“બીટ સેવ” – બીટ નથી ભાવતું તો આ વાનગી ટ્રાય કરો…

ઘણી સ્ત્રીઓ એનીમિયા રોગથી પીડિત હશે ? ડોક્ટર બીટ ખાવાનું સુચન કરે પણ બીટ લૂખું ભાવે નહિ ! હે ને ? બાળકોને જયારે વિટામિન્સની ખામી વર્તાય ત્યારે પણ ડોક્ટર આવું સુચન કરે કે “તેને બીટ ખવડાવો” પરંતુ બાળકોને પણ લૂખું બીટ ખવડાવવું બહુ જ મુશ્કેલ ! ખરું ને ? તો બીટને કંઈક આવા સ્વરૂપમાં ખાઈએ તો ?

“બીટ સેવ”

સામગ્રી:

૧ કપ ચણાનો લોટ,
૧/૨ કપ સોયાબીનનો લોટ,
બીટની પ્યોરી,
૧ ચમચો પીનટ બટર (ક્રંચી નહિ લેવાનું),
ચપટી હિંગ,
ચપટી ખાવાનો સોડા,
૧ tsp લાલ મરચું,
૧/૪ tsp શેકેલ અજમાનો ભુક્કો,
૧/૪ tsp સંચર,
મીઠું સ્વાદ મુજબ,
૨ tsp લીંબુનો રસ,
તેલ તળવા,

રીત:

એક વાસણમાં બધી સામગ્રી લઇ,બીટની પ્યોરી વડે સેવનો લોટ તૈયાર કરો.
સેવના સંચાને અને મનપસંદ કાણાવાળી પ્લેટને તેલ વડે ગ્રીસ કરી,તેમાં લોટ ભરી દો.
તેલ ગરમ થાય એટલે સીધી તેમાં સેવ પાડી લો.મીડીયમ તાપે તળી લો.
ધ્યાન રહે કે સેવ ગોળ ગોળ તેલમાં પાડીએ તે વધારે ઓવરલેપ ન થાય.
ઠંડી થાય પછી ડબ્બામાં ભરી દેવાની.
તો તૈયાર છે બીટ સેવ.

નોંધ:

સોયાબીનનો લોટ ન હોય તો પણ ચાલે..
પીનટ બટરની બદલે ગરમ તેલ પણ લઇ શકાય.
સોયાબીન,પીનટ બટર, બીટ બધા જ હિમોગ્લોબીન વધારનારા છે એટલે ચાલે!

રસોઈની રાણી: ગામી હિરલ (જામનગર)

ફ્રેન્ડસ ! આપ સૌ આ પોસ્ટને Whats App પર અહી એપમાંથી જ શેર કરી શકો છો !

ટીપ્પણી