મનકી બાત…ચાય કે સાથ …ચાય જલજીરા ભાખરી કે સાથ…

જલજીરા ભાખરી

જલજીરા પાવડર માટે :

2 ટે સ્પૂન જીરુ,
1 ટી સ્પૂન મરી પાવડર,
1 ટી સ્પૂન વરીયાળી,
1 ટી સ્પૂન આમચૂર,
1 ટી સ્પૂન સંચળ,
1/2 ટી સ્પૂન ડ્રાય ફુદીનો,
2 લવીંગ,
1 ઇલાયચી,
મીઠુ,

ભાખરી માટે :

2 કપ ભાખરી નો લોટ (કકરો ઘઉંનો લોટ ),
1 કપ ચણાનો લોટ,
1/2 કપ બાજરીનો લોટ,
4/5 ટી સ્પૂન જલજીરા પાવડર,
1/2 ટી સ્પૂન હળદર,
1/2 ટી સ્પૂન મરચું,
મીઠું સ્વાદ અનુસાર,
ચપટી અજમો,
ચપટી તલ,
ચપટી -કસૂરી મેથી,

જલજીરા ભાખરી માટે જલજીરા પાવડર બનાવીલો…એકદમ ઇસીછે વળી જો પેટમા ગડબડ કે અપચો હોય તો આ ભાખરી બેસ્ટ!

ચાલો હવે ઘરેલુ નૂશ્કા બહુ થયા . .lets start with the રેસીપી..

રીત :

(1) સૌ પ્રથમ જીરુ અને વરીયાળીને શેકીલો..ગેસનો તાપ ધીરો રાખજો. . . પાછા….

તેને જલજીરાની બાકીની સામગ્રી સાથે ગ્રાઇન્ડ કરીલો .જલજીરા પાવડર તૈયાર છે( આ પાવડરને સ્ટોર કરી શકાય , ફરી ભાખરી તો બનાવશો જ )

(2) હવે એક પેનમાં થોડું તેલ લઈને ચણાનો લોટ શેકીલો.તેમાં હળદર,મરચું અને જલજીરા પાવડર નાખો.લોટ હલકો ગુલાબી થાય એટલે ઉતારીલો(વળી આ લોટને પણ ફ્રીજમા સ્ટોર કરાય, વર્કિંગ વૂમનની સવારનો થોડો સમય પણ બચી જાય !)

(3) હવે કથરોટમાં બધા લોટલો .તેમાં મીઠું ,અજમો ,કસૂરી મેથી, તલ અને ચણાના લોટનુ મિશ્રણ નાખો.મોયણ નાખીને ભાખરીનો લોટ બાંધો.( થોડા દમ લગાકેકેકેકે ….)

(4) સમય અનુસાર નાની -મોટી મનપસંદ ભાખરી વણી લેવી અને તવી ઉપર ભાખરીને શેકી લેવી. (શિયાળાની થોડી તાપણી ફ્રીમા )

(5)ચાય-કોફી સાથે સુપર -ડુપર, જલજીરા ભાખરી રેડી ટૂ સર્વ !

બહારથી ક્રીસ્પ અને ખાવામા સોફ્ટ..સાથે ચાય પે ચર્ચા …એટલે મજ્જાની લાઇફ

Recipe By – RupsInThekitchen, (રૂપા શાહ ઓસ્ટ્રેલીયા)

મિત્રો કેવી લાગી તમને આ નવીન પ્રકારની ભાખરી? જણાવજો અમને અને શેર કરો આ રેસીપી તમારા મિત્રો સાથે.