વધેલી રોટલીમાંથી બનતો આ હેલ્ધી નાસ્તો …

 • આ રેસીપી વિશે જાણશો તો હવે પછી ક્યારેય વધેલી રોટલી ફેંકશો નહિ. કારણકે આ ડીશ રાત ની વધેલી રોટલી માંથી જ કરવામાં આવે છે.
 • · જયારે પણ બનાવેલી રોટલી વધે તો કા તેને ગરમ કરી ચા જોડે ખાતાં હોઈએ કે પછી તેને તળી ને. પરંતુ આ રેસીપી પણ વધેલી રોટલી માંથી જ બનાવવામાં આવે છે.
 • · ખુબ જ જલ્દી થી બનતી અને સ્વાદ માં ખુબ જ ટેસ્ટી હોય છે.
 • · તેમજ સાંજ ના સમય માં બાળકો ને ભૂખ લાગે ત્યારે આ વધેલી રોટલી માંથી તેમને હેલ્થી નાસ્તો બનાવી ખવડાવી શકીએ.
 • · રોટી બોક્ષ બાળકો ને લંચ-બોક્ષ માં આપવા માટે નો બેસ્ટ નાસ્તો છે. તેમજ આ રોટી બોક્ષ તમે ટમેટો-સોસ તેમજ ખજુર આંબલી ની ખાટી મીઠી ચટણી જોડે સર્વ કરી શકો છો.

સામગ્રી

 • · ૪ નંગ બનાવેલી રોટલી,
 • · ૧ મોટી ચમચી રવા નો લોટ,
 • · ૧ વાડકો ચોખા નો લોટ,
 • · ૨ નંગ ડુંગળી,
 • · ૨ નંગ લીલા મરચા,
 • · તેલ તળવા માટે,
 • · ૧/૨ ગ્લાસ ગરમ પાણી,
 • · મસાલા…
 • · ૧ ચમચી નમક,
 • · ૧ ચમચી ધાણાજીરું,
 • · ૧ ચમચી લાલ મરચું પાઉડર,
 • · ૧/૨ ચમચી ગરમ મસાલો.
 • · વઘાર માટે…
 • · ૧ ચમચો તેલ,
 • · ૮-૧૦ પાન સુકો લીંબડો,
 • · ૧/૨ ચમચી આખું જીરું,
 • · ૧/૨ ચમચી તલ.
 • · સજાવટ માટે,,
 • · તલ,
 • · ટમેટો-સોસ,
 • · ભાખરી.

રીત:

સૌપ્રથમ ટેસ્ટી ટેસ્ટી રોટી બોક્ષ બનાવવા માટે આપને લઈશું.. આગળ થી બનાવેલી રોટલી. તમે ચાહો તો રોટી બોક્ષ બનાવવા માટે ગરમ રોટલી બનાવી તેનો પણ ઉપયોગ કરી શકો છો.

રોટલી ના હાથ વડે નાના નાના કટકા કરી લેવા. ત્યાર બાદ તેને એક મિક્ષ્ચર ના નાના જાર માં ક્રશ કરવા માટે મુકવા.

હવે આપણી પાસે રોટલી નો ખુબ જ સરસ અને ક્રન્ચી ભુક્કો આપણી પાસે તૈયાર છે. તો તેને એક બાઉલ માં કાઢી લઈશું. ત્યાર બાદ તેમાં આપણે ચોખા નો લોટ ઉમેરીશું. અને રવા નો લોટ ઉમેરી દઈશું. બધા જ લોટ ને મિક્ષ કરી દેવા.

હવે લોટ ઉપર બારીક સમારેલા ડુંગળી અને લીલા મરચા ઉમેરીશું. જો તમે ડુંગળી ના ખાતા હોય તો માત્ર મરચા ઉમેરી ને પણ બનાવી શકાય છે.

ત્યાર બાદ તેમાં સ્વાદ અનુસાર મસાલાઓ ઉમેરીશું. જેમાં નમક, મરચું પાઉડર, ધાણાજીરું અને ગરમ મસાલો ઉમેરવો.

હવે આપણે એક જાડા ચમચા માં કે વઘારીયા માં વઘાર તૈયાર કરીશું. જેમાં લઈશું તેલ અને લીંબડો, આખું જીરું, તલ જેવી વસ્તુઓ ઉમેરવી. તેલ ગરમ થઇ જાય ત્યાં સુધી તેને ગેસ પર રેહવા દેવું.

હવે તેલ ગરમ થઇ ગયા બાદ તેને લોટ ઉપર રેળવું. જેથી ખુબ જ સરસ લોટ તૈયાર થઇ જશે.

હવે તેલ, બધા જ લોટ ને પ્રોપર ચમચી વડે મિક્ષ કરી દેવું.

ત્યાર બાદ તેમાં જરૂર મુજબ ગરમ પાણી ઉમેરી અને એક લોટ બાંધી લેવો =. જેમાંથી આપણે બોક્ષ વાળી શકીએ. હવે લોટ બંધાય ગયા બાદ તેને ૧૦ થી ૧૫ મિનીટ સુધી રેસ્ટ આપવા મૂકી દઈશું.

હવે લોટ હાથ માં લઇ તેના નાના નાના ચોરસ બોક્ષ વાળી લઈશું. જો ચોરસ ના ગમે તો ગોળ, કે પેંડા આકાર ના પણ વાળી શકીએ છીએ. પરંતુ તેને નાના નાના અને દબાવી ને વાળવા જેથી તે પ્રોપર અંદર થી તળાય પણ જાય અને કાચા ના રહે.

હવે એક પેન માં તેલ ગરમ કરી. અને તેલ આવી જાય એટલે બોક્ષ ને તેલ માં તળવા માટે મુકીશું. બોક્ષ તળાય જાય એટલે તેને એક પ્લેટ માં કાઢી લેવા.

હવે ટેસ્ટી રોટી બોક્ષ ને સર્વિંગ પ્લેટ માં કાઢી તેની ઉપર તલ ઉમેરી અને ટમેટો સોસ જોડે સર્વ કરો. તો તૈયાર છે વધેલી રોટલી માંથી બનાવેલા ટેસ્ટી રોટી બોક્ષ.

નોંધ:

· વધેલી રોટલી માંથી બનાવેલા બોક્ષ ને તમેં કોઈ પણ આકાર માં બનાવી શકો છો. · તમને ભાવતા મસાલા ઉમેરી ને પણ રોટી બોક્ષ બનાવી શકાય છે. · ચોખા ના લોટ ના હોય તો તેની જગ્યા પર ઘઉં કે મેંદા નો લોટ પણ ઉમેરી શકો છો. · બોક્ષ નો લોટ બનાવતી વખતે તેમાં લસણ ઉમેર્વાથીપણ ખુબ જ સરસ લાગે છે. · તમે ચાહો તો ડુંગળી અને મરચા વગર પણ બોક્ષ બનાવી શકો છો. · જે પણ વસ્તુ ઉમેરો તેને એકદમ બારીક જ સમારવી નહિતર બોક્ષ નો શેપ નહિ આવે.

રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી