હજી પણ ગરમી ઓછું થવાનું નામ નથી લેતી ત્યારે બાળકોની રક્ષા કરો આ ટીપ્સથી…

ગરમીની આ સિઝનમાં બાળકો અનેક પ્રકારની સમસ્યાઓથી હેરાન-પરેશાન થઇ જતા હોય છે. બપોરના તડકામાં બહાર નિકળતી વખતે બાળકોનુ ધ્યાન રાખવુ ખૂબ જ જરૂરી છે. જો તમે તમારા બાળકોને તડકામાં બહાર લઇ જાઓ છો તો તેને લૂ લાગવાના ચાન્સિસ ખૂબ જ વધી જાય છે. આ તડકામાં માથુ દુખવુ, ભૂખ ના લાગવી, પેટમાં દુખાવો થવો જેવા અનેક પ્રકારના રોગો બાળકોને જલદી થઇ જતા હોય છે. આમ, જો તમે તમારા બાળકોને આ બધી સમસ્યાઓથી બચાવવા ઇચ્છતા હોવ તો આજથી જ આ વાતોનુ ખાસ ધ્યાન રાખો.

image source

– બાળકોને કોલ્ડ ડ્રિંક પીવાનો ખૂબ જ શોખ હોય છે. પરંતુ તમને જણાવી દઇએ કે, કોલ્ડ ડ્રિંક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખરાબ સાબિત થાય છે. કોલ્ડ ડ્રિંકની જગ્યાએ તમે તમારા બાળકોને લીંબૂ પાણી પીવડાવો. જો તમે તમારા બાળકોને લીંબૂ પાણી પીવડાવો છો તો તેના શરીરમાં પાણીની ઉણપ દૂર થાય છે અને લૂ લાગવાના ચાન્સિસ પણ ઓછા થઇ જાય છે.

image source

– ગરમીમાં બહારનુ ખાવાનુ દરેક વ્યક્તિએ ટાળવુ જોઇએ. જો તમને અથવા તમારા બાળકોને ગરમીમાં બહારનુ ખાવાની આદત છે તો તરત જ આ આદતને બદલી નાખો. કારણકે ગરમીમાં બહારનુ ખાવાથી બીમાર જલદી પડી જવાય છે. જો તમે આ ગરમીમાં બહાર મળતી ફ્રૂટ ડિશ ખાઓ છો તો તે પણ તમારે ના ખાવી જોઇએ કારણકે કટ કરેલી ફ્રૂટ ડિશ જો તમે ખાઓ છો તો તેનાથી તમારી હેલ્થને ખૂબ જ નુકસાન થાય છે અને ડાયેરિયા થવાના ચાન્સિસ વધી જાય છે. આ માટે તમે તમારા બાળકોને ઘરે જ્યૂસ કાઢીને આપો અથવા ફ્રૂટ ડિશ કરીને આપો. જો તમે તમારા બાળકોને આ ગરમીમાં લસ્સી તેમજ છાશ પીવડાવો છો તો પણ તે તમારા બાળકો માટે એકદમ બેસ્ટ છે.

image source

– ઘરની બહાર નિકળતી વખતે બાળકોને ઢીલા કપડા પહેરાવો. આ સાથે જ તમે તમારા બાળકોને ઉનાળામાં કોટનના કપડા પહેરાવો જેથી કરીને પરેસેવો ઓછો થાય અને ગરમી પણ ઓછી લાગે. કોટનના કપડા જલદી પરસેવો ચુસી લે છે જે કારણોસર સ્કિન પ્રોબ્લેમ્સ થવાના ચાન્સિસ ઘટી જાય છે. જો તમે ઉનાળાની ગરમીમાં બાળકોને સિલ્કના કપડા પહેરાવો છો તો સ્કિન પ્રોબ્લેમ્સ થવાના ચાન્સિસ વધી જાય છે.

image source

– ઉનાળામાં બાળકોનું ખાલી પેટ રાખવાથી પણ ગરમીમાં અનેક બીમારીઓની ઝપેટમાં આવી જવાય છે. ઘરની બહાર નિકળતી વખતે બાળકોને કંઇકને કંઇ ખવડાવાનો આગ્રહ રાખો. આ સાથે કાળઝાળ ગરમીમાં બહાર નિકળતી વખતે શિકંજી, પાણી કે પછી એનર્જી ડ્રિંક સાથે જરૂર રાખો, કારણકે આ ગરમીમાં અનેક લોકોને બીપી લો થઇ જાય છે જે કારણોસર તેમને ચક્કર આવવા લાગે છે અને શરીર ઢીલુ પડી જાય છે. એવામાં આ એનર્જી ડ્રિંક તમને અનેક સમસ્યાઓથી બચાવે છે.

– બાળકોને ઘરની બહાર લઇ જતી વખતે છત્રીનો ઉપયોગ કરો.

image source

– બાળકોને ડાર્ક રંગના કપડા પહેરાવશો નહિં. ડાર્ક કલરના કપડાથી ગરમી વધારે લાગે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ