ઠંડાપીણામાં પેપ્સી અને કોકાકોલાને ટક્કર આપશે અમૂલનું આ ડ્રિંક્સ, જાણો તેની કિંમત અને ફ્લેવર વિશે

અમૂલને આપણે દૂધ માટે જ યાદ કરીએ છીએ. પરંતુ અમૂલની બીજી એવી ઘણી પ્રોડક્ટ છે જેના વિશે કદાચ તમે નહિં જાણતા હોય. કોરોનાકાળમાં તેમણે વિવિધ પ્રકારના આયુર્વેદિક દૂધ અને આઈસક્રિમ લોન્ચ કર્યા હતા. હવે અમૂલ પેપ્સી અને કોકાકોલાને ટક્કર આપવા નવું ડ્રીંક્સ બજારમાં લાવી રહી છે. ભારતના કાર્બોનેટેડ સોફ્ટ ડ્રિંકના માર્કેટમાં હવે નવી લડાઈ જોવા મળી શકે છે. દેશની સૌથી મોટી ડેરી બ્રાંડ અમુલે દેશનું પહેલું મિલ્ક બેઝ્ડ કાર્બોનેટેડ સેલ્ટઝર લોન્ચ કરી કાર્બોનેટેડ સોફ્ટ ડ્રિંક માર્કેટમાં પ્રવેશ કર્યો છે.

image source

પરંપરાગત પીણાંનો અસરકારક પોર્ટફોલિયો ધરાવે છે અમૂલ

અમૂલના જણાવ્યા પ્રમાણે નવી પેઢીની પસંદગી માટે અમૂલે ફ્રૂટ જ્યુસ અને મિલ્ક સોલીડઝ ઉમેરી કાર્બોનેટેડ પીણુ બનાવેલ છે. અમૂલ બ્રાન્ડ ફ્લેવર્ડ મિલ્ક ક્ષેત્રનાં પીણાંમાં માર્કેટ લીડર છે તેમના દ્વારા વિવિધ પ્રકારના ફલેવર્ડમિલ્ક, કોલ્ડ કોફી, મિલ્ક શેક્સ, સ્મુધીઝ, અને કઢાઈ દૂધ, ગોળ દૂધ, હની દૂધ, ઉપરાંત રોગપ્રતિકાર શક્તિમાં વધારો કરતાં હલ્દી દૂધ, તુલસી દૂધ, જીંજર (આદુ) દૂધ, અશ્વગંધા દૂધ અને ડેરી આધારિત મોકટેઈલ્સ તેમજ છાશ અને લસ્સી જેવાં પરંપરાગત પીણાંનો અસરકારક પોર્ટફોલિયો ધરાવે છે.

image source

ભારતનુ પ્રથમ અમૂલ ટ્રુ સેલ્ટઝર બે ફ્લેવરમાં ઉપલબ્ધ

અમૂલના મેનેજીંગ ડિરેક્ટર આર. એસ. સોઢીના જણાવ્યા પ્રમાણે, ભારતનુ પ્રથમ અમૂલ ટ્રુ સેલ્ટઝર હાલમાં લેમન અને ઓરેન્જ એમ બે ફ્લેવરમાં ઉપલબ્ધ છે. ગુજરાતના બજારમાં આ સપ્તાહે બે ફલેવર રજૂ કર્યા પછી, અમૂલ તેનાં કોલા, જીરા, એપલ જેવાં ઘણાં વેરીયન્ટ રજૂ કરશે. પ્રારંભિક તબક્કે અમે તેને ગુજરાતની બજારમાં લોન્ચ કર્યું છે અને ટૂંક સમયમાં દેશના અન્ય ભાગોમાં પણ તેને લોન્ચ કરાશે.

image source

200 mlની પેટ બોટલની કિમત 15 રૂપિયા

સોઢીએ જણાવ્યું કે, અમારા પીણાંના પોર્ટફોલિયોને મજબૂત બનાવવા માટે અમૂલે દૂધ અને અસલી ફ્રૂટ જ્યુસનુ મિશ્રણ ધરાવતાં પીણાં ફેબ્રુઆરી 2019માં ‘ટ્રુ’ બ્રાન્ડ હેઠળ રજૂ કર્યાં હતા. આ પ્રોડકટ મેંગો, ઓરેન્જ, લીચી અને એપલ એમ 4 ફલેવરમાં ઉપલબ્ધ છે અને તેને બજારમાં ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અને રજૂઆતના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 10% બજાર હિસ્સો કબજે કર્યો છે. ભારતનુ પ્રથમ સેલ્ટઝર, અમૂલ ટ્રુ સેલ્ટઝર હાલમાં લેમન અને ઓરેન્જ એમ બે ફ્લેવરમાં ઉપલબ્ધ છે. તેની 200 mlની પેટ બોટલની કિમત રૂ. 15 રખાઈ છે.

image source

પેપ્સી-કોકાકોલા સાથે સ્પર્ધા

અત્યારે ભારતમાં કાર્બોનેટેડ સોફ્ટ ડ્રિંક માર્કેટમાં પેપ્સી અને કોકાકોલા જેવી બ્રાન્ડનો દબદબો છે. ભારતની કોઈ મોટી બ્રાંડ આ સેગમેન્ટમાં સફળ થઇ નથી. અમૂલના આવવાથી આ બ્રાન્ડ્સ માટે મોટી સ્પર્ધા ઉભી થશે તેમ જાણકારો માને છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ