જાણો એવુ તો શું થયુ આ જગ્યા પર, જેના કારણે થાળીમાં લોકો પોતાનુ લોહી લઇને પહોંચી ગયા…

લોકો થાળીમાં લોઈ લઈને પહોચ્યા, કારણ જાણીને દંગ રહી જશો.

એક તરફ જ્યારે કોંગ્રેસ દેશભરમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકો તેમ જ મજુરો માટે સહાયની વાતો કરીને વાહવાઈ ભેગી કરી રહી છે. ત્યારે કોંગ્રેસ સાશિત રાજ્યોનું દ્રશ્ય સાવ અલગ છે. એક તરફ વિપક્ષમાં બેસી સહાયની વાતો કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ એમની જ પાર્ટીની સરકાર હોવા છતાં ત્યાની પ્રજાને અલ્ટીમેટમ અપાઈ રહ્યા છે. કોરોનાના આ કહેર વચ્ચે જ્યારે લોકોના ધંધા રોજગાર ઠપ છે ત્યારે કોંગ્રેસ શાસિત રાજ્યની આ નીતિ એમના કહેવા અને કરવા બાબતે અનેક પ્રશ્નો ઉભા કરી રહી છે.

image source

હાલમાં સમગ્ર દેશમાં લોકડાઉન હજી માંડ ધીરે ધીરે ખુલવા જઈ રહ્યું છે, ત્યારે લાંબા સમયના લોકડાઉનના પગલે અર્થવ્યવસ્થા ડગમગી રહી છે. આવી જ સ્થિતિ દેશની પ્રજાની પણ છે. આ પરિસ્થિતિમાં પણ રાજસ્થાનમાં વીજળીનું બીલ ભરવા માટે જનતાને અલ્ટીમેટમ આપી દેવામાં આવ્યા છે. આવી વિકટ સ્થિતિમાં આ પ્રકારના જોહુકમી નિર્ણયના વિરોધમાં લોકોએ અનોખી રીતે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.

image source

ઉલ્લેખનીય છે કે અહીના વીજ વિભાગે હવે કોરોનાના કહેર વચ્ચે 31 મેંથી 2 ટકા પેનલ્ટી (દંડ) તથા લાઈટના કનેક્શન કાપવાનું શરુ કર્યું છે. જો કે વીજવીભાગની આ જો-હુકમીનો રાજ્ય ભરમાં વિવિધ રીતે વિરોધ થઇ રહ્યો છે, ત્યારે અહીના લોકો થાળીમાં પોતાનું લોઈ લઈને વીજ વિભાગની ઓફિસે પહોચ્યા હતા.

image source

રાજસ્થાનના ભીલવાડામાં આ વિચિત્ર વિરોધ જોવા મળ્યો હતો. અહી ગુરુવારની ૪ તારીખે વિદ્યાર્થી પરીસદના વિદ્યાર્થીઓએ સિક્યોર મીટર ઓફિસે અનોખા વિરોધ પ્રદર્શન દ્વારા હોબાળો મચાવ્યો હતો. આ અંગે વિરોધ કરવા આવેલા વિદ્યાર્થી પોતપોતાનું લોહી થાળીમાં ભરીને પહોચ્યા હતા. એમણે અધિકારીઓને લોઈની થાળીઓ આપતા કહ્યું હતું કે જો તમારે અમારું લોઈ જ પીવાનું બાકી હોય તો હવે એ પણ પી લો…

image source

વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે લોકડાઉન બાદ બંધ પડેલી દુકાનોને પણ સિક્યોર મીટર કંપનીએ વીજળીનું બીલ જુના હિસાબો પ્રમાણે મોકલી આપ્યું હતું. જો કે વેપારીઓના વ્યવસાય આ સમય દરમિયાન બંધ રહ્યા હતા તો એવામાં તેઓ દસ દસ હજારના બીલ કેવી રીતે ભરશે..?

image source

આ બાજુ મીડિયાના અહેવાલ પ્રમાણે ઘટના એમ હતી કે, વિરોધીઓએ વીજ ઓફિસે જઈને કહ્યું હતું કે લોઈ જ પીવું હોય તો અપ્રત્યક્ષ કેમ? અમે પ્રત્યક્ષ જ તમારી સામે છીએ અને તમારા માટે લઈને પણ આવ્યા છીએ. જો કે આ ઘટનાની જાણ થતા જ પ્રતાપનગર પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને એમણે જેમ તેમ કરીને મામલાને થાળે પાડયો હતો. જો કે પ્રદર્શન કરનારનું કહેવું છે કે જો સિક્યોર કંપની હજુ પણ બીલમાં છૂટ નહી આપે તો આંદોલન ઉગ્ર સ્વરૂપે થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ