તેજસ એક્સપ્રેસ ટ્રેનમાં છે અનેક સુવિધાઓ, જોઇ લો અંદરની ખાસ તસવીરો અને જાણી લો કેટલુ છે ભાડુ

અમદાવાદ- મુંબઈ તેજસ એક્સપ્રેસનો 19મીથી પ્રારંભ, જાણો તેના ભાડા – સમય અને અન્ય સુવિધાઓ વિષે

image source

દેશના રેલ મંત્રી પીયુષ ગોયલ તેમજ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ શુક્રવારે વહેલી સવારે અમદાવાદ-મુંબઈ વચ્ચે આજથી ચાલુ થતી તેજસ એક્સપ્રેસને અમદાવાદ જંક્શનથી લીલી ઝંડી ફરકાવીને રવાના કરી છે.

તમને જણાવી દઈ કે આઈઆરસીટીસીની આ બીજી એવી ટ્રેને છે જેનું સંચાલન આઈઆરસીટીસી હેઠળનું કેટરીંગ તેમજ પર્યટન યુનિટ કરશે. આ પ્રકારની પ્રમથ ટ્રેન ગયા વર્ષે લખનૌ અને દિલ્લી વચ્ચે શરૂ કરવામાં આવી છે જે હાલ સફળ રીતે ચાલી રહી છે.

image source

રેલ્વે દ્વારા જણાવવામાં આવ્યું છે કે યાત્રિઓ માટે આ ટ્રેનને 19 જાન્યુઆરીના રોજ અમદાવાદથી શરૂ કરવામાં આવશે. આ ટ્રેનનું બુકિંગ તમે માત્ર ઓનલાઈન જ કરાવી શકો છો.

image source

આઈરઆરસીટીસીની વેબસાઇટ અથવા તો તેમની એપ્લિકેશન અથવા તો તેમના ભાગીદાર પેટીએમ, ફોનપે, મેક માય ટ્રિપ, ગૂગલ પે, આઈબીબો, રેલ યાત્રી વિગેરે એપ દ્વારા પણ બુકીંગ કરાવી શકાય છે. મુસાફરોએ એ બાબતની ખાસ નોંધ લેવી કે તેનું બુકિંગ તમે રેલ્વેના ટીકીટ કાઉન્ટર પર નહીં કરાવી શકો.

image source

આ ટ્રેનનો નંબર છે 82909/82901 અમદાવાદ-મુંબઈ-અમદાવાદ છે જેનું સંચાલન અઠવાડિયાના છ દિવસ કરવામાં આવશે. ગુરુવારે ટ્રેનનું મેન્ટેનન્સ કરવામાં આવશે માટે તે ગુરુવારે બંધ રહેશે. આ ટ્રેન સંપુર્ણ રીતે વાતાનુકૂલિત રહેશે.

image source

તેજસ એક્સપ્રેસમાં એક્ઝીક્યુટિવ ક્લાસ ચેરના બે ડબ્બાઓ આપવામાં આવશે. જેમાં 56-56 સીટો રહેશે. આ ઉપરાંત ચેર કારના બીજા આંઠ ઢબ્બા હશે જે દરેકમાં 78-78 સીટો રાખવામાં આવી છે. આ ટ્રેનની કુલ ક્ષમતા 736 મુસાફરોની છે.

તેજસ એક્સપ્રેસનો સમય જાણી લો

image source

અમદાવાદથી આ ટ્રેન સવારે 6.40 વાગે ઉપડશે જે તમને 1.10 વાગે મુંબઈ પહોંચાડશે. આ ટ્રેન પોતાના પ્રવાસ દરમિયાન નાંદેડ, વડોદરા, ભરૂચ, સૂરત, વાપી અને બોરીવલી રોકાશે. મુંબઈથી અમદાવાદ તરફ આ ટ્રેન બપોરે 3.40 વાગે ઉપડશે જે તમને અમદાવાદમાં રાત્રે 9.55 વાગે ઉતારશે.

ટીકીટમાં કોઈ જ ડિસ્કાઉન્ટ નહીં મળે

image source

અમદાવાદ-મુંબઈ-અમદાવાદ વચ્ચેની તેજ એકસ્પ્રેસની ટીકીટમાં મુસાફરને કોઈ પણ જાતની રાહત આપવામાં નહીં આવે. પાંચ વર્ષથી વધારે ઉંમરના બાળકની આખી ટીકીટ લેવી પડશે અને તેને પણ સીટ આપવામાં આવશે. બુકિંગ દરમિયાન જો તમારી સાથે પાંચ વર્ષ નીચેનું બાળક હશે તો તેનો પણ ઉલ્લેખ કરવો પડશે.

image source

તેની તમારે કોઈ જ ટીકીટ નહીં લેવી પડે પણ સામે તમને તેમના માટે કોઈ સીટ પણ ફાળવવામાં નહીં આવે. તેજસમાં ડાયનેમિક ભાડાની વ્યવસ્થા છે. એટલે કે બિઝિ દિવસો તેમજ ઓછા બિઝિ દિવસોમાં તેના ભાડામાં પરિવર્તન જોવા મળશે. તેમાં કોઈ જ તત્કાલ કોટા પણ નથી ફાળવવામાં આવ્યો.

મોડી ટ્રેન પર મુસાફરોને મળશે વળતર

image source

તેજસ એક્સપ્રેસની એક ખાસ સુવિધામાં આનો પણ સમાવેશ થાય છે. આ ટ્રેનના મુસાફરોને આઈઆરસીટીસી પહેલીવાર મોડા પડવા પર વળતર આપશે. આ નિયમ હેઠળ, જો ટ્રેન એક કલાક કરતાં વધારે મોડી પડશે તો આઆરસીટીસી દરેક મુસાફરને 100 રૂપિયાનું વળતર આપશે. અને જો બે કલાક કરતાં વધારે લેટ રહેશે તો મુસાફરોને 250 રૂપિયા વળતર ચૂકવવામાં આવશે.

25 લાખનો મફત વિમો

image source

સામાન્ય રીતે આઈઆરસીટીસીમાં ટીકીટ બુક કરાવતી વખતે વિમા માટેનો એક અલગ ચાર્જ લેવામાં આવે છે પણ તેજસ એકસ્પ્રેસમાં મુસાફરોને મફત 25 લાખનો વીમો આપવામાં આવશે. તેમાં મુસાફરી દરમિયાન મુસાફરોના સામાનની ચોરી કે પછી લૂંટ જેવી ઘટના માટે એક લાખ સુધીના વિમાનો પણ સમાવેશ થાય છે.

વિદેશી મુસાફરો માટે ખાસ આરક્ષણ

image source

તેજસ એક્સપ્રેસમાં વિદેશી મુસાફરો માટે કુલ 18 સીટો રીઝર્વ રાખવામાં આવશે. જેમાં તેમાં ઇસીની 6 તેમજ સીસીની 12 સીટોનો સમાવેશ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ