કડકડતી ઠંડીમાં નહિ ન્હાવાના ફાયદાઓ વિષે જાણો

આપણને હંમેશા વડીલો, ડોક્ટરો તથા પરિચીતો ન્હાવાના ફાયદા કહેતા હોય છે. તેમના મોઢામાંથી ન્હાવાને લઈને વિવિધ પ્રકારના ફાયદા તેમજ વાતો આપણે સાંભળતા હોઈએ છીએ. પરંતુ ઠંડીના સમયમાં ન્હાવાનો દરેકને કંટાળો આવતો હોય છે. ખાસ કરીને કડકડતી ઠંડીમાં ન્હાવાની હિંમત પણ થતી નથી. ડિસેમ્બર-જાન્યુઆરી મહિનામાં ન્હાવાનો કંટાળો આવવા લાગે છે. તેમાં પણ જો સ્કૂલ-કોલેજમાં જવા માટે સવારે વહેલા ઉઠવાનું હોય તો મન જ નથી થતું. પણ તમને ખબર નહિ  હોય, કે ન ન્હાવાના પણ અનેક ફાયદા છે.

ન ન્હાવાના નામે એક રેકોર્ડ પણ બનેલો છે. ઈરાનમાં રહેનાર અમુ હાજી એવી વ્યક્તિ છે, જે છેલ્લા 60 વર્ષથી ન્હાયા નથી. ભારતમાં રહેતા સતીષ નામની વ્યક્તિ 66 વર્ષથી ન ન્હાઈને રેકોર્ડ બનાવી ચૂક્યા છે. જો તમને ઠંડીમાં ન્હાવું ગમતું ન હોય તો ન ન્હાતા, કારણ કે ન ન્હાવાના પણ ફાયદા છે. તો ચાલો જાણી લઈએ.

  • ઠંડીમાં ન્હાવાનો સૌથી મોટો ગેરફાયદો એ છે કે, ન્હાવાથી શરીરનું તાપમાન ઘટી જાય છે. જેનાથી તમે બીમાર પડી શકો છો. જ્યાં લોકો ઠંડીમાં પોતાની બોડીના તાપમાનને સંતુલિત બનાવી રાખવા માટે અનેક પ્રયાસો કરે છે. ગરમ કપડા પહેરે છે, આગથી હાથ શેકે છે. તો બીજી તરફ ન્હાઈને શરીરનુ તાપમાન ઘટાડી દે છે. તેનાથી અનેક પ્રકારના રોગ થવાની શક્યતાઓ વધી જાય છે.

  • તમને મજાક લાગશે, પણ એક વ્યક્તિ દિવસભરમાં 85-90 લિટર પાણીનો ઉપયોગ કરે છે. આ પાણી ન્હાવા, કપડા ધોવા, પીવામાં વગેરે કામમાં ઉપયોગ થાય છે. આવામાં જો તમે ન્હાવાનં ટાળો છો, તો કેટલું બધુ પાણી બચી શકે છે.
  • ઠંડીમાં હંમેશા તેલ લગાવીને માલિશ કરવી પડે છે. નહિ તો શરીરની ત્વચા ફાટવા લાગે છે. તેથી એવું કરો કે, શરીરમાં માલિશ કરીને છોડી દો. તેનાથી તમને અનેક દિવસો સુધી માલિશ પણ નહિ કરવી પડે. તેમજ સમયની પણ બચત થશે.
  • ઠઁડીને કારણે પસીનો, ગરમી વગેરે જેવું કંઈ થતું નથી. તેથી ઠંડા પાણીથી ન્હાવાનો કોઈ પ્રશ્ન જ ઉદભવતો નથી. તેથી ઠંડીમાં તમે આ બધા કામોથી છૂટકારો મેળવી શકો છો અને સમય પણ બચાવી શકો છો.

યાદ રાખવાની વાત

આ સમગ્ર ટિપ્સમાં એક બાબત યાદ રાખવાની જરૂર છે. કે ભલે ન્હાવો કે ન ન્હાવો, પંરતુ રોજ કપડા જરૂરી બદલી લો. તેનાથી તમને એ ફાયદો થશે કે, શરીરમાં બેક્ટેરિયા અને બીજા કીટાણું નહિ ફેલાય. જેનાથી તમે વગર ન્હાયે પણ ઠંડીમાં થતી બીમારીઓથી બચી શકશો.

લેખન.સંકલન : તૃપ્તિ ત્રિવેદી 

સ્વાસ્થ્યને લગતી બાબતો વાંચવા માટે લાઇક કરો અમારું પેજ : “જલ્સા કરોને જેંતીલાલ”

ટીપ્પણી