ફિલ્મ અભિનેત્રીઓને પણ શરમાવે તેવી આપણા દેશની આ આઈએએસ ટીના ડાબી…

IAS ટીના ડાબી પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર સુપર એક્ટીવ છે. તેણી અવારનવાર તેના પર્સનલ તેમજ પ્રોફેશનલ વિડિયોઝ તેમજ ફોટોઝ ફેન્સ સાથે શેયર કરતી રહે છે. થોડા સમય પહેલાં જ તેણીએ એક નાની વિડિયો ક્લિપ શેયર કરી છે જેમાં તેણી પોતાની મહેંદી બતાવી રહી છે. સાઉથની પ્રિયા પ્રકાશ સાથે તેના વિંકની સરખામણી કરવામાં આવી હતી જો કે કોઈ કારણ સર તે વિડિયો ડીલીટ કરીદેવામાં આવી છે.

પણ તેણી બ્યુટી વિથ બ્રેઇનનું એક ઉત્તમ ઉદાહરણ છે.

 

View this post on Instagram

 

A post shared by Tina Dabi Khan (@dabi_tina) on

તમને જણાવી દઈએ કે ટીના ડાબી એ બ્યુટી વિથ બ્રેઇનનું ઉત્તમ ઉદાહરણ છે. એમ કહો કે તેણી જાણે જીનિયસ જ જન્મી હતી. તેણીએ બારમાં ધોરણમાં પોલિટીકલ સાયન્સ અને ઇતિહાસના વિષયમાં 100 % ગુણ મેળવ્યા હતા અને તેણી દીલ્લીની લેડી શ્રી રામ વુમન્સ કોલેજની સ્ટુડન્ટ ઓફ ધી યર પણ રહી ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by Tina Dabi Khan (@dabi_tina) on

તેણીએ માત્ર 18 વર્ષની વયે આએએસ બનવા માટેની તૈયારી શરૂ કરી દીધી હતી. તેણીએ આઈએએસ બનવા માટે ખુબ જ મહેનત કરી છે તેણી રોજ 9-9 કલાક અભ્યાસ કરતી હતી. અને માત્ર 22 વર્ષની ઉંમરે તેણીએ આઈએએસની એકઝામ ક્રેક કરી લીધી હતી અને તેણી 2015ની ટોપર બની હતી.

ટીનાએ પોતાના સાથી આઈએએસ અધિકારી આમિર ખાન સાથે લગ્ન કર્યા છે. તમને જણાવી દઈએ કે આમીરે પણ 2015માં IASની એક્સામ ક્રેક કરી હતી અને તેણે ટીના પછીની બીજી રેન્ક મેળવી હતી. આમિર કાશ્મીરી યુવાવર્ગ માટે એક રોલ મોડેલ સાબિત થઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Tina Dabi Khan (@dabi_tina) on

તે બન્ને સૌ પ્રથમ આઈએએસ ફેલીસીટેશન સેરેમનીમાં દીલ્લી ખાતે મળ્યા હતા અને બસ એક જ નજરમાં પ્રેમમાં પડી ગયા. અને મસૂરી ખાતેની તેમની ટ્રેનિંગ વખતે બન્નેનો પ્રેમ પાંગર્યો હતો. આઈએએસની ટ્રેનીંગ દરમિયાન તેઓ નેધરલેન્ડ, પેરિસ અને રોમમાં ફર્યા અને બન્નેની એક બીજા પ્રત્યેની લાગણી ઉંડી થઈ.

અને એક હીન્દુ તરીકે એક મુસ્લિમને ડેટ કરી રહી હોવાથી તેણીને ઘણીવાર સોશિયલ મિડિયા પર ટ્રોલ પણ કરવામાં આવી હતી. પણ તેમનો એક બીજા પ્રત્યેનો પ્રેમ એટલો ઉંડો હતો કે તેમને આવી કોઈ જ નકારાત્મકતાની અસર નહોતી થતી.

 

View this post on Instagram

 

A post shared by Tina Dabi Khan (@dabi_tina) on

અરે ભગવાન પણ તે બન્ને સાથે જ જોવા માગતા હતા કદાચ તેટલા માટે જ તે બન્નેને રાજસ્થાનમાં પદ મળ્યું જો કે રાજસ્થાન આ બન્નેની પહેલી પસંદ નહોતી. આજે તેણી રાજસ્થાનમાં આઇએએસની ફરજ બજાવી રહી છે. જો કે તેણીના સ્વપ્નો માત્ર અહીં જ નથી અટકતા પણ તેણીની ઇચ્છા ભારત સરકારના કેબિનેટ સેક્રેટરી બનવાની છે. તેણીની ટ્રેનીંગ માટે તેણીને પ્રેસિડેન્ટનો ગોલ્ડ મેડલ પણ મળ્યો છે.

તમને જણાવી દઈએ કે ટીના એ આજની યુવા પેઢી માટે આદર્શ સમાન છે. તેણી આજે ભારતની એક ઉચ્ચ અધિકારી તો છે જ પણ સાથે સાથે તેણીને ટેડ ટોકમાં પોતાની સફળતા વિષે ચર્ચા કરવા માટે પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. ટીનાના માતાપિતા બન્નેએ યુપીએસસીની એક્ઝામ્સ ક્રેક કરી છે. અને તે બન્ને સરકારમાં ઉચ્ચ પદ ભોગવી રહ્યા છે. જોકે પ્રિયાની માતાએ દીકરીના અભ્યાસ અર્થે પોતાની નોકરી છોડી દીધી હતી.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ