ઠંડાઈ – શિવરાત્રીનાં દિવસે આ ઠંડાઈ બનાવો ને ઉજવણી કરો ધામધૂમથી

ઠંડાઈ 

ૐ નમ: શિવાય બધાને હેપી મહા શિવરાત્રિ. આજે તો શિવરાત્રિ હે ને મિત્રો તો આજે તો માત્ર ફળાહાર,શિવ મંદિર મા દર્શન અને ભાંગની પ્રશાદી આજ તો જાણે આપણને સમગ્ર ભ‍ારત શિવ મય બની ગયું હોયને એવું જ લાગે અને આજે હુ પણ શિવરાત્રીને અનુરૂપ જ વાનગી શીખવાડવાની છું.

શિવરાત્રિ હોય અને ઠંડાઇ પીવાની મજા જ કાઇક અલગ છે અને તેમાય તે ઠંડાઇ ઘરેજ બનાવેલી હોય તો? અાહાહા જાણે કે સોના મા સુગંધ ભળી જાયને તેવી વાત તો ચલો બનાવીએ, અહીં મે ચાર વ્યક્તિ માટે સામગ્રી લીધી છે.

સામગ્રી:

• ૧ લીટર દૂધ,
• ખાંડ સ્વાદઅનુસાર,
• ૪/૫ સફેદ મરી,
• ૧ દેસી ગુલાબ,
• ૨ ચમચી વડીયારી,
• ૩ તાંતણા કેસર,
• ૭/૮ એલચીના દાણા,
• ૨ બદામ,
• ૨ કાજુ,
• ૨ પિસ્તા,

રીત:

૧ દૂધને ઉકાળીને અડધુ કરી લેવું અને તેમા ખાંડ નાખી લેવી પછી રુમ ટેમ્પરેચર પર દૂધ આવે એટલે ફ્રિઝમાં મુકીને ફુલ ચિલ્ડ કરવું.

૨ કાજુ,બદામ,પિસ્તા,કેસર અને એલચી બધું સાથે પીસી લેવું.

 

૩ ગુલાબની પાંદડીઓ,સફેદ મરી અને વડીયારી સાથે પીસી લેવા.

૪ ફુલ ચિલ્ડ દૂધમાં પીસેલી બધી વસ્તુ નાખીને એક વાર બ્લેન્ડર મારી લેવું એટલે બધુ એકસરખુ મિક્ષ થઇ જાય પછી ઉપર બદામ પિસ્તા અને ગુલાબની પાંદડી થી ગાર્નિશ કરવુ.

લ્યો તૈયાર છે આપણી ઠંડાઇ એકદમ ઠંડી સર્વ કરો અને મહા શિવરાત્રિનો આનંદ લ્યો.

રસોઈની રાણી : યોગિતા વાડોલીયા 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી