્રદેશમાં તાપમાનમાં ફરી વધારો થયો છે, જેની અસર લગભગ છ દિવસ સુધી રહેશે. વાદળને કારણે દિવસના તાપમાનમાં થોડોક ઘટાડો આવી શકે છે, પરંતુ રાતનો પારો સરેરાશથી એકાદ ડીગ્રી વધુ જ રહેશે. ઠંડીને ધ્યાનમાં રાખીને ડિસેમ્બર સૌથી મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે, પણ આ મહિને અને સીઝનમાં પારો માત્ર 11.2 ડીગ્રીના જ સામાન્ય સ્તર સુધી ગયો છે. કડકડતી ઠંડી માટે હાલ રાહ જોવી પડશે. 20 ડિસેમ્બર પછી જ વાતાવરણ ઠંડું થાય એવા અણસાર છે. રાજ્યના મુખ્ય શહેર ભોપાલ, જબલપુર અને ગ્વાલિયરમાં પણ મહત્તમ તાપમાન 30થી 31 ડીગ્રી વચ્ચે જ રેકોર્ડ થયું છે.

પટનાએ ધુમ્મસ સંબંધિત અલર્ટ પર જાહેર

image soucre

તો વાત કરીએ બિહારની અહિ્યા પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. બિહારમાં આગામી બે દિવસ સુધી ધુમ્મસની ચાદર છવાયેલી રહેશે. ખાસ કરીને દિવસના 10 વાગ્યા સુધી ધુમ્મસ વધુ રહેશે. આનાથી વિઝિબિલિટી ઓછી થશે. ધુમ્મસને કારણે વિમાન તથા ટ્રેનની અવરજવર પર પણ અસર પડી રહી છે. હવામાન વિજ્ઞાન કેન્દ્ર, પટનાએ ધુમ્મસ સંબંધિત અલર્ટ પર જાહેર કર્યું છે. તો આ તરફ બે દિવસમાં દિવસના તાપમાનમાં 6.8 ડીગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે, જેનાથી રાજધાનીમાં ઠંડી વધી ગઈ છે. વૈજ્ઞાનિકોના મતે મહત્તમ અને સામાન્ય તાપમાન વચ્ચે અંતર સતત ઘટતું જઈ રહ્યું છે, જેનાથી ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. બુધવારે પટનાના મહત્તમ અને સામાન્ય તાપમાન વચ્ચે માત્ર 5.4 ડીગ્રી સેલ્સિયસનું અંતર રહી ગયું. હજુ આગામી સમયમાં ઠંડીનો ચમકારો વધુ જોવા મળે તો નવાઈ નહિં.

રાજસ્થાનમાં ઠંડીની લહેર

image source

તો રાજસ્થાનમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. બુધવારે રાજસ્થાનના કોટામાં ડિસેમ્બરમાં મહત્તમ તાપમાનનો 9 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો. બુધવારે શહેરનું મહત્તમ તાપમાન 32.5 અને સામાન્ય 13.3 ડીગ્રી નોંધાયું હતું. આ પહેલાં ડિસેમ્બર 2011માં મહત્તમ પારો 32.8 ડીગ્રી નોંધાયો હતો. વિઝિબલિટી 1500 મીટર હતી. તો આ તરફ સવારે 8.30 વાગ્યે પારો 18.2, સવારે 11.30 વાગ્યે 29.2, બપોરે 2.30 વાગ્યે 31.8 અને સાંજે 5.30 વાગ્યે ઘટીને 28.4 ડીગ્રી રેકોર્ડ થયો હતો. ખાસ કરીને માઉન્ટ આબુમાં ફરવા આવતા સહેલાણીઓ હાલમાં ઠંડીની ઋતુની મોજ માણી રહ્યા છે.

ભોપાલમાં વરસાદની આગાહી

image source

બંગાળની ખાડીમાંથી ભેજ આવવાના કારણે ઈન્દોર સહિત મધ્યપ્રદેશના મુખ્ય શહેરોમાં તાપમાન ફરી વધ્યું છે. જેની અસર લગભગ 6 દિવસ સુધી રહેશે. વાદળના કારણે દિવસના તાપામાનમાં થોડોક ઘટાડો આવી શકે છે, પણ રાતનો પારો સરેરાશ કરતા 1-2 ડિગ્રી વધુ જ રહેશે. આ મહિના અને સિઝનમાં પારો માત્ર 11.2 ડિગ્રીના જ મિનિમમ લેવલ સુધી ગયો છે. 20 ડિસેમ્બર પછી જ હવામાન ઠંડુ થવાના અણસાર છે. ભોપાલ, જબલપુર અને ગ્વાલિયરમાં મેક્સિમમ ટેમ્પરેચર 30 થી 31 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું.ભોપાલમાં શુક્રવારથી ત્રણ દિવસ સુધી હળવો વરસાદ થઈ શકે છે. જેના કારણે શહેરમાં ઠંડીનું પ્રમાણ વધશે.

પંજાબમાં પણ હળવા વરસાદની આગાહી

image source

તો હવે વાત કરીએ પંજાબની તો અમૃતસર, પઠાનકોટ, ગુરદાસપુર સહિત ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ થવાથી ઠંડક વધી ગઈ છે. ઠંડા પવનથી તાપમાનમાં 6 ડિગ્રીનો ઘટાડો નોંધાયો. રાતનું તાપમાન 11-12 ડિગ્રી રેકોર્ડ નોંધવામાં આવી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુરુવારે અને શુક્રવારે પણ અમુક જિલ્લામાં વરસાદના અણસાર છે. જેને કારમે પારો નીચો આવશે અને ઠંડીનું પ્રમાણ વધશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ