ના સાચવી શક્યા આ ટેલિ કપલ રિલેશન, અને 2019માં થઇ ગયા તેમના બ્રેક અપ

2019માં થયું આ ટેલિવિઝન કપલનું બ્રેકઅપ

2019માં આ ટેલિવઝન સ્ટાર્સના દીલ ટૂટ્યા

નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે અને ચાલુ વર્ષનો અંત આવી રહ્યો છે ત્યારે જ્યારે પાછળ જોવામાં આવે તો કેટલીક ખુશીઓ મળી હોય છે તો કેટલાક દુઃખ મળ્યા હોય છે.

કેટલાકને પોતાના સપનાના રાજકુમાર મળે છે તો કેટલાકના સપનાના રાજકુમાર તેમનાથી દૂર જતા રહે છે.

ગયા વર્ષે બોલીવૂડની જેમ ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા હૃદય ભંગ થતાં જોવા મળ્યા હતા. તો ચાલો જાણીએ આ ટેલિવિઝન સેલિબ્રિટી વિષે જે પોતાના પ્રેમીઓથી જુદા થઈ ગયા.

વિવિયન ડીસેના – વાહબિજ દોરાબજી

image source

ટેલિવિઝનના જાણીતા અભિનેતા વિવિયન ડીસેનાએ પોતાની પત્ની વાહબિજ દોરાબજીને 2017માં ડીવોર્સ આપ્યા હતા ત્યાર બાદ તે ગરિમા જૈનને ડેટ કરી રહ્યો હતો પણ આ વર્ષે ફેબ્રુઆરી મહીનામાં તેમના સંબંધ પણ ટૂટી ગયા હતા.

એક અહેવાલ પ્રમાણે તેઓ એકબીજાને ઘણા લાંબા સમયથી ડેટ કરી રહ્યા હતા. પણ કોઈક કારણ સર તેઓ એક બીજા સાથે લાંબો સમય ન રહી શક્યા અને તેમણે એકબીજા સાથેના સંબંધનો અંત લાવી દીધો.

સારા ખાન – અંકિત ગેરા

image source

ટીવી પર ડેઈલી સોપ બિદાઈથી લોકોના દીલમાં વસી જનારી અભિનેત્રી સારા ખાન છેલ્લા કેટલાક સમયથી અંકિત ગેરાને ડેટ કરી રહી હતી.

પણ એક અહેવાલ પ્રમાણે તે બન્નેના સંબંધનો અંત આવી ગયું છે અને તેઓ એકબીજાથી છુટ્ટા થઈ ગયા છે.

image source

જો કે તેણી આ પહેલાં બીગ બોસ પર પોતાના પહેલાના પ્રેમી સાથે પણ સગાઈ કરી હતી અને શોમાંથી બહાર આવીને લગ્ન કરવાની જાહેરાત કરી હતી.

જો કે તે વખતે જ લોકો તેને પબ્લીસીટી સ્ટન્ટથી વધારે કશું જ નહોતા સમજતા. ત્યાર બાદ તેણી અંકિત ગેરાને ડેટ કરી રહી હતી પણ હાલ તેમના પણ બ્રેકઅપના સમાચાર મળી રહ્યા છે.

માનસી શ્રીવાસ્તવ – મોહિત અબરોલ

image source

સ્ટાર પ્લસ પર સફળ થયેલી ડેઈલી સોપ ઇશ્કબાજથી જાણીતી બનેલી માનસી શ્રીવાસ્તવ ટેલિવિઝન એક્ટર મોહિત અબરોલને ડેટ કરી રહી હતી.

પણ આ વર્ષના મધ્યમાં તેમની વચ્ચેનો અઢિ વર્ષનો સંબંધ ટૂટી ગયો હતો. આ બન્નેએ પોતાના સંબંધને મહોર મારવા માટે સગાઈ પણ કરી લીધી હતી.

image source

તેઓ છેલ્લા છ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. જો કે તેઓ હંમેશા પોતાના સંબંધ પ્રત્યે ખુલ્લા રહ્યા છે તેમણે ક્યારેય પોતાના સંબંધને છૂપાવવાનો પ્રયાસ નથી કર્યો.

પણ કોઈક કારણસર તેઓ પોતાના આટલા લાંબા સંબંધને આગળ ન વધારી શક્યા અને તેમણે બ્રેકઅપ કરી લીધું. તેમણે પોતાની આ હકીકતને સ્વિકારીને જીવનમાં આગળ વધવાનું નક્કી કરી લીધું છે.

ફૈઝલ ખાન – મુસ્કાન કટારિયા

image sourceફૈઝલ ખાને ભલે ડાન્સની કંઈ કેટલીએ કમ્પીટીશન જીતી લીધી હોય પણ તેણે આ વર્ષે પ્રેમમાં હાર મેળવી છે.

આ વર્ષે તે નચ બલિયા 9માં પોતાની પાર્ટનર મુસ્કાન કટારિયા સાથે જોડી જમાવતો જોવા મળ્યો હતો.

શોમાં કરવામાં આવેલા પર્ફોમન્સ દરમિયાન આ બન્ને વચ્ચે સિઝલિંગ કેમેસ્ટ્રી જોવા મળી પણ શોની બહાર નીકળતાં જ તેમના બ્રેકઅપના સમાચાર વાયરલ થઈ ગયા જે જાણી તેમના ફેન્સને ઘણું દુઃખ થયું હતું અને ઘણા બધાને તો આ સમાચાર પર વિશ્વાસ પણ નહોતો આવતો.

image source

આ વિષખે મુસ્કાન કટારિયાએ પોતાના ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની વેબસાઇટને આપેલા એક ઇન્ટર્વ્યૂમાં જણાવ્યું હતું કે તેમનો બ્રેકઅપ થઈ ગયો છે અને હવે તેઓ સાથે નથી.

તેણીએ દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ બધું કેમ થઈ રહ્યું છે તે મને નથી ખબર.

અને હાલ તેણી તે વિષે ચર્ચા કરવા નથી માગતી. જાણવા મળ્યા મુજબ હાલ ફૈઝલ પોતાની ચંદ્ર ગુપ્ત મૌર્ય સિરિયની કો સ્ટાર સ્નેહાને ડેટ કરી રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ