આવું પણ હોય ખરા! આ મંદિર બહાર કૂતરું ભક્તોને આપે છે આશિર્વાદ, પૂરી સ્ટોરી વાંચીને તમે પણ પડી જશો વિચારમાં…

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રોજને રોજ કોઈને કોઈ મુદ્દા પર વિડીયો વાયરલ થતા રહે છે. આવો જ એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહ્યો છે. આ વિડીયોમાં આપ જોઈ શકો છો કે, એક મંદિરની બહાર એક કુતરું બેઠું છે અને આ કુતરું મંદિરમાં આવતા શ્રધ્ધાળુઓને આશિર્વાદ આપી રહ્યું છે આ સાથે જ આ કુતરું ભક્તોની સાથે હાથ પણ મિલાવી રહ્યું છે.

-મંદિરની બહાર બેસી રહેલ આ કૂતરાનો વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહ્યો છે.

-શ્રદ્ધાળુઓને આ કુતરું પોતાનો પગ ઉંચો કરીને આશિર્વાદ આપે છે.

-આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર થયો છે વાયરલ.

મળી રહેલ માહિતીમાં જણાવ્યા મુજબ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહેલ આ વિડીયો સિદ્ધટેકમાં આવેલ સિદ્ધિ વિનાયક મંદિરનો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ વિડીયોમાં આપ જોઈ શકો છો કે, આ મંદિરના મુખ્યદ્વારની બહાર એક કુતરું આરામથી બેઠું છે તેવું જોઈ શકાય છે અને જયારે મંદિરમાં ભગવાનના દર્શન કરીને બહાર આવે છે ત્યારે આ કુતરું તે ભક્તોને આશિર્વાદ આપી રહ્યું છે. એટલું જ નહી, આ કુતરું ભક્તોની સાથે હાથ પણ મિલાવી રહ્યું છે. ત્યારે આ સિદ્ધટેકમાં આવેલ સિદ્ધિ વિનાયક મંદિરમાં આવતા ભક્તો પણ આ કુતરા પાસે આવીને નમીને આશિર્વાદ લેતા જોઈ શકાય છે. આ દ્રશ્યનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિડીયો થયો વાયરલ.

સિદ્ધટેકમાં આવેલ સિદ્ધિ વિનાયક મંદિરના આ વિડીયોને ફેસબુક પર ફેસબુક યુઝર અરુણ લીમાદિયા નામના યુઝર દ્વારા શેર કરવામાં આવ્યો છે. અરુણ લીમાદિયા આવા બે વિડીયો ફેસબુક પર શેર કરવામાં આવ્યા છે. સિદ્ધિ વિનાયક મંદિરનો આ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર થતાની સાથે જ વાયરલ થઈ ગયો અને સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા પણ આ વિડીયોને ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.

આ વિડીયોને જોઈને ઘણા બધા સોશિયલ મીડિયા યુઝર્સ કમેન્ટ પણ કરી રહ્યા છે. આપ આ વિડીયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ જોઈ શકો છો કે, કેવી રીતે આ કુતરો મંદિરમાં દર્શન કરીને બહાર આવતા ભક્તોને આશિર્વાદ આપી રહ્યો છે અને તેમની સાથે હાથ પણ મિલાવી રહ્યો છે. ત્યાં જ કેટલાક યુઝર્સનું કહેવું છે કે, તેઓ ખાસ આ કુતરાને મળવા માટે મંદિર જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ