૧૭ જૂન થી ૨૩ જૂન, જાણો ટેરો કાર્ડ પ્રમાણે આ અઠવાડિયે કઈ રાશિના જાતકને થશે ધનલાભ અને કોનું સ્વાસ્થ્ય રહેશે નબળું…

શ્વેતા ખત્રી છેલ્લાં ૧૩ વર્ષથી ટેરો કાર્ડ રીડીંગ કરે છે, આજે તેઓ ખાસ આપણા વાચકો માટે લાવ્યા છે આ સપ્તાહનું રાશિ પ્રમાણે ટેરો કાર્ડ રીડ. તો જાણો ટેરો કાર્ડ પ્રમાણે કેવું રહેશે તમારું આ અઠવાડિયું.

મેષ

HEALTH –

આ સમય દરમ્યાન મેષ રાશિ નું સ્વાસ્થ્ય ઘણું સારું રહેશે. જો કોઈ પેહલાની નાની મોટી સમસ્યાઓ હશે તમને તમારા સ્વાસ્થ્ય અંગે તો તે આ દિવસો માં દૂર થવાની છે। ઘણા હકારાત્મક બદલાવ તમારા શરીર અને મન માં આવી રહ્યા છે

WEALTH

વધુ પડતા નાણાકીય બોજ લેવાની જરૂર નથી જો તમે આ સમય દરમ્યાન કોઈ નાણાકીય બાબત અંગે નકારાત્મક થઇ રહ્યા છો તો તે નકારાત્મકતા મન થી છે હકીકત માં નથી। આ સમય માં તમારે નાણાકીય બાબતે કોઈ ચિંતા કરવાની જરૂર નથી। રિલેક્ષ રહો અને નિશ્ચિન્ત રહો

CAREER-

તમારી કારકિર્દી માં તમે અત્યારે જ કઈ કરી રહ્યા છો તેમાં આગળ વધવા માટે એક થી વધુ લોકો નો sath તમારે જોઈશે। અને સાથે સાથે તમારે પણ લોકો ની મદદ કરવી પડશે તો તમે આગળ વધી શકશો

વૃષભ

HEALTH –

વૃષભ રાશિ માટે સ્વાસ્થ્ય સારું રહેશે। વધુ સ્ટ્રેસ આવી શકે છે અને તેની અસર તમને તમારા સ્વસ્થ પાર જોવા મળી શકે। માટે એકદમ શાંતિ થી આગળ વધો. વધુ કામ નો બોજ ના લો અને સ્વાસ્થ્ય ને ધ્યાન માં રાખો અને કામ કરો. મન થી રિલેક્ષ રહીને કામ કરો

WEALTH

તમારા માટે આ સમય નાણાકીય રીતે ખુબજ સરસ છે। અણધાર્યા લાભ થઇ શકે છે। જો તમે કોઈ કન્ફ્યુશન માં હોવ અને રસ્તો ના મળતો હોય કે નાણાકીય બાબતે શું કરવું જોઈએ તો તમને તમારા સામે જ રસ્તો દેખાઈ રહ્યો છે તેને અપનાવી દો. લાભ જરૂર થશે

CAREER-

બની શકે કે થોડા સમય માટે કન્ફ્યુશન આવે અને તમને કઈ ખબર NA પડે કે આગળ શું કરવું જોઈએ. તે સમયે તમારે પોતાના અંતર આત્માનો અવાજ સાંભળો અને પોતાની શક્તિ અને આવડત પાર વિશ્વાસ રાખવો. તમને અટાયરે કારકિર્દી માં જ કઈ મળી રહ્યું છે , જે કઈ તમે મેળવી રહ્યા છો તેમાં ખુશ થાઓ। હજુ ઘણું બધું છે જ કુદરત તમને આપવા જય રહી છે

મિથુન

HEALTH –

મિથુન રાશિ માટે સ્વાસ્થ્ય ઘણું જ સારું રહેશે। તમારે નાની નાની શારીરિક બાબતો ને વધુ મોટી રીતે લેવાની જરૂર નથી. તમે સ્વસ્થ છો। જરૂર પડ્યે તો ડોક્ટર ની મદદ લઇ શકો છો. પરંતુ નાની કોઈ સમસ્યાને મોટી બનાવની કે તેના માટે વધુ ચિંતા કરવાની જરૂર નથી

WEALTH

ભૂતકાળ માં જ કઈ નાણાકીય સમસ્યાઓ આવી છે તે ભૂતકાળ માં હતી। અત્યારે તમારું વર્તમાન ઘણું J સારું છે. તમારા વર્તમાન ને ભૂતકાળ ની નાણાકીય સમસ્યાઓ સાથે જોડવાની કે તેને યાદ કરીને ડરવાની , નકારાત્મક થવાની જરૂર નથી. અત્યારે બધું જ સારું છે

CAREER-

તમારી કારકિર્દી માં મુસાફરી થઇ શકે છે. એક સારો બદલાવ તેનાથી શરુ થશે. તમે જ કઈ મેળવવા માંગો છો તેને ધ્યાન માં રાખો અને આગળ વધો. મુસાફરી થાય તો તેનાથી ફાયદો થવાનો છે। માટે કહરાત્મક રહીને આગળ વધતા જાઓ.

કર્ક

HEALTH –

કર્ક માટે સ્વાસ્થ્ય ખુબજ સારું રહેવાનું છે. તમે જેટલા ક્રિએટિવ રેહશો એટલા જ હકારાત્મક રેહશો અને કુદરત સાથે પણ જોડાયેલા રેહશો। તેની હકારાત્મક અસર તમારા સ્વસ્થ ઉપર અને તમારા મન પર થશે. તમારા માટે આ સમય માં વધુ ક્રિએટિવ રેહવું ફાયદાકારક છે

WEALTH

જ કોઈ અત્યારે થોડી નાણાકીય સમસ્યાઓ ચાલી રહી છે તે તમે ખુબજ નજીક ના સમય માં દૂર કરવા જય રહ્યા છો. ખુબજ જલ્દી તમે આ નાણાકીય સમસ્યાઓ માંથી બહાર આવશો. અટાયરે ફક્ત હકલારાતમ્ક રહો અને તમારું ધ્યાન તમારા નાણાકીય લક્ષ્ય પર રાખો

CAREER –

કારકિર્દી માં આ સમય માં થોડી આળસ આવી શકે. તમને અનુભવ થાય કે ઘણું મેળવી લીધું છે હવે થોડો આરામ કરીએ અથવા વેકેશન પાર જઈએ। પરંતુ તેના કારણે કારકિર્દી માં કોઈ નાની સમસ્યા આવી શકે માટે અત્યારે આળસ છોડી કામ પાર ધ્યાન આપો. ઘણા કામ કરવાના બાકી છે

સિંહ

HEATH –

સિંહ રાખી માટે આ સમય માં સ્વાસ્થ્ય સારું રહેશે। થોડા માનસિક રીતે થાક નો અનુભવ થઇ શકે। તે સમયે તમે તમારા નજીક ના લોકો સાથે સમય વિતાવી શકો તેનાથી તમે સારો અનુભવ કરી શકશો.

WEATH –

નાણાકીય રીતે ઘણું સારું રહેશે। વધુ લોભ લાલચ ના કરવો જ મળે એમાં ખુશ રેહવું, ભેગું કરવાની ભાવના નકારાત્મકતા લાવી શકે છે માટે જે કઈ તમારા પાસે છે તેમાંથી ઈચ્છા અનુસાર થોડું વ્હેચવું અથવા દાન કરવું.

CAREER –

કારક્રિદીમાં તમે અત્યારે જે કોઈ પરિસ્થિતિ માં અટકેલા છો કે ફસાયેલા છો તેમાંથી ખુબજ જલ્દી બહાર આવાના છો. જે કોઈ સમસ્યાઓ તમને નદી રહી છે તેમાંથી તે બધું જ તોડી ને ખુબજ હકારાત્મકતા અને સફળતા તરફ જશો

કન્યા

HEALTH –

વધુ પડતા નકારાત્મક વિચારો કરવાથી તેની અસર સ્વાસ્થ્ય પાર થઇ શકે છે. તમારા જીવનની પરિસ્થિતિ જ કોઈ હોય તમે હકારાત્મક રહો અને ક્યાંય અટકવાની જરૂર નથી। સ્વાસ્થ્ય માટે મેહનત કરો તેમાં તમે બદલાવ લાવી શકો છો. હકારાત્મક રહો.

WEALTH –

કન્યા રાશિ માટે આ સમય નાણાકીય રીતે નવા અનુભવ કરવાનો છે. જ કોઈ તમને અનુભવ થાય તેમાંથી શીખો અને આગળ વધતા જાઓ। તમને અત્યારે જ કોઈ અનુભવો થઇ રહ્યા છે તે તમને તામ્ર ભવિષ્ય માં ફાયદો કરાવશે।

CAREER

કારકિર્દી માં તમારો વ્યવહાર ખુબજ મિત્રતાભર્યો રાખો. કોઈ મિત્ર દ્વારા પણ તમને ફાયદો થઇ શકે છે. અને તમે પણ કોઈ ને ફાયદો કરાવી શકો છો. આ સમય દરમ્યાન સાથે મળીને કામ કરવાનો અને એકબીજાની મદદ કરવાનો છો। અને આ સબંધો લાંબા સમય સુધી તમને સાથ આપશે

તુલા

HEALTH –

તુલા માટે સ્વસ્થ ઘણું જ સારું રહેશે। તમે તમારું સ્વાસ્થ્ય ને ખુબજ સારી રીતે જાળવી શકો છો. અને શારીરિક અને માનસિક રીતે પણ સમત્વમ લાવી શકો છો. આ સમય દરમ્યાન સ્વાસ્થ્ય માં શારીરિક અને માનસિક સમત્વમ જાળવવાનું છે

WEALTH

નાણાકીય રીતે આ સમય ખુબજ સારો રહેશે. તમને તમારા આસપાસ રહેલી સ્ત્રીઓ થી ( સ્ત્રી શક્તિ ) મદદ મળશે અને તેમની હકારાત્મકતા થી અને આશીર્વાદ થી નાણાકીય રીતે ફાયદા થશે। આ સમય શક્તિ ના આશીર્વાદ નો છે

CAREER

કારકિર્દી માં ઘણો જ હકારાત્મક સમય છે. બધી મુશ્કેલીઓ ને તમે થોડી બહાર આવાના છો. કોઈ પણ સમસ્યા વધુ સમય નહિ રહે. તમે જાતે જ સમાધાન લાવી શકવા સક્ષમ છો તમારા માં આ શક્તિ છે પોતાની શક્તિઓ પાર વિશ્વાસ રાખો। કોઈ બંધનો માં આવાની જરૂર નથી

વૃષિક

HEALTH –

વૃષિક નું સ્વાસ્થ્ય આ સમય માં સારું રહેશે। વધુ સારું સ્વાસ્થ્ય કરવા માટે એકદમ નિર્દોષતા થી જીવો। અને હંમેશા નવું કરવા સ્વાસ્થ્ય માટે તૈયાર રહો. શારીરિક રીતે અડવેંચર કરો , પોતાના શરીરનો 100% અનુભવ કરો અને તેને મજબૂત બનાવો।

WEALTH –

નાણાકીય રીતે આ સમય માં તમે જ કઈ કરવાનું વિચારી રહ્યા છો તેને થોડા સમય માટે મુલતવી રાખો. તે કામ ને થોડા સમય પછી કરવાથી ફાયદો થઇ શકે છે. તમારા આ નાણાકીય વિચાર ને કોઈ નજીક ના વ્યક્તિ સાથે શેર કરો તેના થી તમને સાચું માર્ગદર્શન મળશે અને ત્યાર બાદ તમે તે નાણાકીય કામ કરો.

CAREER

કારક્રિદીમાં તમને જો એવો અનુભવ થાઉં રહ્યો હોય કે બહુ મેહનત પછી પણ સફળતા ના મળી અથવા તો ક્યાંક તમે છેલ્લે અટકી ગયા છો, સમસ્યા માં છો। પરંતુ તે હકીકત નથી. તમે જ્યાં અત્યારે છો તે પરિસ્થિતિ માં જ તમારી સમસ્યાનું સમાધાન છે। તમારું ધ્યાન સમસ્યાTHI હટાવી ને સમાધાન પર લાવી દો

ધન

HEALTH

તમારા સ્વાસ્થ્ય નીJ કોઈ પરિસ્થિતિ છે તે તમે જાતે જ ઉભી કરેલી છે. વધુ પડતા બોજ અને નકારાત્મકતા ના કારણે તેની અસર માનસિક અને શારીરિક રીતે થઇ રહી છે. માટે વધુ બોજ લેવાના છોડી દો અને જાતે જ પોતાના સ્વાસ્થ્ય માટે સભાન થઈને તેના માટે કામ કરો

WEALTH –

નાણાકીય રોતે ઘણો સારો સમય છે. અત્યાર ના સમય માં ઘણી નવી તક મળશે કે જેનાથી તમને ફાયદો થશે અને લોકો નો સાથ પણ મળશે. નાણાકીય પરિસ્થિતિ હકારાત્મક કરાવવા તમારી કારકિર્દી માં ક્રિએટિવ થવાની જરૂર છે

CAREER –

કારકિર્દી આગળ વધવા અને સફળ થવા માં તમે ઘણા બધા પ્રયત્નો કર્યા છે જેનું ફળ તમને થોડા સમય માં મળવાનું છે. થોડી ધીરજ રાખો. કુદરત પાર વિશ્વાસ રાખો અને સમય ની રાહ જોવો ઘણું બધું હકારાત્મક થવા જય રહ્યું છે

મકર

HEALTH –

ભૂતકાળ માં જ કઈ થયું હતું તેને ભૂલવાની જરૂર છે। તેને યાદ કરવાથી તે બદલાઈ નહિ જાય. તેની નકારાત્મક અસર તમારા સ્વાસ્થ્ય પર થઇ રહી છે. માટે ભૂતકાળ ને ભૂલીને વર્તમાન માં જીવવાની જરૂર છે. નકારાત્મક લાગણીઓ અને વિચારો તમારા શરીર ને અસર કરી રહ્યા છે

WEALTH

નાણાકીય રીતે તમે જ્યાં ફસાયેલા છો તેનું કારણ વધુ પડતા લાગણીશીલ હોવાનુઁ છે , માટે નાણાકીય બાબતો માં લાગણી સાથે રાખીને કામ ના કરવું અને અટાયરે મન થી તમને જ રસ્તો સાચો લાગે છે ત્યાં આગળ વધો, લટકી ના રહો

CAREER –

કારકિર્દી માં અત્યાર નો સમય ખુબજ સારો છે। ઘણા સમય સુધી તમે સફળતા માટે , કંઈક મેળવવા માટે પ્રયત્નો કર્યા છે , હવે થોડો સમય છે અને થોડા જ પ્રયત્નો કરવાના છે। જરુ પડ્યે લૂ ની મદદ લો. એક છેલ્લું પગથિયું આગળ વધવાનું છે પછી સફળતા મળશે જ

કુંભ

HEALTH –

અત્યારનો સમય ખુબજ હકારાત્મક છે તમારા સ્વાસ્થ્ય માટે. મેડિટેશન થી વધુ ફાયદો થશે અને તમે વધુ હકારાત્મક થશો. મૌન રહેવાથી પણ ઘણા ફાયદા થશે.. કુદરત સાથે જોડાવ.

WEALTH –

નાણાકીય રીતે આ સમય સારો રહેશે। જેમ અત્યારે જીવન માં નાણાકીય રીતે થઇ રહ્યું છે તેમ થવા દો. વધુ બોજ ના લો અને વધુ પોતાને નાણાકીય પરિસ્થિતિ માં બાંધી ના દો. રિલેક્ષ રહો. માનસિક રીતે પણ હળવા રહો.

CAREER

કારક્રિદી માં સફળ થાવ માટે જ કોઈ તમને બંધન નો અનુભવ થઇ રહ્યો છે તેમાંથી બહાર આવું જરૂરી છે. બંધનો ના કારણે તમે પોતાની શક્તિઓ ભૂલી ગયા છો. અને કોન્ફિડન્સ જીવન માં નથી રહ્યો. માટે બંધન તોડી બહાર આવો અને પોતાની આવડત મુજબ કામ કરો

મીન

HEALTH

તમારા સ્વસ્થ અંગે તમને જ કોઈ તમારો અંદર નો અવાજ કહી રહ્યો છે તે સાંભળવો જરૂરી છે. તમારા સ્વાસ્થ્ય અંગે જ કઈ થઇ રહ્યું છે તેને શેર કરો. તો તમને સમાધાન મળશે અથવા સાચું માર્ગદર્શન મળશે

WEALTH

નાણાકીય રીતે ભલે પરિસ્થિતિ ગમે તે હોય તમે હકારાત્મક રહો. અને તમારું ધ્યાન વર્તમાન અને ભવિષ્ય પર રાખો . આજુબાજુની પરિસ્થીની અસર તમારા ઉપર ના થવા દો તમારી લાગણીઓ ને નાણાં સાથે હકારાત્મકતા થી જોડો।

CAREER

કારકિર્દી માં તામેં અત્યારે કઈ સમજ ના આવતું હોય કે અત્યારે તમને રસ્તો ના મળતો હોય કે આગળ શું કરવું અથવા ક્યાં જવું તો કઈ વાંધો નથી। અત્યારનો સમય શાંત રહો અને રાહ જોવો। થોડા જ સમય માં તમને બધા રસ્તા ને તમારા જવાબ મળી જશે.

ખાસ નોંધ : ટેરો કાર્ડ સાપ્તાહિક ગાઈડન્સ પોતાના નામ પ્રમાણે આવતી રાશિ મુજબ વાંચવું.

સૌજન્ય : શ્વેતા ખત્રી

શ્વેતા ખત્રી છેલ્લાં ૧૩ વર્ષથી ટેરો કાર્ડ રીડીંગ કરે છે અને ટેરોના વર્કશોપ્સ પણ કરે છે.

વધુ માહિતી માટે : http://www.shwetatarot.com/

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ